________________
૨ ] મોક્ષને અધિકારી વેશ માત્ર નહિ પણ સમભાવી આત્મા.
પ્રભુ આવે ત્યાં સદાગ્રહ આવે...જ્યાં અહંકાર આવે ત્યાં કાગ્રહ આવે,
હું કહું છું–મારો અભિપ્રાય આ પ્રમાણે છે. મારી વાત સાંભળે મને સાંભળે–મારી વાત માન–મને સન્માન આપે. આવું જેના મુખેથી વારંવાર સંભળાય તે ગમે તેટલી નમ્રતાની વાત કરતે હેય, અંજલિ કરીને પ્રણામ કરતે હોય કે પંચાંગ પ્રણામ કરીને વાત કરતો હોય પણ તે અહંકારને વારસદાર છે. વીતરાગ પરમાત્માને વારસદાર નથી. વીતરાગ પરમાત્માના વારસદાર શ્રી સુધર્માસ્વામીના શ્રીમુખે પ્રગટ થયેલું પ્રથમસૂત્ર સાધકને એક અનોખા માર્ગનું દર્શન કરાવે છે.
સુર્ય મે..એવમખાય.” “હે આયુષ્યમાન્ ! ભગવંતે આ પ્રમાણે કહ્યું છે તે મેં સાંભળ્યું છે. શ્રી સુધર્મા– સ્વામી આગમસૂત્રના પ્રારંભમાં સ્વની વાત કરતા નથી. સર્વસની વાત કરે છે. આજ સાધકને માર્ગ બતાવે છે. સર્વજ્ઞની વાત વિના આત્મદર્શન થાય નહિ. સર્વજ્ઞની વાત વિના અહંકારનું વિસર્જન થાય નહિ. અહં ભૂલવું હેય અને આત્મદર્શન કરવું હોય તેણે સર્વજ્ઞ ચરણે સમર્પિત થવું જ જોઈએ.
સુય એ મંગલકારી શબ્દ કહી રહ્યો છે જેણે ઉપદેશ સાંભળે છે તે જ ઉપદેશ આપવાને ગ્ય બની શકે છે.
“સુય' મે” કલ્યાણકારી શદ આપણને સમજાવે છે. જેણે સદ્ગુરુના ચરણે સાચી શિષ્યવૃત્તિ સ્વીકારી છે તે જ આત્મા સદ્ગુરુ બનવાને ચગ્ય છે.
શ્રી સુધર્માસ્વામીના સુખને મંગલકારી શબ્દ “સુય