SearchBrowseAboutContactDonate
Page Preview
Page 51
Loading...
Download File
Download File
Page Text
________________ તેથી જરાપણ વિલંબ કર્યા વિના દેશોના રક્ષણ માટે નદીને સમુદ્રમાં પ્રવેશ થાય તે અર્થે કોઈ સમર્થ પુરૂષને હુકમ કરો.” આ પ્રમાણે પ્રભુની પધરામણીથી સંતુષ્ટ થયેલ તેમજ પાછળના સમાચારથી ખિન્ન થયેલ ચક્રવર્તીને પુન: ઈન્દ્ર મહારાજ જણાવે છે જે-તે ચક્રી ! શેકને દૂર કરીને સર્વ શોકને નાશ કરવામાં કારણ ભૂત એવા જિનેશ્વરને તમે વંદના કરો, અને જનુકુમારના પુત્ર મહા પરાક્રમી ભગીરથને ગંગા વાળવા માટે હુકમ કરે. એ ઈન્દ્રના વચનને સાંભળી તેનો સ્વીકાર કરી મુશ્કેલીથી આંખના આંસુ લુછી ભગીરથને બોલાવી તેની પીઠ ઉપર હાથ મુકી (તેની પીઠ થાબડી) તેને આ પ્રમાણે ચકવરી કહે છે કે-હે પુત્ર ! “દવથી બળેલા વનસરખા અમારા વંશમાં તું એક પુત્રરૂપ અંકુર અવશિષ્ટ રહેલો છે. તેથી વંશની સ્થિતિવૃદ્ધિને સર્વ આધાર તારા ઉપર છે. માટે લેકેનું રક્ષણ કરવા માટે જા અને દંડરત્નવડે ગંગાનદીને મુખ્ય પ્રવાહમાં જોડી દે.” એ પ્રમાણે હુકમ કર્યો. ભગીરથે પણ મહાન સૈન્ય સાથે એક સાથે ચાલવાવડે ગંગાને વાળવા માટે પ્રયાણ કર્યું. * * * * * * * * * * * * * * * * અનુક્રમે ભગીરથે અષ્ટાપદ પાસે આવતાં પિતાના પિતા તેમજ કાકાઓની રાખ દેખીને અત્યંત ખિન્ન થયો થકે ક્ષણવાર મૂચ્છિત થવા પૂર્વક પુન, સચેતન થયો તે નાગદેવનું આરાધન કરવા લાગ્યા. નાગેન્દ્ર પણ તેની ભક્તિથી સંતુષ્ટ થઈ તુર્ત ત્યાં આવીને કહેવા લાગે કે-હે “વત્સ! મેં તારા પિતા તેમજ કાકાઓને નાગલોકને ઉપદ્રવ કરવા માટે ઘણું અટકાવ્યા છતાં તે અટક્યા નહિં. જેથી કોધથી પરાધીન એવા મેં તેમને બાળી મુકયા, ત્યાર બાદ ઘણો પશ્ચાત્તાપ થાય તો પણ તેમાં કાંઈ વળે નહિ. એટલે હવે શું કરવું? એએની કર્મસ્થિતિ જ એવી હશે. હવે તું એ સર્વેનું મૃતકાર્ય કરે અને આ ગંગાને મુખ્ય પ્રવાહ સાથે જોડીદે.” વિગેરે શિખામણ આપી નાગદેવ સ્વસ્થાને ગયા. ભગીરથ પણ પોતાના પૂર્વજોના શરીરની ભસ્મને ગંગામાં નાખી, ત્યારથી લેકમાં પણ તે વ્યવહાર શરૂ થયે જે હજુ પણ ચાલે છે. પૂર્વ જેનું મૃતકમ કરીને દંડરર્નવડે ગંગાને મુખ્ય પ્રવાહ સાથે જોડી દીધી.” આ પ્રમાણે રાજયમાહાસ્ય તેમજ ત્રિશષ્ટિશલાકાપુરૂષચરિત્ર વિગેરેમાં વૃત્તાંત ઉપલબ્ધ થતો હોવાથી ગંગાનદીના સ્થાનનું પરાવર્તન ક્ષેત્રાદિના પરાવ- થયું હોય એમ માનવામાં કઈ પ્રતિકૂલ તર્ક હોવાનું જણાતું નથી. નમાં થતી શંકા જણાવવાનો આશય એજ છે કે કોઈ કઈ પ્રસંગે તેવા દેવિક સંયેએને નિરાસ. ગોમાં ક્ષેત્રની–નદીઓની સ્થાન પરાવૃત્તિ થઈ હોય તો તેમ બનવું જરાપણ અસંભવિત નથી. ગયા શીયાળામાંજ બીહારએીસા પ્રદેશમાં થયેલ ભૂકંપના કારણથી ગંડકી નદીને પ્રવાહ સે માઈલ દૂર ચાલી જવાનું કહેવાય છે. એ શું ક્ષેત્ર પરવૃત્તિમાં પુરા નથી? નદીઓના સ્થાનમાં કેટલાં કેટલો વિલક્ષણ ફેરફાર થયો છે તે જાણવાની અભિલાષા રાખ
SR No.011562
Book TitleLaghu Kshetra Samasa athwa Jain Bhugol
Original Sutra AuthorN/A
AuthorRatnashekharsuri, Pratapvijay, Dharmvijay
PublisherMuktikamal Jain Mohan Mala
Publication Year1931
Total Pages669
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy