________________
૩ “આઉરા અસ્સેિ પરિતાતિ”
વૃદ્ધો મોટે ભાગે કચકચ અધિક કરે. નિશાસા વધારે નાંખે. દરેક બાબતમાં ખૂબ લાંબો વિચાર કરે. વધુ ચિડાય. વધુ રીસાય. વધારે ખોટું લાગે અને વધારે દીનના બતાવે. આમ કેમ?
ઉમરથી વૃદ્ધ થયેલા વૃદ્ધોને આ સ્વભાવ હેય પણ ખરે અને ન પણ હોય. વય વધવા સાથે તેમનામાં પરિપકવતા આવે, અનુભવથી ઘડાયેલ પણ હોય, પણ જે વ્યક્તિ આશા. ઝંખના, ચાહનાથી વૃદ્ધ થયા હોય તેના જેવા કેઈનેય ચિડિયે સ્વભાવ ન હોય. આશા, ઝખના, લાલચ વ્યક્તિને વૃદ્ધ બનાવે છે.
પુણય અલ્પ હોય અને તૃષ્ણા સમુદ્ર જેટલી વિશાળ હાય, આશા ઈચ્છા પૂર્ણ ન થાય ત્યારે માણસની શાંતિ નટ થઈ જાય અને માનસિક શાંતિ હણાય, એટલે માનવ દુઃખી પાગલ થાય તેની પ્રવૃત્તિ પણ પાગલ જેવી. પાગલ માનવ
જ્યાં જ્યાં જાય ત્યાં ત્યાં કઈ ને કઈ ભાંગડકંઈક ટાળે તે કરે જ. '
હે શ્રમણ ! - શ્રી આચારાંગસૂત્ર તને ખૂબ મજાની હિતશિક્ષા આપે છે. “આઉરા અલ્સિ પરિતાતિ દુઃખી સૌને પીડા કરે છે, સંતાપે છે, બાળે છે અને છેવટે પોતે જ જગાવેલ “મહાજવાળામાં ભસ્મીભૂત થઈ જાય છે.
તું શ્રમણ છે કે, સુમન છે
તારું મન પુષ્પ સમાન, પુષ્પ પમરાટ ફેલાવે, તેમ નું સાધુ પણ શુભ ભાવનાને પમરાટ ફેલાવ.