SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ સૂરીશ્વરજીની ધર્મરંગી નાબતને રાજર્ષિ બિરૂદથી અલંકૃત કરવા કાજે મુખ્યમંત્રી માનસિંહજી સહિત, ધ્રાંગધ્રા નરેશ શ્રી ઘનશ્યામસિંહજી જેનગુરૂ મંદિરે (ઉપાશ્રયે ) પધાર્યા, એ સૂરીશ્વરજીની વિશ્વવિખ્યાત તત્ત્વજ્ઞાનની સુધા સરિતામાં સ્નાન કરી ગેહલવાડમાં ગોહીલ રાજમંડળ પતિતપાવન થયું. સૂરીશ્વરજીની વૈરાગ્યમય દુદું ભિનાદના પૂજન ડઈ તાલુકાના ઠાકરશી મેટાબાવા તથા મેતીસિહજી સહિત પ૦૦ ક્ષત્રિઓએ કર્યા. કે જેઓએ યાવત જીવનપર્યત શિકાર, માંસ, દારૂ વ્યસનાદિ ત્યાગના વ્રત સૂરીશ્વરજીની સાક્ષીએ ઉચ્ચરી, વ્રતપાલનની ભીષ્મપ્રતિજ્ઞા લીધી. સૂરીશ્વરજીની વાવીણાનાં સૂરે સુરત જીલ્લાના આ૦ કલેકટર મીમાસ્ટરના હદયમાં, તેમજ ઉનાના દરબારમંડબના અંતરમાં, જેનદર્શનના તાત્વિક સિદ્ધાંતને તનમનાટ મચાવી મુગ્ધ કર્યા. ચર્ચાસ્પદ વિષયમાં-દેવદ્રવ્ય, દીક્ષા, લાલન-શિવજી પ્રકરણાદિ, વિવાદગ્રસ્ત વિષયોમાં અનેક આગમિક શાસ્ત્રાધાર ખડા કરી જેન સમાજમાં સૂરીશ્વરજીએ તેમની લાક્ષણિક ચાકચિક્યવૃત્તિથી, સામા વિરોધપક્ષનાં હદ હરી લીધાં હતાં. જૈનાગમના અખંડ અભ્યાસીઓની નાનકડી નામાવલીમાં એ પ્રથમ પંકિતમાં સન્માનાએલા સૂરીશ્વરજીની દેવિક દેશનાશક્તિ સમીપ અદ્યાપિ ભારતવષ જેનોનાં શિર ઉમંગભેર મુકે છે. ધર્મરસિક પુણ્યાત્માઓને તો સૂરીશ્વરજીનાં પ્રતિબિંબના પડછાયાનો વિગ પણ અસહા થઈ પડે છે. એ તો અનુભવ સિદ્ધ ઉક્તિ છે. જીવનની વૃદ્ધિગત અવસ્થામાં પણ સૂરીશ્વરજીને શાસ્ત્ર જ્ઞાનાભ્યાસને વિદ્યુત વેગ પંડિતને પણ પ્રેરણારૂપ છે. જેનાગમના નિષ્ણાત એવા) આરિસાભુવનમાં વિરાજતા સૂરીશ્વરજીની જિનાજ્ઞારાધક ચારિત્ર પરાયણતાના ચમત્કારથી અંજાઈ, સ્વસ્થ ગુરૂ દેવ બાલબાચારી આચાર્ય શ્રી વિજયકમલ સૂરીશ્વજીએ, પૂ. મુનિરાજ મોહનવિજયજીને, સંવત્ ૧૭૩ના માઘ શુદિ ૬ના દિને પંન્યાસપદથી વિભૂષિત કર્યા જોતજોતામાં પંન્યાસજીની શાસનરક્ષક સ્તંભ તરીકેની યેગ્યતા નિહાળી, માત્ર સાત વર્ષના અંતરેજ, તપગચ્છાધિપતિ અખંડબાલબહ્મચારી શાસન સમ્રાટ શ્રીવિજયનેમિ સૂરીશ્વરજી મહારાજશ્રીએ સંવત ૧૮૦ના માઘ વદિ દશમીના માંગલિક સમયે પંખ્યાસજી શ્રી મેહનવિજયજીગણીને સર્વોત્કૃષ્ટ આચાર્ય પદથી અલંકૃત કર્યા.
SR No.011562
Book TitleLaghu Kshetra Samasa athwa Jain Bhugol
Original Sutra AuthorN/A
AuthorRatnashekharsuri, Pratapvijay, Dharmvijay
PublisherMuktikamal Jain Mohan Mala
Publication Year1931
Total Pages669
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy