SearchBrowseAboutContactDonate
Page Preview
Page 52
Loading...
Download File
Download File
Page Text
________________ નારાઓએ “શ્રી પ્રસ્થાન માસિકમાં” ઘણા અંકોથી લખાતો “ખાવાયેલી નદીએ” નામને લેખ સાર્ધત વાંચવાની ખાસ સૂચના છે. એ પ્રમાણે પર્વતના સ્થાન પરાવર્તન માટે પણ વિચાર કરવા જરૂરી છે. ઘણાનું કિંવદંતી રૂપે કહેવું થાય છે કે અમુક વર્ષો પહેલાં હિંદુસ્થાનની ઉત્તર દિશામાં રહેલા હિમાલય પર્વતનું અસ્તિત્વ જ હતું નહિં. જે એ કિંવદંતીમાં સત્યતાને અંશ હોય તે સુજ્ઞ વાચકને શાસ્ત્રીય જગતની અપેક્ષાએ આધુનિક જગતના લક્ષણ્યમાં લેશ પણ શંકાને ઉભવ થવાને પ્રસંગ નહિં સાંપડે. સ્વમન્તવ્ય તરફ યુક્તિને ન દેરતાં શાસ્ત્ર ઉપર ખાસ આધાર રાખી વિચ નિશ્ચિત્તરા' એ ન્યાયે શાસ્ત્ર સિદ્ધ પદાર્થોની સિદ્ધિ થાય તે તરફ યુક્તિઓને પ્રયત્નપૂર્વક લઈ જવાય તે સર્વ પદાર્થોને સાચા અવધ સહેલાઈથી થવા સંભાવના છે. આ પ્રમાણે આધુનિક દુનીયાને શાસ્ત્રીય દુનીયા સાથે ઘણોજ સંક્ષિપ્ત વિચાર કિંવા સમન્વય કરી હવે આ લઘુક્ષેત્રસમાસ નામના ગ્રંથમાં રહેલ મૂળ વિષય તરફ લક્ષ્ય આપીએ. ૧ દ્રવ્યાનુયેગ-ગણિતાનુયેગ, ચરણકરણનુગ અને ધર્મકથાનુયોગ એ ચાર વિભાગમાં જેનસિદ્ધાંત વહેંચાયેલો છે. કેઈક ગ્રન્થ દ્રવ્યા. દ્રવ્યાનુયોગ. નાગનું પ્રતિપાદન કરે છે. કેઈ ગ્રન્થમાં ગણિતાનુયેગનું પ્રાધાન્ય જોવાય છે. કેઈ ગ્રન્થ ચરણકરણનુયાગની વ્યાખ્યાથી ભરેલો હોય છે. જ્યારે કઈક ગ્રન્થ ધર્મકથાનુયોગના વિષયથી સંપૂર્ણ જવામાં આવે છે. ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, પુલાસ્તિકાય, જીવાસ્તિકાય અને કાળ એ છ દ્રવ્યોની ભિન્ન ભિન્ન પ્રકારે જે વ્યાખ્યા તેનું નામ દ્રવ્યાનુગ કહેવાય છે. તે ઉપરાંત કાર્મણવગણના અનંતપ્રદેશી કંધે, મિથ્યાતાદિ હતુવડે એ કામણવર્ગણાના સ્કંધાને આત્મપ્રદેશો સાથે ક્ષીર નીરવદુ અભેદાત્મક સંબંધ, પ્રતિસમયે સ્વાવગાઢ આકાશપ્રદેશગત અનંતપ્રદેશી કામણવર્ગણાના સ્કે ધોનું ગ્રહણ કરવું, ગ્રહણ કરાતાં તે સ્કંધમાં લેશ્યાસહચરિત કાષાયિક અધ્યવસાય તેમ જ માનસિક, વાચિક, કાયિક ગવડે પ્રકૃતિ - સ્થિતિ અને રસની ઉત્પત્તિ થવા સાથે સ્પષ્ટ બદ્ધ નિધત્ત અને નિકાચિત એ ચાર અવસ્થાઓ ઉત્પન્ન થવી ઈત્યાદિ સર્વ વિષયોનો સમાવેશ દ્રવ્યાનુયેગમાં લગભગ થાય છે. દ્રવ્યાનુયેાગને વિષય ઘણે જ ગહન છે. તેના જાણકારો પણ ઘણું જુજ હોય છે. સિદ્ધાન્તકારનું જે વચન છે કે “વિ હૃક્ષા રદ દ્રવ્યાનુયોગની વિચારણામાં દર્શન-સમ્યક્ત્વ શુદ્ધિ થાય છે અથૉત્ સાયિક સભ્યકૃત્વ આત્મા પ્રાપ્ત કરે છે. એ વચન વિચાર કરતાં બરાબર યોગ્ય લાગે છે. ૨ ગણિતાનગ–ચંદ રાજલક, ઊર્ધ્વલોક, અધોલેક, તીલેક, અસંખ્ય દ્વીપસમુદ્રો, દેવવિમાનભુવને, સાત નારકભૂમિ, તદન્ત ગણિતાનયોગ. ગત પાથડા, નારકાવાસા, મેરૂ, હિમવંત-વેતાલ્ય-શિખરી વિગેરે પર્વતે, તે ઉપર રહેલા ફૂટ, ગંગા સિંધૂ પ્રમુખ નદીઓ
SR No.011562
Book TitleLaghu Kshetra Samasa athwa Jain Bhugol
Original Sutra AuthorN/A
AuthorRatnashekharsuri, Pratapvijay, Dharmvijay
PublisherMuktikamal Jain Mohan Mala
Publication Year1931
Total Pages669
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy