________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૭ ભવ. ] ઉન્નતિને ક્રમ.
૨૦૩ ભવિષ્યમાં ઘણા ઉપસર્ગ થવાના છે તે પણ મરણાંત ઉપસર્ગના પ્રસંગે તે ઉપસર્ગ અટકાવવા તથા વૈયાવચ્ચ કરવા, પ્રભુની મા: સીના પુત્ર જે બાળપણથી વ્યંતરની કાયમાં દેવપણે ઉત્પન્ન થએલ છે, તે સિદ્ધાર્થ વ્યંતર દેવને આજ્ઞા કરી શકેંદ્ર સ્વસ્થાનકે ગયા.
પ્રભુએ આપેલે ઉત્તર બહુ મનન કરવા અને વિચારવા લાયક છે. કઈ પણ પ્રકારની ઉન્નતિની ઈચ્છાવાળા કેવલ પિતાના બળ અને પરાક્રમથીજ-ઉન્નતિ પ્રગતિમાં આગલ વધી શકે. જે પ્રમાણે એ નિયમ એક વ્યક્તિને લાગુ પડે છે, તેજ પ્રમાણે સકલ સમષ્ટિને, એક સામાન્ય નહારા દેશને કે આખા રાષ્ટ્રને લાગુ પડે છે, જે વ્યક્તિ કે સમષ્ટિવાદેશ અથવા રાજ્ય પારકા ઉપર આધાર રાખનાર હોય, તેઓ કદી પણ પિતાની ઉન્નતિ કરી શકવાના નથી. પારકા ઉપર આધાર રાખી ઉન્નતિ ઉચ્છવી એ એક જાતની નિર્બળતા છે. શું નિર્બળ પિતાને કે પરને કદી પણ ઉદ્ધાર કરવાને સર્મથ થયા છે કે થશે? પ્રભુએ આપેલા આ મંત્રના ઉપર આપણે પૂર્ણ શ્રદ્ધા રાખી, તેનું આલંબન લઈશું તેજ આપણે કાંઈ અંશે આ ભવમાં ઉન્નતિ ક્રમમાં આગળ વધી શકીશું, એટલું જ નહીં પણ એ મંત્રના સંસકાર જે આત્મામાં દઢ થયા હશે, તે જ આગામી ભવમાં આપણે આપણું પ્રગતિ કરી, પરિણામે પ્રભુએ જે પ્રમાણે લોકોત્તર સ્વરાજ્યની પ્રાપ્તિ કરી, તેજ પ્રમાણે આપણે પણ લેકેત્તર સ્વરાજ્ય પ્રાપ્ત કરી શકીશું.અંતરંગ શત્રુઓને જીતવાને બીજાની સહાય શું કામ લાગવાની છે? તેઓને તે પોતે જાતે જ પિતાના બળ પરાક્રમથી જીતવાના છે. જોકેત્તર સ્વરાજ્ય પ્રાપ્તિને અટકાવનાર અંતરંગ શત્રુઓ છે. તેઓને બરાબર ઓળખવા જોઈએ. તેઓએ અનાદિકાળથી પિતાની સત્તા આપણું ઉપર જમાવી આપણને પરવશ બનાવી દીધા છે. તેમને જીતવા એ કંઈ સહેજ વાત નથી. જ્યારે આપણે પિતાનું અને તેમનું યથાર્થ સ્વરૂપ સમજી, તેમને જિતવાને ભાગવતની પેઠે પુરૂષાર્થ કરીશું,
For Private and Personal Use Only