SearchBrowseAboutContactDonate
Page Preview
Page 11
Loading...
Download File
Download File
Page Text
________________ ઘણું છે પણ તેમાં માગધી ભાપાના તેમ બીજા તરેહવાર શબ્દ આવે છે માટે અમે ઝાઝી કવિતા તેઓની લીધી નથી.”આ લખાણ એમ બતાવે છે કે જેન કવિની કવિતા સમજવા તે વખતે વિશેષ પ્રયત્ન થયો નથી. ? * * » જૈન કવિઓ સિવાય બીજા કવિઓનાં કાવ્યમાં અન્ય દષ્ટિએ તરે હવાર શબ્દો હોવા છતાં તે કાવ્યોને સંધએ એ કાવ્યને પ્રસિદ્ધિ આપી એનું કારણ એ હોઈ શકે કે એ કાવ્યો તેમના ધર્મને લગતાં અને ગર પરિચિત હતાં. એ સંશોધકેમાંથી કે જેને નહતા. વળી એ પણ બનવા જોગ છે કે “જૈન” પિતાને કુળધર્મ ન હોવાથી પિતાના રવાભાવિકે ધર્મ સંસ્કારને લીધે ઝટ લઈને ન સમજી શકાય એવાં જેને કાવ્યની એ સંશોધકે કદમ્ ઉપેક્ષા પણ કરી હેય. ' ' - સાહિત્યના ઉપાસકેએ ધ્યાનમાં રાખવાનું છે કે પ્રાચીન કાવ્યમાળા અને અન્ય કાવ્યદેહનાદિમાં જૈન સિવાય બીજો જે જે કવિઓનાં કાવ્યો પ્રગટ થયાં છે તેમાં શબ્દાદિ પરત્વે સમાચિત ફેરફાર સંશોધકોએ કર્યો છે; તેજ ઉચિત ફેરફાર સંશોધકે ધારત તે જૈન વિદ્વાનને આમંત્રી તેઓની સહાયતા વડે કરી શકત. ' ' . '' - કવિશ્વર દલપતરામ એમ પણ એક ઠેકાણે લખે છે કે “ ચારસે વરસ ઉપરના અને આ વખતના (સને ૧૮૭ર ના) ગુજરાતને કવિઓની ભાષામાં કંઈ વધારે ફેરફાર થયેલ નથી, પરંતુ સ્વ. સાક્ષર નવલરામભાઈ લખે છે કે “ઘણના ધારવામાં એમ છે કે ગુજરાતી ભાષા હાલ જેમ બોલાય છે તેમ નરસિંહ મહેતાના વખતથી બેલતી આવે છે પણ એ દેખીતીજ ભૂલે છે. એટલાં વર્ષ સુધી ભાષાં વિકાર ન પામે એ જનસ્વભાવ અને સઘળા દેશની ભાષાઓના ઈતિહાસથી ઉલટું છે. ” સંશોધકોએ નરસિંહ મહેતાનાં કાવ્ય સુધારીને પ્રગટ કયી જણેય છે. • ' , " - રાણકદેવી અને રખેંગારના બેલાતી દુહાઓમાં મૂળ કરતા કેટલો બધા ફેરફર થઈ ગયો છે તે નીચેના દુહાઓ પરથી જણાશે. જો કે મૂળ દુહા પણ સં. ૧૩૪૭માં રચાયેલા એક ગ્રંથમાંથી લીધા છે. તેથી ઈસ. ના ૧૧ મા શતકમાં બોલાતા ખરેખર દુહા તે તેથીપણું જૂની ભાષામાં બેલાતા હશે.
SR No.011553
Book TitleRaichandra Jain Kavyamala
Original Sutra AuthorN/A
AuthorMansukhlal R Mehta
PublisherMansukhlal Mehta Mumbai
Publication Year1913
Total Pages465
LanguageGujarati
Classification
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy