SearchBrowseAboutContactDonate
Page Preview
Page 66
Loading...
Download File
Download File
Page Text
________________ અથ શ્રી નવ તત્વ વિવેકી સમષ્ટિ એ નવ પદાર્થ જેવા છે તેવા તથારૂપ બુદ્ધિ પ્રમાણે ગુરુ આમ્યાનથી ધારવા તે નવ તત્વના નામ કહે છે. ૧. જીવતવ, ૨. અજીવતત્વ, ૩. પુણ્યતત્વ ૪. પાપત, ૫. આશ્રવતત્વ ૬. સંવરતત્વ, છ, નિજતત્વ, બંધતત્ત, ૮ મેક્ષતત્વ. વ્યવહારનયે કરી જે શુભાશુભ કમેને કર્તા હર્તા તથા ભક્તા છે અને નિશ્ચય ન કરી જ્ઞાન, દર્શન તથા ચારિત્રરૂપ નિજગુણને જે કત તથા લેતા છે અથવા દુઃખ સુખ જ્ઞાનેગ લક્ષણવંત ચેતના સહિત હેય તથા પ્રાણ ધારણ કરે તેને પ્રથમ જીવતત્વ કહીએ, તેથી વિપરીત જે ચેતનારહિત, જડરવભાવવાળ હોય તેને બીજું અજીવતવ કહીએ, જેણે કરી શુભ કર્મના પુણ્યને સંચય થવાથી સુખને અનુભવ થાય છે તેને ત્રીજું પુણયત કહીએ; તેથી વિપરીત જેણે કરી અશુભ કર્મના પાપને સંચય થવાથી દુખને અનુભવ થાય છે તેને ચોથું પાપતવ કહીએ, જેણે કરી નવાં કર્મ બંધાય છે. શુભાશુભ કાંપાદાન હેતુ હિંસાદિક તેને પાંચમું આશ્રવતત્વ કહીએ, જેણે કરી આવતાં કર્મ રોકાય અથાત પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિ તેણે કરી જે આશ્રવનું રૂંધન કરવું તેને છઠું સંવરતત્વ કહીએ. જેણે કરી આત્મપ્રદેશમાંથી દેશથકી કર્મ જુદાં થાય છે. અથવા પૂર્વે કરેલાં કર્મો જે ક્ષય થાય છે એટલે તપ પ્રમુખે કરી કર્મનું નિર્જરવું થાય છે તેને સાતમું નિર્જરાત કહીએ, જે નવાં કમેનું ગ્રહણ કરીને તેની સાથે જીવનું બંધન થવું. ક્ષીર નીરની પેઠે મળી જવું તેને આઠમું બંધતત્વ કહીએ; અને જે આત્મપ્રદેશથકી સર્વથા કમેને ક્ષય થવે તેને નવમું મેક્ષત-વ કહીએ જે નવ તત્વરૂપ વસ્તુનું યથાસ્થિત સ્વરૂપ જે પ્રમાણે સિદ્ધાંતને વિષે કહ્યું છે તેમજ સમષ્ટિ ને એ નવતત્વ તે “” પરિજ્ઞાએ કરી જાણવા યોગ્ય છે અને કેટલાક પ્રત્યાખ્યાન પરિજ્ઞાએ કરી છાંડવા ગ્ય છે. એ નવતત્વ માંહેલા જીવ અને અજીવ એ બે તત્વ માત્ર જાણુવા ગ્ય છે; પુણ્ય, સંવર નિર્જ અને મોક્ષ એ ચાર તત્વ ગ્રહણ કરવા યોગ્ય છે, પરંતુ એમાંનું પુણ્યતત્વ વ્યવહાર કરી શ્રાવકને ગ્રહણ કરવું યેગ્ય છે; અને નિશ્ચયનયે ત્યાગ કરવું એ યેગ્ય છે, તેમજમુનિને ઉત્સર્ગો ત્યાગ કરવું યોગ્ય છે અને અપવાદે ગ્રડણ કરવું યેગ્ય છે તથા પાપ, આશ્રવ અને બંધ એ ત્રણ તાવ તે સર્વથા સર્વને ત્યાગ કરવા ગ્ય જ છે. એ નવતત્વનાં નામ કહાં અન્યથી સંક્ષેપથી તે જીવ અજીવ એ બે તત્વ જ શ્રી ઠાણગમાંહે કહ્યાં છે. કેમકે જીવને પુણ્ય તથા પાપને સંભવ છે તથા કર્મને બંધ પણ તાદાત્મક છે અને કર્મ જે છે તે પુગલ પરિણામ છે અને પુગલ તે અજીવ છે તથા આશ્રવ જે છે તે પણ મિથ્થા દર્શનારૂપ ઉપાધિએ કરી જીવને મલિન સ્વભાવ છે એ
SR No.011561
Book TitleJain Gyan Sagar
Original Sutra AuthorN/A
AuthorShamji Velji Virani
PublisherShamjibhai Veljibhai Verani Rajkot
Publication Year1963
Total Pages431
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy