________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૭ ભવ. ]. જ્ઞાની-અનાની વિચાર,
૧૩૭ લાવી તેના નિવારણ માટે તે સૌ ઉપચાર કરી દુઃખ સહન કરે છે. પિતાથી બની શકે તેટલી શાન્તિમાં તે રહે છે, અને સારવારમાં રહેલા માણસની સાથે વિવેકથી વતે છે.
એક નવયુવાન સંદર્યવાન સ્ત્રી શૃંગાર સજેલી જોઈને અજ્ઞાની જીવ તેના રૂપ લાવણ્યથી મુંઝાઈ જઈ, તેના શરીરના એક એક અવયવને વખાણી, જગતમાં તેની નાલાયક ચીજોની બરાબર સર. ખામણી કરી ખુશી થાય છે. એટલું જ નહી પણ તેના સહવાસ વિગેરેની મુર્ખાઈ ભરેલી લાગણીએ તેને થઈ આવે છે, અને કેટલાક તે તે મેળવવાને માટે જીવનને અને ધનને ખરાબ પણ કરવાનું ચુકતા નથી. ત્યારે જ્ઞાનવાન તેજ સ્ત્રીને યથાર્થ નિહાળીને જોવાની દરકાર કરતું નથી. સ્વાભાવિક તેનું સ્વરૂપ જોવામાં આવે છે તે તે વિચાર કરે છે કે, આ સુંદરતા તેની પિતાની નથી પણ ચામડીની છે. જગતની બીજી સ્ત્રીઓની પેઠે તેનું શરીર પણ શુક્રાદિ સપ્ત ધાતુનું બનેલું છે. તે મળમૂત્રથી ભરેલી પુતળી છે. તેને શ્વાસ પણ દુર્ગધીવાલે છે. તેણે જે શૃંગાર સજેલા છે તે જડ વસ્તુના બનેલા છે, તેથી તે વિશેષ શેલે છે. આ તેની સુંદરતા પણ ક્ષણક છે, મેહને વધારનાર છે. તેના સ્વરૂપમાં મુઝાવાનું કારણ નથી. તેણુના સહવાસનું સુખ પણ ક્ષક છે. પરસ્ત્રીને તે મા બેન કે પુત્રી સમાન લેખવી જોઈએ. તેના શરીરને નિહાળીને જોવાથી મને શું લાભ છે? ઉલટ તેથી તે અશુભ ભાવનાના યેગે અશુભ કર્મને બંધ પડશે, અને તેનાં ફળવિપાક મહારે ભોગવવા પડશે. આવા પ્રકારના વૈરાગ્યમય વિચાર કરી સમભાવને ધારણ કરે છે.
જ્ઞાની તપ, ધ્યાન વિગેરે શુભકિયાનુષ્ઠાનમાં હોય, તે વખતે તેમને કેઈના તરફથી ઉપસર્ગોહિ થાય, તે તે વખતે તે સમભાવમાં રહી ઉપસર્ગ કરનારને મિત્ર તુલ્ય માની, કર્મનિર્જરા કરતાં આત્મ વિશુદ્ધિ કરે છે. અજ્ઞાની ઉપસર્ગોદિ પાંડા કરનાર ઉપર
For Private and Personal Use Only