________________
શ્રી આચારાંગ સૂત્ર ચિંતનીકા
[૨૫૫
છે. આ કારણે જ ગુરકલવાસમાં નિવાસ કરનાર શિષ્યની શ્રદ્ધાની શુદ્ધિ થાય છે. જ્ઞાનનું ફોત્ર અપરિમિત બને છે. ગુરૂકુલવાસમાં નિવાસ કરનાર શિષ્યની ચારિત્રમાં સ્થિરતા પ્રગટ થાય છે.
જ્ઞાની ગુરુ શિષ્યને એવા જતન કરે છે કે મહિના જહેર તેને ચઢતા નથી. કદાચ ક્યારેક મેહનો જ્વર શિષ્યને -સંતાપે છે તે ગુરજી તેને તુરત ભાવનાની ઔષધિ આપે છે. ગુરુકુલવાસમાં ગુરૂવરનું ત્યાગનું પવિત્ર સામાન્ય એટલું જાગ્રત હોય છે કે અરતિરૂપ ચારિત્ર દ્રોહીને પ્રવેશ જ મળતું નથી. ગુરુકુલવાસમાં ગુરુદેવ તે આપણું સંયમના રક્ષક બને છે, પણ પેલાં સ્થવિર ભગવંતે-વૃદ્ધ મહાત્મા સાધુની ચાલ ઉપરથી તેમના બેસવા-ઉઠવા બેલવા વિચારવાની પદ્ધતિથી સમજી જાય છે કે આ સાધુ સંયમના પાલન કરી શકશે કે નહિ? છે પણ બાળક જેવું છે. માતા-પિતાને છોડીને હજી હમણાં જ આવ્યું છે. હજી તેને કઈ વડીલની હુંફની જરૂર છે. તેની કેઈ આ સાધુ સંયમ પાલન કરવા ઈચ્છે આંગળી પકડનાર જોઈએ તેથી સ્થવિર વૃદ્ધ સાધુ કેઈ નવદીક્ષિત-બાલ-વૃદ્ધગ્લાન સાધુની સેવામાં દડી જાય છે.
નૂતન સાધુ સ્થાવર સાધુના આશ્વાસનથી આનંદ વિભોર બની જાય છે. અને સાધુ મહાત્માનું સંયમ જીવન ગુરૂકુલ વાસના પ્રભાવે પતનમાંથી ઉર્વારોહી બની જાય છે. ગુરકલવાસમાં રહેતા શિષ્ય જિન શાસનના રહસ્ય પ્રાપ્ત કરતાં આરાધના અને સાધનાના અને ગુરુના જ્ઞાનનો ખજાને પ્રાપ્ત કરી લે છે. ત્યારે ગુરુદેવ વિચારે છે “ભવિષ્યમાં મારા જ્ઞાનને આ જ વિસ્તારશે, શાસનની જવાબદારી નિભાવશે અન શાસનને પ્રભાવક પણ આ શિષ્ય થશે.” પ્રભુ શાસનના ગૌરવવંત આચાર્ય પદથી આ મહાત્માને વિભૂષિત કરો. આમ, ગુરૂકુલવાસમાં નિવાસ કરતા શિષ્ય પરમેષ્ઠિના ત્રીજા