SearchBrowseAboutContactDonate
Page Preview
Page 442
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૨ રાયચકનકાવ્યમાલા , લેહરા વીરસેન. મુખ એમ સૂણુ, કુંવર કહે કરૂં કામ; પણ સવિ તાપસ જૈન મત, ધર કહે ધરિ હામ સુણિ સઘળા તાપસ ભણે. તુમે ગુરૂ તુમહિ જ વાચ: કુલપતિ સાથે જન મત, આદરશું એ સાચ. વસ્તુ મિલાવે કુંવર તવ, આડંબર બહુ કીધ; હોમ અગ્નિ મંત્રાદિક, ખેત્રપાળ બળિ દીધ. તસ દત જડી સંધાવત, કુલપતી રૂ૫ કરંત; તાપસ દેખી હરખતાં, નિજ ગુરૂ પાય નમંત. કુળપતિ કુંવરને પ્રણમીને, કહે કીધો ઉપગાર; ચિતામણું સમ મુજ દિઓ, માણસનો અવતાર નૃપ સુત તાપસ પૂછતાં, કહે કુળપતિ નિજ વાત; ગિરિપર ચલત ગગન થકી, પથંક સહ ભૂપાત. જૈન મુનિ તિહાં ધ્યાનસર, ગિરિ સુર કરતે સેવ; . મુજ ગુરૂ માથે તું ચલે, ફળ પામે કહે દેવ. સૂઅર રૂપ તારૂં હ, પલ્પકમેં બખસાય; દેવ સરપે સુઅર બન્યો, આ હું એણે હાય." પણ તે દેવે એમ કહ્યું, જે કરફ્યુ મુળ રૂપ; કન્યા દેજે તેહને, તે છે - મહટ ભૂપ. તિણે પરણો મુજ કન્યકા, દિયા જિનમત ઉપદેશ; તવ કુંવરે ઓળખાવિયે, દુવિધ ધરમ સુવિશેષ. સુણી પ્રતિબુજ્યા તાપસે, અણુવ્રત સરવ ધરત; પછે સવિ તાપસણું મળી, ગીત ધવળ ગાયત. * ખેત્રપાળ તિહાં આવિયા, સરવ સામગ્રી મિલાય; * કન્યા સણગારી કરી, આછવણું પરણુય. પત્યેક દિએ કરમોચને, સૂર કરે આવાસ; કુંવર પ્રિયાશું તિહાં રહે, સુખભર મન ઉલ્લાસ. ખેત્રપાલ અદ્રશ થયા, એક દિન સપ્તમ. માળ; નિશિ અંબરથી ઊતરી, કન્યા. રૂ૫ રસાળ. ૧૪.
SR No.011553
Book TitleRaichandra Jain Kavyamala
Original Sutra AuthorN/A
AuthorMansukhlal R Mehta
PublisherMansukhlal Mehta Mumbai
Publication Year1913
Total Pages465
LanguageGujarati
Classification
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy