________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૩૮
શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર. [ પ્રકરણ ૧૭ કોઈ વિશાળ લેચના દેવી અંગભંગના બાનાથી પુષ્ટ અને ઉનત સ્તનવાળા પિતાના વક્ષસ્થલને ચિરકાલ સુધી દર્શાવતી હતી. “અરે ભદ્ર! જે તમે ખરેખરા વીતરાગ છે તે શું તમે કોઈ વસ્તુ પર રાગ નથી વિસ્તારતા ? જે દયાળુ છે તે અકસ્માત ઉત્કૃષ્ટ ધનુષ્ય લઈને અમારી પર ઉઠેલા આવિષમયુધકામ દેવથી અમારી રક્ષા કેમ કરતા નથી ? જે તમે શરીર ઉપર પણ નિરપેક્ષ બુદ્ધિવાળા છે તે આપણું શરીર અમને શા માટે અર્પણ કરતા નથી ? પ્રેમના લાલચુ છતાં પણ જે કદિ કૌતુકથી અમારી ઉપેક્ષા કરતા હે તે તે કૌતુક ક્ષણવાર કરવું ઘટીત છે, અમારા મરણત સુધી કરવું એગ્ય નથી તે સ્વામી ! હવે કઠીનતા છેડી દે, અને અમારા મનેર પૂરા કરી. અમારી પ્રાર્થનાને ભંગ કરે નહી. અમને નિરાશ કરે નહીં.” આ પ્રમાણે કાઈક સ્ત્રી વારંવાર કહેવા લાગી. આવી રીતે દેવાંગનાઓના ગીત, વાદ્ય, નૃત્ય, અંગવિકાર અને ચાટુ વચનેથી પ્રભુ જરા પણ ક્ષેભ પામ્યા નહી.
કાત્સર્ગ રહેલા પ્રભુની ઉપર, ઉપર વર્ણન કર્યા પ્રમાણે તે સ ગમદેવે એક રાત્રિમાં વીશ મોટા ઉપસર્ગો કર્યા, રાત્રિ વ્યતિત થઈ, પ્રાતઃકાળ થયે, સંગમ વિચારવા લાગ્યું કે, “ અહે! આ મુનિ મર્યાદાથી સમુદ્રની જેમ ધ્યાનથી જરા પણ ચલિત થયા નહીં. તે હવે પ્રતિજ્ઞા ભ્રષ્ટ થઈને શું હું પાછો સ્વર્ગમાં જાઉ? પણ તેમને શી રીતે જવાય ! માટે ચીરકાળ સુધી અહી રહી, આ સુનિને બીજી રીતે કર્થના કરીને કોઈ પણ રીતે ભ પમાડું. નિરાશ થવાનું કંઈ કારણ નથી. અરે એ મનુષ્ય જાતની શી ગુંજાશ છે કે તેનાથી હું નાસીપાસ થઈ વીલે મેઢે પાછે જાઉં?”
પ્રાતઃકાળ થશે. સૂર્યના કિરણેથી માર્ગ વ્યાસ થયે, માર્ગની ઉપર રાત્રે બહાર નિકળેલા શુદ્ર ત્રસ જતુઓ માર્ગથી એકાંત સ્થળે જતા રહ્યા. પ્રભુ કાર્યોત્સર્ગપાળી, ઇસમિતિથી માર્ગના ઉપર યુગ પ્રમાણુ દષ્ટિ આપતા આપતા વાલક નામના ગ્રામ તરસ્કે ચાલ્યા.
For Private and Personal Use Only