________________
૧૫૦ 1
આંખે એટલે અંતરની પાંખે.
દર્ય જોઈ એ જ. જગની સિદ્ધિ માટે દર્ય જોઈએ તે. આત્માની સિદ્ધિ માટે શું દૌર્ય ન જોઈએ?
ૌર્ય એટલે શું? કુમાગને ત્યાગ, પ્રત્યેક પરિસ્થિતિમાં મને આ પરિબળો સાધનામાં સહાયક થશે કે વિધાયક ? સહાયક બળનું અવલંબન લઈ લે. વિધાયક બળને છેડી દે. દૂરથી જ તજી દે. આશાતના-વિરાધનાના તત્વની તરત જ શુદ્ધિ કર. અભ્યાસ—આરાધનાને આત્મસાત્ કરવા તત્પર બન. શ્રી આચારાંગ સૂત્રની અનુપમ વાત મારે તને સમજાવવી છે.
સત્ય એટલે આગામ. શ્રી જિનેશ્વર પ્રરૂપિત આગમ. સર્વજ્ઞ કથિત આગમ-શાત્ર ?
તારી સત્યની વ્યાખ્યા છે. જેવું હોય તેવું કહેવું. બસ, એમાં થેડે ફેરફાર કર.'
સત્ય એટલે જગત જેવું છે તેવું જોવું. જગતના સાચાં દર્શન પરમાત્માના ધર્મ શાસ્ત્રમાં.
જેમ જડ અને જીવ તેવું જ નિરુપણ ક્યાંય વિપરીતતા નહિ, અપૂર્ણતા નહિ. આગમને સમજવા દૌર્ય જોઈએ. આગમ પ્રમાણે જીવન ચર્યા બનાવવા પણ દૌર્ય જોઈએ. આગમના રહસ્યને પ્રાપ્ત કરવા કૌર્ય જોઈએ.
શ્રી આચારાંગ સૂત્રના એક એક સૂત્ર ખૂબ ગંભીર ચિંતન, ખૂબ મહાન સાધના માંગે છે. સમુદ્રના કિનારે ઊભાં રહીએ તે છીપલાં અને કેડા જ જોવા મળે. મરજીવા બની મહાસમુદ્રમાં ડુબકી મારીએ તો જ સાચાં રત્નના દર્શન થાય. અને રત્ન મેળવી શકાય.
શ્રી આચારાંગ સૂત્ર પણ ચિંતનને મહાસમુદ્ર છે. શાબ્દિક અર્થના કિનારા ઉપર ઉભે રહીશ તે શબ્દ કેશના. અથ જેવાં છીપલાં મળશે. આચારાંગ સૂત્રના રહસ્યાર્થી માટે