________________
શ્રી આચારાંગસૂત્ર ચિંતનિકા
[૨૪૯
તેમ મહાપુરુષ આપણને શાસ્ત્રને રાજમાર્ગ બતાવે. વીતરાગનું વચન વીતરાગ ખુદ તિન્નાણું તાયાણું ” હેય તેમ વીતરાગ વચનના અનુયાયી મહાપુરુષ તિન્નાણું તારયાણું” બુદ્ધિના ધારક હોય.
શ્રી આચારાંગસૂત્ર એ તે પરમાત્મા મહાવીરની વાણી. તેમાં કેઈના પ્રત્યે શ્રાપ પણ ન હોય, અનુગ્રહ પણ ન હોય. સત્યમાગને પ્રકાશ હેય. જે શાસ્ત્રમાં સત્યાગને પ્રકાશ હાય તે કાલજયી ગ્રંથ બને છે. પ્રભુ ફરમાવે છે–વિતિગિચ્છા સમાવનેણું અપાણેણ ને લહઈ સમાહિ
વિચિકિત્સા પ્રાપ્ત કરેલા આત્માને સમાધિ મળતી નથી. જ્યાં આગમની પક્તિ સાંભળીશ એટલે તું તેના રહસ્યને પ્રાપ્ત કરવાને ઉત્સુક બની જઈશ. તારી જિજ્ઞાસા જાણું છું.....સમજુ છું. એટલે તારી જિજ્ઞાસાને અનુરૂપ વિસ્તૃત-વિસ્તારથી અર્થ સમજાવીશ. અધીરો ના થા.. જાગૃત થા.સાવધ થા....ઉપયેગી બને...એકાગ્ર બન...
વિચિકિત્સા એટલે ચિત્ત વિહુનિ યુક્તિ વડે-તર્ક વડે પ્રત્યક્ષ-પરોક્ષ આગમ-અનુષ્ઠાન-ઉપમાન વગેરે પ્રમાણ વડે સમજાવે છતાં સમજાય નહિ. મોહના ઉદયથી બુદ્ધિમાં ભ્રમ પેદા થાય. આ બધા મારી પાસે મોહક રજુઆત કરે છે પણ આ કંઈ સત્ય નથી. વિશ્વસનીય નથી.” ફળદાયક નથી.આ આત્મિક પરિણામ તે વિચિકિત્સા, શાસ્ત્રમાં વિચિકિત્સાને દર્શનનો અતિચાર કહ્યો છે. વિચિકિત્સા સમ્યકત્વ –શ્રદ્ધા–આસ્થા–વિશ્વાસને દુષિત કરે છે. આત્માને પરિણામ બદલાતાં મનની વિચારણું બદલાય છે. પણ હજી આચારની પ્રણાલી બદલાઈ નથી. એટલે આચાર પાળે છે. પણ આચારને પ્રાણ શ્રદ્ધા ચાલી જવાથી આચાર નિપ્રાણ બની જાય છે. વિચિકિત્સાને બીજે પણ અર્થ છે.