________________
કઈવાર ચાર પ્રકરણ લખવાનાં શરૂ કર્યા. જેમ પ્રકરણ લખય, તેમ પૂજ્ય ગુરુદેવની સેવામાં મેકલાવતા હતાં. પૂજ્ય ગુરૂદેવ વાગે, પૂ. ગુરુદેવ પ્રોત્સાહન આપતાં રહ્યા અને જાપ દરમ્યાન પચાસ પ્રકરણ લખાયાં. આમ, પ્રકરણની સંપૂર્ણ કેપી સાધી અડ્ડતપદ્માથીજીએ કરી અને અમે પૂજ્ય ગુદેવને વંચાવતાં રહ્યાં.
શ્રી દશવૈકાલિક સૂત્ર અગેનું મારું આકર્ષણ પચીસ વર્ષ પુરાણું હતું.
ગુરુ મુખે વાચના વિ. સં. ૨૦૧૦ નું ચાતુર્માસ સિદ્ધક્ષેત્ર પાલીતાણામાં. અમારા પૂજ્ય ગુરુદેવે પૂ રત્નસૂલાશ્રીજી મ. સા. અને મને દશવૈકાલિકની વાચના આપવાને પ્રારભ કર્યો. વાચનાના પ્રારંભમાં પૂજ્ય દાદાગુરુદેવના આશીર્વાદ લેવા ગયા. પૂજ્ય દાદા ગુરુદેવે શુભાશિષ આપી. કહ્યું, “દશવૈકાલિક સૂત્ર પરમ પવિત્ર આગમ છે. પૂ. સેન સૂરીશ્વરજી મ. દશવૈકાલિકનાં ચાર અધ્યયનને પાઠ કર્યા વગર જલપાન પણ કરતા નહિ વિક્રમ વિજય! તમને વાંચના આપશે, તમે ખૂબ ભણે.” પૂજ્ય ગુરુદેવે વિક્રમ સુરીશ્વરજી મ) હૈયાનાં હીર વહાવી જ્ઞાનનાં દાન કર્યા. ત્યારથી દશવૈકાલિકનું આકર્ષણ જાગેલ અને અમારા પૂ. દાદા ગુરુદેવે અંતિમ અવસ્થામાં શ્રી ઉત્તરાધ્યયન સૂત્રને ખૂબ પ્રધાનતા આપી હતી, તેથી આ બે આગમ ઉપર અને આકર્ષણ રહ્યું છે.
અમારાં અનંત ઉપકારી તીર્થંકર પરમાત્માનાં પુણ્યની સ્મૃતિસમા દાદા ગુરુદેવ લબ્ધિસૂરીશ્વરજી મ. સા., પૂ. દાદા ગુરુ દેવની પુનિત નિશ્રાથી મારે સંયમને શૈશવકાળ ધન્ય બને. પૂજ્યશ્રીની સ્મૃતિ થતાં શૈશવકાળનાં બાર વર્ષ (સંયમજીવનનાં આંખ સામે તાદશ થાય છે. આ અશ્રુથી સભર બની જાય છે..