________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર. [ પ્રકરણ : છે, તેમાં મને જે કાંઈ અતિચાર લાગ્યું હોય તે તેને મન વચન કાયાથી હુ નિંદું છું. નિઃશંકિત વિગેરે જે આઠ પ્રકારના દર્શનાચાર કહેલા છે, તેમાં જે કંઈ પણ અતિચાર લાયે હેય તે તેને હું મન વચન કાયાએ કરી સરાવું છું. લેભ કે મેહથી પ્રાણીએની સુક્ષ્મ કે બાદર જે હિંસા કરી હોય તેને મન વચન કાયાથી
સરાવું છું. હાસ્ય, ભય, ક્રોધ અને લેભ વિગેરેથી મેં જે મૃષા ભાષણ કર્યું હોય તે સર્વ નિંદુ છું અને તેનું પ્રાયશ્ચિત આચરૂં છું. રાગદ્વેષથી ડું કે ઘણું જે કાંઈ મે અદત લીધું હોય તે સર્વને સરાવું છું. પુર્વે મેં તિર્યંચ સંબંધી, મનુષ્ય સંબંધી, કે "દેવ સબંધી, મૈિથુન મનથી, વચનથી, કે કાયાથી સેવ્યું હોય તે સર્વ ત્રિવિધ ત્રિવિધ સરાવું છું. લેભન દોષથી ધન ધાન્ય અને પશુ વિગેરેને બહુ પ્રકારને પહિ મેં જે કાંઈ પૂર્વે ધારણ કર્યો હોય તેને મનવચન કાયાથી સરાવું છું પુત્ર, સ્ત્રી, મિત્ર, બંધુ, ધન, ધાન્ય, ગૃહ અને બીજા જે કોઈ પદાર્થમાં મને મમતા રહેલી હોય તે સર્વને હું વિસરાવું છું. ઈતિઓથી પરાભવ પામીને મેં રાત્રે ચતુર્વિધ આહાર કર્યો હોય, તેને પણ હું મન, વચન, કાયાથી નિહું છું, ક્રોધ, માન, માયા, લોભ, રાગદ્વેષ, કલહ, પિશુનતા, પરનિંદા, અભ્યાખ્યાન, અને બીજું જે કાંઈ ચારિત્રાચારને વિષે દુષ્ટ આચરણ કર્યું હોય, તેને હું મન વચન, કાયાથી
સરાવું છું. બાહ્ય કે અત્યંતર તપસ્યા કરતાં મને મન વચન, કાયાથી જે અતિચાર લાગ્યું હોય તેને હું મન વચન કાયા એ નિંદુ છું. ધર્મના અનુષ્ઠાનમાં મેં જે કાંઇ વીર્ય પડ્યું હોય, તે વર્યાચારના અતિચારને પણ હું મન વચન, કાયાએ કરી નિંદુ છું. મેં કોઈને માર્યો હોય, દુષ્ટ વચન કહ્યાં હોય, કેઈનું કંઈ હરી લીધું હોય, અથવા કાંઇ અપકાર કર્યો હોય તે તે સર્વે મારા પર ક્ષમા કરજે. જે કે ઈ મારા મિત્ર કે શત્રુ સ્વજન કે પર જન હેય તે સર્વ મને ક્ષમા કરજે, હું હવે સર્વમાં સમાન બુદ્ધિવળ છું. તિર્યચપણમાં જે તિય નારકીપણામાં જે નારકીએ,
For Private and Personal Use Only