SearchBrowseAboutContactDonate
Page Preview
Page 247
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૬ શ્રી લઘુ ક્ષેત્રસમાસ વિસ્તરાર્થ સહિત. કિનારે સ્થળ ઉપર આવી જાય છે, પરંતુ નદીમાં તે વસ્તુ રહેતી નથી, માટે એનું નામ મગ્ન-ડુબેલી એ અર્થને સત્ ઉપસર્ગ પ્રતિપક્ષી અર્થરૂપે લાગવાથી] ૩મ–ઉપર રહેતી વસ્તુવાળી નદી એ નામ સાર્થક છે એ ઉન્મગ્ના નદીથી પુન: બે યોજન દૂર ઉત્તર તરફ જઈએ ત્યારે એવાજ સ્વરૂપવાળી બીજી નદી ત્રણ જન વિસ્તારવાળી ૧૨ યેાજન લાંબી અને પૂર્વ કડાહમાંથી નિકળી પશ્ચિમકડાહની નીચે થઈને સિંધુમહાનદીને મળતી નિમમ નામની નદી છે, આ નદીના જળનો સ્વભાવ એવો છે કે–એમાં તૃણ કાઇ પત્થર મનુષ્ય આદિ જે કંઈ વસ્તુ પડે તે તરવા જેવી હલકી હોય તો પણ ત્રણવાર હણાઈ હણાઈને નીચે ડુબી જાય છે, એ પ્રમાણે કોઈપણ વસ્તુ એ જળમાં તરતી નથી તેમ જળથી હણાઈને બહાર સ્થળ ઉપર પણ આવતી નથી માટે એનું એ નામ સાર્થક છે. કારણ કે “ જેને વિષે પડેલી કોઈપણ વસ્તુ નિમજજતિ-ડુબી જાય તે નિમગ્ના એ વ્યુત્પત્તિ છે. એ પ્રમાણે પશ્ચિમદિશામાં આવેલી તમિસા ગુફાની બે નદી કહી. એ ભરતક્ષેત્રના તારામાં પૂર્વ દિશાએ ચંરગત ગુફામાં પણ દક્ષિણકારથી ૨૧ જન દૂર જતાં પહેલી ઉન્મગ્ના અને બે એજનને અંતરે બીજી નિમગ્ના નદી આવે છે, પરન્તુ તફાવત એ છે કે–આ નદીઓ ગુફાની અંદરના પશ્ચિમ કડાહમાંથી નિકળી ગુફામાં ૧૨ યોજન વહી પૂર્વ કડાહનીચે થઈને ગંગા નામની મહાનદીને મળે છે. એ રીતે ભરતાઢયની ગુફાની ચારનદીઓ સરખી રાવત ક્ષેત્રના વૈતાઢચની પણ ચાર નદીઓ જાણવી, પરન્તુ તફાવત એ કે--ક્ષેત્રદિશાને અનુસારે ત્યાં પૂર્વદિશાએ તમિસગુફા છે, અને પશ્ચિમદિશાએ ખંડપ્રપાત ગુફા છે, ત્યાં તમિસાની બે નદીઓ પશ્ચિમકડાહમાંથી નિકળી પૂર્વ કડાહમાં નીચે થઈને રક્તવતી મહાનદીને મળે છે, અને મંડપ્રપાતાની બે નદીઓ પૂર્વ કડાહમાંથી નિકળી પશ્ચિમકડાહમાં રક્તા મહાનદીને મળે છે. એ પ્રમાણે નિર્ગમ વિપર્યય અને સંગમનદીને વિપર્યય કહે, અને પ્રવેશમાં “ઉત્તરદ્વારથી ૨૧ જન જતાં ” એમ કહેવું. તથા ડર વિજયના ૩ર વૈતાઢમાં પણ જે મેરથી દક્ષિણ તરફના વૈતાઢય છે તેની ગુફાની નદીઓનું સ્વરૂપ ભરતતાઢયની ગુફાની નદીઓ તુલ્ય અને ઉત્તરતરફના તાઢયોની ગુફામાંની નદીઓનું સ્વરૂપ એરવતવૈતાઢયગુફાની નદીઓ તુલ્ય કહેવું. પરંતુ સંગમનદીઓમાં બહુ વિપર્યય હોવાથી વિજયનદીઆનાં સ્થાન વિચારીને પોતાની બુદ્ધિથી યથાસંભવ સંગમનદી કહેવી. એ
SR No.011562
Book TitleLaghu Kshetra Samasa athwa Jain Bhugol
Original Sutra AuthorN/A
AuthorRatnashekharsuri, Pratapvijay, Dharmvijay
PublisherMuktikamal Jain Mohan Mala
Publication Year1931
Total Pages669
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy