________________
૬૮]
જીવન એ સુખદુઃખની સંતાકૂકડી છે.
કર્તવ્ય બજાવવાના સ્વભાવવાળો બન. પ્રકૃતિ કયારે પણ સમયની મર્યાદા ચૂકે છે?
વર્ષાના સમયે જ મેઘ ઘટા, ઉનાળાના સમયે જ તડકા અને ઠંડીની ઋતુમાંજ ઠંડી.
પ્રકૃતિના બાલસમા વૃક્ષોએ કયારે ય આળસ કરી છે? પુષ્પાએ કયારે પ્રમાદ કર્યો છે? સૂર્યોદય થયે પુછપ વિકસિત થયા. સૂર્યાસ્ત થયે પુષ્પ બીડાઈ ગયા. પ્રાતઃકાળ થયે પક્ષીના મધુર કલરવ શરૂ થઈ ગયા. દેવમંદિરમાં ઘંટનાદ થયે. પ્રકૃતિ અને પ્રકૃતિજીવી કહે છે અમારે જગત સાથે શુ લેવા દેવા ?
માનવ મોડે વહેલો ઉઠે–સુએ-માનવ મેડે વહેલે ખાય પણ આ તે સહજ અને નિત્ય નિયમિત.
સાધુ શુ પ્રકૃતિવી! તું તો પ્રકૃતિ વિજયી! તારી જીવન પ્રણાલી અદ્દભૂત.
ધર્મ આચરવાના સમયે તું સ્વાધ્યાયી બનવાની પૂન ના રાખે. સ્વાધ્યાયના સમયે નિંદ ના લે. ક્ષમાના સમયે આક્રમણ ન કરે. અને મા–એનની આબરૂ લૂંટાતી હોય ત્યારે “ક્ષમા વીરસ્ય ભૂષણમૂ”નું ખોટું બખ્તર ના પહેરે.
ગુરૂ ગૌતમસ્વામીના જે બન. આજ્ઞા પાલનના સમયે પ્રશ્ન ના કર. પણ પૃછા નામને સ્વાધ્યાય કરતો હોય ત્યારે વાકાનું સમાધાન કર અને પ્રશ્ન પરંપરાની શ્રેણિ ખડી કર.
જ્યાં શ્રદ્ધાથી સ્વીકારવાનું હોય ત્યાં શરણાગતિ સ્વીકાર. દ્વિદળ સમજવા માટે કઠળ સમજવા માટે તું ખૂબ નાને બાળક છે. તીર્થકર ભગવંત ઉપર શ્રદ્ધા રાખી સ્વીકારી લે. પણ જ્યારે ન્યાયને અભ્યાસ કરે ત્યારે બુદ્ધિના મેદાનમાં