________________
શ્રી આચારાંગ સૂત્ર ચિતનિકા
[ ૨૦૯
ભાવના એટલે પ્રશંસાની અપેક્ષા ગુરુઓ જ્ઞાનીઓ હિતસ્વીઓ કયારેય પ્રશંસા ન કરે. અનમેદના સમયે જ થાય. તુરત ના થાય. વ્યક્તિની સામે અનુમોદના ના પણ કરે. અનુમોદના એ આંતરગુણ–આંતર સ્વભાવ છે. એટલે પ્રસંગે શિષ્યની અનમેદના સહજ ભાવે થઈ જાય. શિષ્યની પ્રશંસા ન હોય, સ્તુતિ ન હાય. પ્રશસા બહારના સંબંધની હોય. સ્તુતિ ગુરુજનની હાય. શિષ્યને પ્રેરણા કરવાની હાય. - સાધકને પ્રશસાની ભાવના પેદા થાય એટલે ગુરુ ભૂલાય અને જગત યાદ આવે. જગતની અપેક્ષા રાખવી પડે. સંસારીની અપેક્ષા એટલે જાણે-અજાણે ૧૮ પાપ સ્થાનકની અપેક્ષા. નિરવદ્ય-પાપ રહિત જીવનને સ્વામી પુનઃ સાવઘ પાપી જીવનનો ભક્તા બની જાય. એટલે જ સાધક શિષ્ય! તારે સાધના કાળમાં ખૂબ સાવધ અને એકાગ્ર રહેવાનું. શ્રી આચારાંગ સૂત્ર કહે છે
* “ને નિહણિજ વરિય.” “સંયમ જીવનમાં શક્તિને ક્યારેપણુ ગુપ્ત નહિ રાખવાની.”
આ વાક્ય સાંભળતાં જ તું કહીશ ગુરુદેવ! તમે તે મને ગુપ્ત રાખવાનાં પાઠ ભણાવતા હતા અને શ્રી આચારાંગસૂત્ર કહે છે તારી શક્તિ જાહેર કર. પ્રગટ કર. આમ શ્રી આચારાંગ સૂત્ર અને આપની વાતમાં સુમેળ કેમ નહિ? શું કારણ છે? આપની વાત અને શ્રી આચારાંગ સૂત્રની વાતમાં અટલે મેટા ફરક પડે છે. મને સમજાવવા તસ્દી લે.
હાલા વત્સ! શ્રી આચારાંગસૂત્ર અને સદ્ગુરુની વાતમાં ફરક ન પડે. શાસાભ્યાસ કરી મારી મતિ-બુદ્ધિ તે શાસ્ત્ર પરિકમિત થઈ છે. પણ હજી તારી બુદ્ધિ પરિપકવ થઈ નથી. એટલે તું શબ્દ સાંભળે અને શબ્દના અર્થ કરે. પણ મારે તને વીર વર્ધમાન સ્વામીની વાણીનું–આગમનું રહસ્ય સમજાવવું છે. ૧૪