________________
મુનિ ચારિત્રવિજયજી
[.. વિવાહાય
રામ અને કૃષ્ણ પણ મનુષ્યરૂપે તે કાળમાં પૃજાણા છે. તેઓને દેવી શક્તિવાળા સુખ દુઃખને દેનારા મહાન પુરુ માન્યા છે. એટલે એમને સંતોષવાથી તેઓ ભલું કરે છે એવી ભાવના તે કાળના મનુષ્યમાં જાગૃત કરેલી અને એ બને તેમના ભકતિ એ અવતારી પુર માનેલા છે.
એ ચારે મહાપુરુષો ભિન્ન ભિન્ન રૂપે આજે પણ પૂજાઈ રહ્યા છે. રામ અને કૃષ્ણ, મહાવીર અને બુદ્ધ એ ચારેને ક્ષત્રિય કુલમાં ઉત્પન્ન થયેલા માનવામાં આવ્યા છે. અને એ ચારેને જન્મ ઉત્તર હિન્દુસ્તાનમાં થએલે છે.
રામ અને કૃષ્ણ મહાવીર અને બુદ્ધ એ બન્ને યુગલના આદર્શ ભિન્ન ભિન્ન છે. કેમકે રામ અને કૃષ્ણને રાજશાસનના કરનારા, ન્યાય અન્યાયને નિર્ણય કરનારા, દુશ્મનને મારી ન્યાયી રાજ્ય સ્થાપનારા માનેલા છે. એમની પૂજાવિધિ પણ જુદી જાતની છે. રામમાં સત્વગુણ અને કૃષ્ણમાં રજોગુણ મુખ્ય માન્યા છે.
શ્રી મહાવીર અને બુધ એ બન્ને પુમાં તપ અને ત્યાગ મુખ્ય માનેલ છે. તેઓ સંસ્કારથી વિરક્ત હતા. રાજ્યશાસન ચલાવવામાં તેઓ કર્મ બંધન અને પાપ માનતા હતા. એક નાનામાં નાના જીવની પણ હિંસા ન થવી જોઈએ એવા અહિંસા ધર્મને તેઓ પાળનારા હતા. તેઓમાં સત્વગુણ મુખ્ય હતિ. એ યુગલને આદર્શ ધર્મચક્ર હતું. અને રામ કૃષ્ણ યુગલને આદર્શ કર્મચક્ર હ. દરેકના પુસ્તકમાં પણ તે સ્વરૂપે જ તેઓનું વર્ણન કરવામાં આવ્યું છે. રામ અને કૃષ્ણને ગૃહસ્થ માનવામાં આવ્યા છે. શ્રી મહાવીર અને બુદ્ધિને ત્યાગી માનવામાં આવ્યા છે. બુભિક્ષસંધ હાલ હિન્દુસ્તાનમાં નથી. પરંતુ શ્રી મહાવીરને ભિક્ષસંધ હાલ પણ હિન્દુસ્તાનમાં મોજુદ છે.
જુદા જુદા સંપ્રદાયના શાસ્ત્રોમાં જોઈએ છીએ તે બૌદ્ધ પિટકામાં જ્ઞાતપુત્ર શ્રી. ભગવાન મહાવીરને સ્પષ્ટ નિર્દેશ કરેલ છે. તેવી જ રીતે જૈન શાસ્ત્રોમાં ભગવાન બુદ્ધને પણ નિર્દેશ કરવામાં આવેલ છે. એ સિવાય જૈન શાસ્ત્રોમાં જૈન શિલીએ રામ અને કૃષ્ણનાં વર્ણને લખેલાં છે. એટલું જ નહિ પરંતુ જૈન રામાયણ વગેરે સ્વતંત્ર ગ્રંથ પણ લખવામાં આવ્યા છે. ફક્ત એમાં જે ઘટનાએ લીધી છે તે જૈન શાસ્ત્રની દૃષ્ટિએ લીધેલી છે.
હવે આપણે બ્રાહ્મણ સાહિત્ય તપાસીએ તે બુદ્ધ અને મહાવીરનું તેમાં નામનિશાન પણ નથી અને પાછલાં પુસ્તકમાં એવા નિર્દેશ કર્યા હોય તે તે પણ ખંડનાત્મક બુદ્ધિએ કર્યા છે. ફક્ત બ્રાહ્મણ સંસ્કૃતિમાં બુદ્ધને વિશ્વને એક અવતાર માનેલ છે. જૈનગ્રંથે કૃષ્ણને ભાવી તીર્થકર માને છે. ભાગવતમાં ઋષભદેવનું નામ આવે છે તે પણ એમની શૈલીએ લખવામાં આવેલ છે. એ સિવાય એ લોકેના પુસ્તકમાં આપણું તીર્થકરોનાં નામ આવતાં નથી.
આટલે નિર્દેશ કર્યા પછી મહાવીર અને કૃષ્ણ એ બની જીવન ઘટનાઓમાં ઘણું સામ્ય જોવામાં આવે છે. એ ઘટનાઓ અદ્દભૂત માહાઓ દર્શાવનારી હોવાથી કેણે કેનામાંથી લીધેલ છે એ સંબંધમાં અમે અમારે અભિપ્રાય આપવા માંગતા નથી; ફક્ત તે ઘટનાઓનું સામ્ય જુદી જુદી સૌ સૌની પદ્ધતિએ કેવી રીતે લીધેલ છે તેજ અહીં બતાવવા માંગીએ છીએ.
ગહરણ શ્રી મહાવીર સ્વામી માટે જૈન શાસ્ત્રમાં લખેલ છે કે અભદત્ત બ્રાહ્મણની સ્ત્રી દેવાનંદાની કુંખમાં શ્રી મહાવીરને ઉત્પન્ન થએલા જોઈને ઇનિગમેલી દેવ પાસે તે ગર્ભનું હરણ કરાવી ક્ષત્રિયકુંડમાં સિદ્ધાર્થ રાજાની સ્ત્રી ત્રિશલા રાણીની કુંખમાં મૂકાવ્યા અને ત્રિશલા રાણીને પુત્રીગર્ભ દેવાનંદાની કુંખમાં મૂકાવ્યો