________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨૬
શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર. ( પ્રકરણ ૧૧ કરેલું એવું દુષ્કર્મ મે પુર્વે કરેલું હોવું જોઈએ, પ્રાણીઓને જે દુઃખના પ્રસંગો આવે છે, તે તેઓએ પુર્વ ભવમાં જેવા આચર સેવી અશુભ કર્મને બંધ કરેલે હેય તેનાજ ફળવિપાક છે. તો શું પૂર્વ ભવમાં આવા પ્રકારના પાપાચરણ કર્યો હશે ? પશુ પક્ષી અથવા માણસોના બાલકને મેં તેમના માતા પિતાથી વિયેગ પડાવ્યું હશે ? તેઓને દુધને અંતરાય મેં કર્યો અથવા કરાવ્યું હશે ? અથવા બચ્ચાં સહિત ભૂમિમાં રહેનારા પ્રાણીઓનાં દરે પાણી આદિકથી પુરાવી તેમને ગુંગલાવી મારી નાંખ્યા હશે ? અથવા પક્ષીઓના માળાઓ જેમાં તેમનાં ઇંડા અથવા નાનાં બચ્ચાં હોય એવાને તે નાખી ઉસેટી દેઈ તેમને મરણ પમાડયાં હશે ? અથવા શું મેં બાલહત્યા કરી હશે? અથવા શયના બાળકો ઉપર મેં શું દુષ્ટ વિચારો ચિંતવ્યા હશે? અથવા મહારા જીવે શું કોઈના ગર્ભનું તંભન, નાશ, અથવા પડાવવા પ્રમુખનું કાર્ય કર્યું હશે ? અથવા શું મેં શીળ ખંડન કર્યું હશે ? કારણ તેવા પ્રકારના કર્મના બંધ વિના આવા પ્રકારના કટુક વિષાક યાને દુઃખ હેય નહી. ખરેખર કર્મની રચના વિચિત્ર છે. જે વગર વિચારે, અજ્ઞાનતા, ઈર્ષ્યા, અથવા હાસ્યાદિક કાણેથી આવા પ્રકારની માઠી આચરણ કરે છે. એ આચરણ કરતી વખતે તેને સમજવામાં આવતું નથી કે આના કટુ વિપાક મહારા જીવને અવશ્ય ભેગવવા પડશે. ધીક્કાર છે મને કે મેં એવા પ્રકારની આચરણે પુર્વે કરેલી હોવી જોઈએ. આવા પ્રકારના વિચારથી તે ચિંતાતુર રહેવા લાગ્યાં, તેમનું મુખ કરમાઈ ગયું, અને શોક અને દુઃખના ચિહે જણાવવા લાગ્યા. આવા પ્રકારની તેમની દુઃખી તિ જોઈ સખીઓએ પુછયું, દેવી ! શામાટે શોક કરે છે ? તમારા ગર્ભને તે કુશળ છે ? આ પ્રશ્નથી તેમનું હૈયું ભરાઈ આવ્યું અને તેઓ મુછ ખાઈ જમીન ઉપર ઢળી પડયાં, સખીઓએ શીતલેપચાર કરવાથી શુદ્ધિ આવી, ને જણાવ્યું કે જે મહારા ગર્ભને કુશળ હેય તે પછી મહારે બીજું દુઃખજ શું છે? અરે માં
For Private and Personal Use Only