________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૩૪
શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર [ પ્રકરણ ૧૭ છાવણ વિકવી. તેમાંથી એક ઇયાને ભાત રાંધવાનો વિચાર થયે ચુલે માંડવાને માટે પાષાણ વિગેરેની શોધ કરતાં તેને કંઈ મળ્યું નહી, એટલે તે રસેઈયાએ પ્રભુના બે ચરણને ચુલા રૂપ કરીને, તેના ઉપર ભાતનું ભાજન મુક્યું; અને બે પગની વચ્ચે અગ્નિ પ્રજવલિત કર્યો, અને પગના મુળમાં તે અગ્નિને ખુબ જેસભેર સળગાવ્યો. પ્રભુ તે અગ્નિથી તપાયમાન થયા, તથાપિ અગ્નિમાં મુકેલા સુવર્ણની જેમ તેમની ભાણ થઈ નહી, પણ ઉલટી વૃદ્ધિ પામી. આ પ્રયત્નમાં તે દેવ નિષ્ફળ થયું અને પ્રભુને ચલાયમાન કરી શકે નહીં.
૧૫ તે પછી તે દેવે એક ભયંકર પકવણ (ચંડાળ) વિઑ. તેણે આવીને પ્રભુના કંઠમાં, બે ભુજામાં, અને જંઘા ઉપર ક્ષુદ્ર પક્ષીઓનાં પાંજરાં લટકાવ્યાં. તે પક્ષીઓએ ચાંચ તથા નખના પ્રહારે એટલા બધા કર્યા છે, જેથી પ્રભુનું શરીર તે પાંજરાઓની જેવું સેંકડો છીદ્રોવાળું થઈ ગયું. આ પ્રયત્નમાં તે દુષ્ટ ચંડાલ પાકેલા પાંદડાની પેઠે અસાર નિવડ, અને મહા યોગી પ્રભુને ધ્યાનમાંથી ડગાવી શકે નહી.
૧૬ તે પછી તે સંગમ દેવે ઘણું આવેશમાં આવીને મહા ઉત્પાત કરનાર પ્રચંડ પવન ઉતપન્ન કર્યો. મેટા વૃક્ષને તૃણની જેમ આકાશમાં ઉડાડતે, અને દિશાઓમાં પથરા અને કાંકરાઓને
કતો તે પવન એ તરફ પુષ્કળ રજ ઉડાડવા લાગ્યો. ધમણની જેમ અંતરીક્ષ અને ભૂમિને સર્વ તરફથી પૂરી દેતે, તે પવને પ્રભુને ઉપાય કપાળને નીચે પછાડયા. આવા પ્રકારના ઉગ્ર પવનથી પણ તે દુષ્ટ દેવનું ધાર્યું કંઈ થયું નહીં, અને પ્રભુએ અશુદ્રમને તે પરિસહને પણ સહન કર્યો અને ધ્યાનમાં નિશ્ચળ રહ્યા,
૧૭ સત્તરમા ઉપસર્ગ માં તેણે વંટોળી વાયુ વિકૃઍ. પર્વતને પણ ભમાડવાને પરિપૂર્ણ પરાક્રમવાળા તે વંટેળીયાએ ચક્રપર રહેલા માટીના પિંડની જેમ પ્રભુને જમાડયા. સમુદ્ર માંહેના આવર્તની જેમ તે વંટેલીઆએ પ્રભુને ઘણા માડયા,
For Private and Personal Use Only