SearchBrowseAboutContactDonate
Page Preview
Page 249
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૮ શ્રી લધુ ત્રસમાસ વિસ્તરાર્થ સહિત અંદર પ્રવેશ કરી એક જન ગયા બાદ પાછળ આવતા સૈન્યના પ્રકાશને અર્થે ખડી સરખા કાકિણી નામના રતવડે પહેલું પ્રકાશમંડળ દક્ષિણ દ્વારના પૂર્વદિશિતરફના કમાડઉપર આલેખ-ચિતરે. બીજું મંડળ પશ્ચિમ કમાડના એક જન બાદ પહેલાની બરાબર સન્મુખ આલેખે. ત્યારબાદ ત્રીજું મંડળ પૂર્વકમાડની પાછળના તટ્ટકલ ઉપર ઉઘાડેલા કમાડની કિનારી પાસે આલેખે, ચોથું મંડળ પશ્ચિમકમાડના તટ્ટક ઉપર ઉઘડેલા કમાડની કિનારી પાસે આલેખે. પાંચમું મંડળ પૂર્વ તટ્ટક ઉપર ત્રીજામંડળથી એક જનને અન્તરે આલેખે, ત્યારબાદ છઠ્ઠ મંડળ પશ્ચિમ પણ પશ્ચિમટ્ટક ઉપર ચેથાથી એક જન દર પાંચમાની સન્મુખ આલેખે. ત્યારબાદ સાતમું મંડળ પર્વતની પૂર્વભીંત ઉપર અને આઠમું મંડળ પશ્ચિમભીંત ઉપર તટ્ટકની પાસે આલેખે. એ રીતે એકેએક જનને અન્તરે ૪૯મંડળ પૂર્વદિશિમાં અને ૪૯ મંડળ પશ્ચિમદિશામાં મળી ૯૮ પ્રકાશમંડળો ચિતરે, જેથી પૂર્વ દિશામાં દક્ષિણ કમાડઉપર ૧ દક્ષિણુટ્ટકઉપર ૨, ત્યારબાદ ભિત્તિઉપર ૪૩, ત્યારબાદ ઉત્તરદ્વારના તદ્દઉપર ૨ અને કમાડઉપર ૧ મળી ૪૯ મંડળ થયાં, તેવી જ રીતે પશ્ચિમદિશામાં પણ બરાબર સન્મુખ ૪૯ મંડળ હોય. પ્રકારાન્તરે ૪૯ પ્રકાશમંડળે છે ઉપર કહેલી પ્રકાશમંડળની રીતિ શ્રીમલયગિરિજીકૃત બ્રહક્ષેત્રસમાસની વૃત્તિ વિગેરેમાં કહી છે, પરંતુ શ્રી આવશ્યકની બૃહદવૃત્તિ વિગેરેમાં આ પ્રમાણે કહ્યું છે કે ગુફામાં પ્રવેશ કરતે ભરત ચક્રવતી પાછળના સેન્યાદિકને પ્રકાશ કરવાના કારણથી દક્ષિણદ્વારના પૂર્વકમાડઉપર ૧ યેજનવજીને બીજા જનના પ્રારંભમાં પહેલું મંડળ આલેખે, ત્યારબાદ મૂત્રિકાની રીતે ઉતરતાં પશ્ચિમકમાડના તદૃઉપર ત્રીજા જનના પ્રારંભમાં ૨ જું મંડળ આલેખે. પુન: ગેમૂત્રિકા પદ્ધતિએ આગળ ખસતાં ત્રીજું મંડળ પૂર્વદૃકઉપર ચોથા ભેજ ૧ બે રોજન પહોળા કમાડની પાછળ ચાર ન લાંબે પહોળો કમાડને આગળ વધતાં અટકાવે એ ભિત્તિભાગ જે મૂળભિત્તિથી જૂદે પણ લાગેલે હેય છે તે તાદક વા તેદક કહેવાય. એ ગમૂત્રિકા આકાર કહેવાય. અર્થાત બળદ ચાલતાં ચાલતાં પ્રસ્ત્રવણ કરે ત્યારે જે આકારે ભૂમિ ઉપર પડે તે આકાર,
SR No.011562
Book TitleLaghu Kshetra Samasa athwa Jain Bhugol
Original Sutra AuthorN/A
AuthorRatnashekharsuri, Pratapvijay, Dharmvijay
PublisherMuktikamal Jain Mohan Mala
Publication Year1931
Total Pages669
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy