________________
ભારતવર્ષના ચાર મહાપુરુષો
લેખકઃ મુનિ ચારિત્રવિજ્યજી આ ભારતવર્ષમાં મુખ્ય ચાર મહાપુરુષો થયા છે. એ ચારમાંથી રાશી સંપ્રદાય અને રાશી ગ૭ ઉપન્ન થયા છે. એમાંથી પણ નવા નવા નાના નાના પંથે નીકળ્યા છે. જેમ નદીનું મૂળ નાનું હોય અને પાણું સ્વચ્છ હોય એ મૂળમાં કઈ જાતની પણ ભેલસેલ ન હૈય; પરંતુ જ્યારે એ જ મૂળમાંથી નીકળેલી નદી આગળ વધે છે ત્યારે તે વિસ્તારને પામતી જાય છે. વળી બીજી અનેક નાની નાની નદીઓ ભેગી થવાથી એ નદીને પટ વિશાળ બની જાય છે અને અનેક ઝાડનાં મૂળ અને પાનાંથી તથા અનેક મનુષ્ય તિર્યંચના મળમૂત્રથી તે નદીનું પાણી રવચ્છ છનાં વિકૃતિને પામી જાય છે. છેવટ એ નદી દરિયામાં જઈને મળે છે.
એવી જ રીતે મહાપુરના મૂળ સિદ્ધાંતિ શુદ્ધ અને સ્વચ્છ હોય છે પરંતુ ધીમે ધીમે જેમ જેમ એને વિસ્તાર વધતે જાય છે તેમ તેમ એમાં અનેકે કરેલી કલ્પનાઓનું મિશ્રણ થવાથી સંપ્રદાય સ્વરે થતાં વિકૃત બની જાય છે. આવું જ આપણ ચાર પુરુષના સિહતિ માટે બનેલું છે.
ચાર મહાપુરુષ ૧ રામ, રે કૃષ્ણ, ૩ મહાવીર અને ૪ બુદ્ધ, મહાવીર અને બુદ્ધિનો ઈતિહાસ ઉપલબ્ધ છે. કેમ કે એમની ઐતિહાસિક્તા સંદેહ વિનાની છે. રામ અને કૃષ્ણના ઈતિહાસ જેવા પ્રમાણેની જરૂર છે, તેવા પ્રમાણે ઉપલબ્ધ નથી. તેઓના સંબંધમાં પરસ્પર વિરોધી અનેક કલ્પનાઓ ફેલાયેલી છે. છતાં રામ અને કૃષ્ણનું વ્યક્તિત્વ એટલું બધું વ્યાપક અને ગંભીર છે કે પ્રજાના વિચારમાં, એ બે મહાપુરુષ સાચા ઐતિહાસિક પુરુ હતા એમ મનાય છે. વિદ્વાને અને સંશોધક પુરુષે ઐતિહાસિક વિષયમાં ભલે વાદવિવાદ અને ઉહાપોહ કર્યા કરે પરંતુ એના પરિણામનું ફળ કંઈ પણ નથી. કેમકે લેકના મનમાં એ પુરુષોના વ્યક્તિત્વની છાપ એટલી બધી સુદત પડી ગઈ છે કે તેઓ કોઈ વાત કબૂલ કરે તેમ નથી. એ બન્ને મહાપુરુષે જનતામાં ખૂબ માનનીય મનાય છે. આમાં અમને એમ લાગે છે કે એમનાં ચરિત્રે ખૂબ અલૈકિક-અદ્દભૂત કલ્પનાઓથી ભરેલાં હોવાથી લેકનાં મન ઉપર તેની અસર ખૂબ થએલી છે.
શ્રી મહાવીર અને બુદ્ધ શ્રી મહાવીર અને બુદ્ધ એ ત્યાગી પુરુષ થયા છે. કેમકે એમના સમયમાં એમને વિકાસ અસાધારણ હતા. વળી એ પુરુષોની ક્રિયા અને તપશ્ચર્યા અપૂર્વ હતી. એથી એમના સદગુણેની છાપ મનુષ્ય ઉપર ખૂબ પડેલી. એથી મનુષ્યો તેમના સગુણોની પૂજા અને ઉપાસના કરતા હતા. દેવે પણ એમની પૂજા કરતા હતા. હજારો સ્ત્રી પુરુષે ક્ષમા, સંતાપ, તપ, ધ્યાન આદિ સદગુણોના સંરકાર પ્રાપ્ત થવાથી પિતાનું જીવન સાર્થક માનતા હતા.
અનેક સદ્દગુણોની પરાકાષ્ઠાએ પહોંચેલા શ્રી મહાવીર અને બુદ્ધનું ધ્યાન તથા તેમની પૂજા શ્રદ્ધાપૂર્વક દેવ અને મનુષ્ય કરતા હતા. તે મહાવિભૂતિને મનુષ્ય તરીકે તેમના ભકતોએ માનેલા. ધીમે ધીમે તેઓ ઈષ્ટદેવ તરીકે મનાયા.
પૂજમાં તફાવત શ્રી મહાવીર અને બુદ્ધ તપશ્ચર્યા, સંયમ, ત્યાગ અને જ્ઞાન વગેરે સદગુણોને લઈને પૂજાય છે. કેમકે લેકે ઉપર એમના ત્યાગની નિસ્પૃહીપણાની અને સદુબેધની ઉંચામાં ઉંચી છાપ પડેલી એટલું જ નહિ પણ તેમના ત્યાગ અને સધને લઈને ઘણા મનુષ્ય ત્યાગી બનેલા.