________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૩૫
૨૭ ભવ. ] સંગમ દેવના ઉપસર્ગ. છતાં પણ એક તાનમાં રહેલા પ્રભુએ કિચિંતું પણ ધ્યાન છેડ્યું નહીં. મહા ગાવિષ્ટ અને પ્રભુને ધ્યાનમાંથી ચલાયમાન કરવાની દઢ પ્રતિજ્ઞાવાળા તે સંગમે આ પ્રમાણે ઘણે પ્રનત્ન કર્યો, પણ તે ફતેહમંદ થયે નહીં. તે વિચારવા લાગ્યું કે, આ વજ જેવા કઠીન મનવાળા મુનિને મેં ઘણીવાર હેરાન કર્યા, પણ તે લેશ માત્ર ક્ષોભ પામ્યા નહીં. અરે! હું માન ખંડિત થઈ ઈદ્રની સભામાં જઈ શું મુખ બતાવું? આવા દુષ્ટ વિચારથી તે ઘણા આવેશમાં આવી ગયો. હવે તે એ મુનિના પ્રાણનેજ નાશ કરું એટલે એનું ધ્યાન આપોઆપ નાશ પામશે, તે સિવાય બીજો ઉપાય નથી. આ વિચાર કરી તે દેવે ફરી ઉપસર્ગ શરૂ કર્યા.
૧૮ અઢારમા ઉપસર્ગમાં એક કાળચક ઉત્પન્ન કર્યું. હજાર ભાર લેહથી ઘડેલું તે કાલચક્ર, દેવે ઉંચુ ઉપાડયું. જાણે પૃથ્વીને સંપુટ કરવા માટે બીજા તેટલા પ્રમાણવાળે પુટ હેય તેવું તે કાળ ચક્ર, તેણે રવડે પ્રભુની ઉપર નાખ્યું. ઉછળતી
જ્વાળાઓથી સર્વ દિશાઓને વિકાળ કરતું તે ચક્ર, સમુદ્રમાં વડવાનળની જેમ પ્રભુની ઉપર પડયું. સમગ્ર પર્વતને પણ ચૂર્ણ કરવાને સમર્થ એવા એ ચક્રના પ્રહારથી પ્રભુ જાનું સુધી પૃથ્વીમાં ઉતરી ગયા. આ પ્રમાણે થયા છતાં પણ, ભગવંત તે શુદ્ર દેવના ઉપર ક્રોધ નહી કરતાં, ઉલટા અમી દ્રષ્ટિથી તેના તરફ જતા હતા.
જ્યારે આવા કાળચક્રની પણ પ્રભુના ઉપર પણ જોઈએ તેવી અસર થઈ નહિ, શરીરને તે નાશ થશે નહિ અને ધ્યાનમાંથી પણ ડગ્યા નહિ, ત્યારે વિચારવા લાગ્યું કે, “અસ્ત્ર અને શસ્ત્રને અગોચર આ છે અને આવા પ્રોગ તેમના ઉપર કંઈ અસર કરી શકવાના નથી. આવા પ્રતિફલ ઉપાય કંઈ કામ લાગતા નથી, તે હવે તેમને અનુકૂલ એવા ઉપાયે કરૂં.”
અનુકૂલ ઉપસર્ગ. ૧૯ ઓગણીસમા ઉપસર્ગમાં તે સંગમ દેવ વિમાનમાં
For Private and Personal Use Only