SearchBrowseAboutContactDonate
Page Preview
Page 50
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૯ શ્રી ખામણા ' સુમાણસે, પિયદેસણું, સુદૂસણે, આમેહ, સુપડિબ, જસોધર, તેની ત્રણ ત્રિક છે. તેમાં પહેલી ત્રિકમાં એકસો અગિયાર વિમાન છે, બીજી ત્રિકમાં એક સાત વિમાન છે, અને ત્રીજી ત્રિકમાં એકસો વિમાન છે. ત્યાંથી અસંખ્યાતા જન ઊંચપણે પાંચ અનુત્તર વિમાન છે, તેનાં નામ-વિજય, વિયેત જયંત, અપરાજિત, સર્વાર્થસિદ્ધ તે સવાર્થસિદ્ધ મહાવિમાનની દવા શકી બાર જજન ચપણે મુકિતશિલા છે, તે મુક્તિશિલા કેવી છે ? પિસ્તાલીસ લાખ જેજનની લાંબી પહેળી. છે, માથે આઠ જનની જાડી છે, ઊતતા છેડે માંખીની પાંખથકી પાતસી છે, ઊજળી, ગેખીર, શંખ, ચંદ્ર, અંકશન રૂપાને પત્ર, મોતીના હાર, ખીરસાગરના પાણી થકી પણ અધિક ઊજળી છે. સિદ્ધશિલા ઉપર ઊંચપણે એક જે જન તેને છેલ્લા ગાઉના છટ્ઠા ભાગને વિષે સિદ્ધભગવંતજી બિરાજી રહ્યા છે. તે સ્વામી કેવા છે ? અવળું અગધે, અરશે, અફાસે, અમૂર્તિઓ, અવિનાશી, ભૂખ નહિ, દુખ નહિ, રેગ નહિ, શેક નહિ જન્મ નહિ, મરણ નહિ, કાયા નહિ, કર્મ નહિ, અનંત અનંત સુખની લહેરમાં બિરાજી રહ્યા છે. તમે સ્વામી ત્યાં બિરાજે છે, હુ અહીં બેઠો છું. તમારે જ્ઞાન, દર્શન સંબંધી અવિનય, અશાતના, અભક્તિ, અપરાધ કર્યો હોય તે મન, વચન, કાયાએ કરી હાથ જોડી મસ્તક નમાવી ભુજ ભુજે કરી ખમાવું છું. (તિંફખુત્તને પાઠ ત્રણ વખત કહે) ત્રીજા ખામણ ત્રીજા ખામણા પંચમહાવિદેહ ક્ષેત્રને વિષે જ્યવંતા કેવળી ભગવાન બિરાજે છે. તે જઘન્ય બે ઝાડ કેવળી, ક્યૂટા નવ ઝાડ કેવળી તે સ્વામી કેવા છે? મારા તમારા મનની વાત જાણી દેખી રહ્યા છે, ઘટઘટની વાત જાણી દેખી રહ્યાં છે, સમય સમયની વાત જાણી દેખી રહ્યા છે, ચૌદ રાજલેક હસ્તામલકવત જાણું દેખી રહ્યા છે, અનંત જ્ઞાન છે, અનંત દર્શન છે, અનંત ચારિત્ર છે, અનંત તપ છે; અનંત વીર્ય છે, અનંત ધીરજ છે, પટે ગુણે કરી સહિત છે, ચાર કર્મ ઘનઘાતી ક્ષય કર્યા છે, ચાર કર્મ પાતળા પાડ્યાં છે, મુક્તિ જવાના કામી થકા વિચારે છે, ભવ્ય જીવના સંદેહ ભાંગે છે, સગી સશરીરી, કેવળજ્ઞાની, કેવળ દર્શની છે, યથાખ્યાત ચારિત્રના ધરણહાર છે, લાયક સમક્તિ, શુકલધ્યાન, શુકલેશ્યા, શુભધ્યાન, શુભગ, પંડિતવીર્ય એ આદ અનંત ગુણે કરી સહિત છે, ધન્ય તે સ્વામી, ગામ, નગર રાયહાણ, જ્યાં જ્યાં સ્વામી દેશના દેતા થકા વિચરતા હશે ત્યાં ઈસર, તલવર, માર્કેબિય, શેઠ, સેનાપતિ, ગાથાપતિ, સ્વામીની દેશના સાંભળી કર્ણ પવિત્ર કરતા હશે, અશનાદિક ચૌદ પ્રકારનું દાન દઈ કર પવિત્ર કરતા હશે, તેને ધન્ય છે, સ્વામીનાથ, તમે પંચ મહાવિદેહ ક્ષેત્રને વિષે બિરાજે છે. હું અપરાધી, દીન, કકર, ગુણહીને અહીં બેઠો છું. તમારાં જ્ઞાન, દર્શન ચારિત્ર, તપ સંબંધી અવિનય, અશાતના, અભક્તિ, અપરાધ કર્યો હોય તે મન, વચન, કાયાએ કરી હાથ જોડી મસ્તક નમાવી ભુજ ભુજ કરી ખમાવું છું. (તિફખુત્તોને પાઠ ત્રણવાર કહે.)
SR No.011561
Book TitleJain Gyan Sagar
Original Sutra AuthorN/A
AuthorShamji Velji Virani
PublisherShamjibhai Veljibhai Verani Rajkot
Publication Year1963
Total Pages431
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy