________________
શ્રી આચારાંગ સૂત્ર ચિતનિકો :
*
[ ૧૭
સંયમનું શુદ્ધ પાલન પ્રમાદ દૂર થાય તે જ થાય,
શાસ્ત્ર કહે છે–વિષય–કષાયપ્રસાદની ભાવના તે આર્તતા.
વિષયી, કષાયી, પ્રમાદી પિતાની ભાવના પૂર્ણ કરવા છએ જવનિકાયને નાશ કરે. પ્રમાદને પરાધીન બની સાધુ પુજ્યા–પ્રમજ્યા વગર બેસવા જેવી ભૂલ કરી દે તે શું થાય? દ્રવ્ય હિંસા થાય પણે ખરી અને ન પણ થાય પણ ભાવહિંસા તો થાય જ. ભાવહિંસામાં દયાને પરિણામ જ ન હેાય.
શ્રી આચારાંગ સૂત્ર તે સાધુ ભગવતેની માતા કરતાં પણ અધિક કાળજી લે છે. છકાયનો હિંસક સતાપક-દુઃખદાયક કેણ બને ? આતધ્યાની. - સાધુ એટલે છકાયને રક્ષક, પાલક, વાત્સલ્યવાહક
છકાયની રક્ષાના વ્રતન, પાલન કરવા હશે, જતન કરવાં હશે તે આતધ્યાનના નિમિત્તને દૂરથી જ ત્યજવા પડશે. આર્તધ્યાનની આ ભયંકરતા. તે પછી રૌદ્રધ્યાનની ભયંકરતાને વિચાર આવતાં કરુણશીલ હૈયું કંપી ઊઠે જ ને ! તું પણ કરુણશીલ છે. દયાતા સહજ સ્વભાવ છે, તને વધુ શુ કહું? સાધ્વાચારના પાલન માટે જરૂરી દયાગુણને ટકાવવા આdરૌદ્રધ્યાનના નિમિત્તને દૂરથી જ ગચ્છત્તિ કરવાને વટહુકમ બહાર પાડી દેજે. નહિતર વયથી વૃદ્ધ થયેલ જેમ કચકચ કરે છે તેમ આશા, લાલસાથી ઘેરાયેલ તારું મન પણ ભયંકર ધમાલ મચાવી દેશે.
વત્સ! ! !