________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૮૮
શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર, [ પ્રકરણ ૧૫ નિરપરાધી પશુ પક્ષિઓના શીકાર કરવાથી શૂરાતન પ્રાપ્ત થતું હોય અથવા તે ટકી રહેતું હોય, તે હિંદમાં તેવા શીકારીએ ઘણું છે, છતાં સેંકડો વર્ષથી હિંદ પરદેશીઓની સત્તા નીચે છે તે હેત નહિ.
લૌકિક રાજ્ય સત્તા તે ભગવંતના જીવે પૂર્વભવમાં ભેળવી હતી.વાસુદેવ અને ચક્રવર્તી જેવી સર્વોપરિ રાજ્ય સત્તા પણ ભગવેલી હતી; તેથી તેવા પ્રકારના રાજ્ય ઉપર ભગવંતના આત્મ પ્રદેશમાં એક પરમાણું જેટલી પણ ભાવના ન હતી. આ છેલ્લા ભવમાં પ્રભુએ જે સ્વરાજ્ય માટે પ્રયાસ આદરેલ હતું, તે લોકોત્તર ભાવ સ્વરાજ્ય માટે હતે. આ લેકેત્તર સ્વરાજ્ય લક્ષમી પોતાના આત્મામાં રહેલી છે. અનાદિકાળથી મહારાજાના સુભટોતે દબાવી બેઠા છે. એ દબાવી પડાયલી આત્મસત્તાના સ્વરૂપનું કંઈ અંશે જ્ઞાન ભગવંતને નયસારના ભવમાં પ્રથમ થયું. પાછે મેહ રાજાએ હુમલો કર્યો તેથી આત્મિક સ્વરાજ્ય લક્ષ્મીને થએલો ભાસ પાછા જતા રહયે. છેવટના ડાભથી પાછુ તેમને લાગ્યું કે, “મને રાજ્ય રિદ્ધિ પ્રાપ્ત થાય છે તે ખરેખર મારી નથી. મારું રાજ્ય મારા પિતાની પાસે મારા આત્મામાં છે.” તેથી છેવટના મનુષ્યના દરેક ભવોમાં ઉત્તર અવસ્થામાં દ્રવ્ય રાજ્ય છેડી ભવરાજય-સમ્યફ જ્ઞાન, દર્શન ચારિત્રની પ્રાપ્તિ માટે પ્રયાસ આદરેલ હતું. પચીસમા ભાવમાં તે તે પ્રયાસની પરાકાષ્ટા હતી.
આ છેવટના ભાવમાં માતાના ગર્ભમાં જ તેમને, તેમણે પૂર્વ ભમાં લોકેનર સ્વરાજ્ય મેળવવાને જે સાધના કરેલી હતી તેનું મરણ થયું અને તેની પ્રાપ્તિના માટે પુનઃ સાધન કરવાને સંકલ્પ કર્યો. માતાપિતાના પશ્ચાત દીક્ષા અંગીકાર કરવાના સંકલ્પમાં તેજ બીજ હતું, માતાના ગર્ભમાં કેત્તર સ્વરાજ્ય પ્રાપ્તિ માટે થએલા સંકલ્પને અમલ માતાપિતાના સ્વર્ગે સીધાવ્યા પછી તુર્તજ થયે. દીક્ષા ગ્રહણ કરી, અને તે જ દિવસથી લોકોત્તર સ્વરાજ્ય મેળવવાને સાધના શરૂ કરી. .
કઈ પણ કાર્ય કરવાનું હોય તે પ્રથમ તે કાર્ય કરવાને
For Private and Personal Use Only