________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૭ ભવ. } ચિંડકેશીને ઉદ્ધાર.
૨૧૩ ચરણ કમળ પર ડા, પિતાના વિષની ઉગ્રતાથી તે આક્રાંત થઈને હમણાં પડશે અને મને દાબી નાખશે, એવા ભયથી તે શી ડશીને દુર ખસતે હતો. પ્રભુના અતિશયના લીધે ડંખનું ઝેર પણ પ્રભુના શરીરમાં પ્રસરી શકતું નહી. પણ જે ઠેકાણે ડંખ દીધા હતા, તે ડંખમાંથી માત્ર ગાયના દુધ જેવી રૂધિર ધારા નીકળતી હતી. ઘણું વાર તેમ થવાથી “ આ શું?” એમ વિસ્મય પામીને તે પ્રભુની આગળ થંભી રહયો, અને નિરાશીત થઈને પ્રભુની સામે જેવા લાગ્યો. પ્રભુના અતુલ્ય રૂપને નીરખતાં, પ્રભુના કાંતિ અને સૌમ્ય રૂપને લીધે તેના ને તત્કાળ સ્તબ્ધ થઈ ગયા.
જ્યારે તે કઈક શાંત થયે, ત્યારે પ્રભુએ તેને કહ્યું કે, “અરે ચંડકૌશિક ! બુઝ! બુઝ! મેહ પામ નહી!”
ભગવંતના અમૃતથી પણ વધુ મીઠાં એવાં વચન સાંભળી, ઉહાપોહ કરતાં તેને જાતિ મરણ જ્ઞાન ઉત્પન્ન થયું. પિતાના પૂર્વ ભવ જોયા અને પ્રભુને ઓળખ્યા. તે ઘણે શાંત થઈ ગયે, અને પશ્ચાતાપ કરવા લાગે. પિતે નજીવી કરેલી ભુલનું પરંપરાએ કેવું પરિણામ આવ્યું ? તે વિચારણથી, અને આ તીર્થંચના ભવમાં પણ પિતાના કરેલાં કમ ખપાવવા માટે પોતાના મનમાં જાગ્રત થયેલી તીવ્ર ઈચ્છાથી પ્રભુની સાક્ષીએ અનશન અંગીકાર કરવાને નિશ્ચય કર્યો. તેણે ભકિત ભાવથી પ્રભુને ત્રણ પ્રદક્ષિણા કરી અને પાછા પ્રભુની સન્મુખ સ્તબ્ધ થઈ ઉભે રહ. પ્રભુએ તેના મનને અભિપ્રાય જાણી પિતાની દ્રષ્ટિ તેના ઉપર મુકી તેને વિશેષ ઉપશાંત કર્યો.
વિષ વડે ભયંકર એવી મારી દ્રષ્ટિ કેઈન ઉપર ન પડે એમ ધારીને તેણે પિતાનું મસ્તક રાફડામાં રાખ્યું અને સમતારૂપ અમૃત તે પીવા લાગ્યું. - પ્રભુ પણ તેના ઉપરની અનુકંપાથી ત્યાંજ સ્થિત રહયા. ખરેખર મહાન પુરૂષની પ્રવૃત્તિ બીજાના ઉપકારને માટેજ હોય છે.
For Private and Personal Use Only