SearchBrowseAboutContactDonate
Page Preview
Page 131
Loading...
Download File
Download File
Page Text
________________ કર્મપ્રકૃતિ. ૧૧૫ - ---- - પ્રાય: નરસ અને એક સ્વરૂપ હોય છે. પુનઃ જીવ જ્યારે તે કર્મપ્રાગ્ય પુદગલેને ગ્રહણ કરે છે, તે વખતે ગ્રહણ સમયેજ કાષાયિક અધ્યવસાયવડે તે કર્મ પુદગલે સર્વ જીવથી અનતગુણ રસાવિભાગવાળા થઈ જાય છે, અને જ્ઞાનાવરણુત્વાદિ વિચિત્ર સ્વભાવે પણ ગ્રહણ સમયેજ ઉત્પન્ન થાય છે. કારણ કે જીવ અને પુદગલની શક્તિઓ અચિંત્ય છે, ને એ શક્તિઓ માનવા ચગ્ય નથી તેમ નથી. કારણ કે તેવી વિચિત્ર શક્તિ પ્રત્યક્ષ દેખાય છે, જેમકે શુષ્ક, તૃણ વિગેરે પરમાણુઓ અત્યંત નીરસ છે, તાપણુ ગવાદિ પશુઓ ગ્રહણ કરીને તથા પ્રકારના ક્ષીરાદિ રસરૂપે અને સાત ધાતુરૂપે પરિણમાવે છે. ૧ અનંતર સમયે ( ઉત્તર સમયે ) જે રસ ઉત્પન્ન થવાને છે તે રસની યોગ્યતા પૂર્વ સમયમાં ઉત્પન્ન થયેલી હોવાથી રસની ગ્યતાના અસ્તિત્વને લઈને પ્રાયઃ શબ્દ સંભવે છે. - ૨ કેટલાએકનું માનવું એવું છે કે રસ (કર્મને રસ) તે પુદગલોને નેહ વિશેષ છે. તેની વિશેષ પ્રતીતિ આ પ્રમાણે છે– ૧ કર્મરસના વર્ણન પ્રસંગે ઘણે સ્થાને સ્નેહ શબ્દ આવે છે, અને રહસ્પર્ધકના વર્ણન પ્રસંગે ઘણીવાર રસ શબ્દ આવે છે. એ પ્રમાણે પરસ્પર શબ્દસાધર્મ્સથી અનુમાન થાય છે કે સ્નેહ અને અનુભાગ (કમરસ) ને અતિ નિકટને સંબંધ હે જોઈએ, ને તેથી કર્મરસને સ્નેહવિશેષ કહેવાનું કારણ મલે છે. ૨ “કર્મની ચિકણુતા તે રસ ” એ અર્થ ઘણીવાર આવે છે ને ચિકણુતા તે સ્નેહજ છે, માટે કર્મને રસ તે સ્નેહ વિશેષ છે. ૩ પ્રકૃત્યાદિ ચારને મોદકના દ્રષ્ટાંત કહેતાં પરસ્પર સજક વૃતરૂ૫ સ્નેહને રસ કહ્યો છે, તેથી પણ સમજાય છે કે માદકમાં જેમ કણિક સજક વૃત એ રસ છે, તેમ કર્મમાં કમણુજક સ્નેહ એ રસ છે. પ્રથêરવાનું કાચ કર્મ પુદગલે સ્નેહ અને અનુભાગરૂ૫ રસ એ બે એક નથી પરંતુ ભિન્ન છે. તે ભિન્નતા આ પ્રમાણે કાર્યભેદ–કમરકને પરસ્પર જોડવા એ સ્નેહનું કાર્ય છે...અને જીવને તદનુરૂપ (જે કમને જે સ્વભાવ છે તે સ્વભાવરૂપે) તીવ્ર મંદાદિ
SR No.011548
Book TitleKarmprakruti Tika Bhashantar
Original Sutra AuthorN/A
AuthorChandulal Nanchand Shah
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1920
Total Pages667
LanguageGujarati
Classification
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy