SearchBrowseAboutContactDonate
Page Preview
Page 262
Loading...
Download File
Download File
Page Text
________________ ઈડરગઢ : ૨૧૦ : જૈન તીર્થને આવે છે અને ત્યાંથી જ અહીંના વિશાલ જૈન મંદિરની ઘુમટીઓની ઘંટડીઓના મીઠા નાદ સંભળાય છે મંદિર બહુ જ સુંદર અને ભવ્ય છે. બાવન જિનાલયનું આ ભવ્ય જૈન મંદિર પહાડ ઉપર પરમશાંતિનું ધામ છે. આત્મકલ્યાણઅર્થ મહાનુભાવે આત્મશાંતિ એકાતને આહૂલાદ અને આનંદ લેવા અહીં આવે અને લાભ થે. મંદિરજીના જીર્ણોધ્ધારનું કામ પૂર્ણ થયું છે. અત્યાર સુધીમાં બે લાખ અને ત્રીશ હજારને ખર્ચ દ્વારમાં થયેલ છે. સુંદર આરસને ભવ્ય ચેક અને બહારના એટલા ઉપરથી ઉઠવાનું મન નહિં થાય. મૂલનાયકછ શ્રી શાંતિનાથ ભગવાનની પ્રાચીન પ્રતિમા છે મૂલ મદિર શ્રી સંપ્રતિરાજાએ કરાવેલું. ત્યાર પછી વછરાજે, મહારાજા કુમારપાલે, ગવદઘવીએ, અને ચંપક શાહે ઉદ્ધાર કરાવ્યા હતા અને છેલ્લે ઉધ્ધાર હમg શ્રી વેતાંબર જૈન સંઘે કરાવ્યું છે. સામે જ સુંદર વેતાંબર ધર્મશાળા, બગીચ વગેરે છે પછવાડે ગુફા છે, આથી પણ ઉપર જતાં રણમલ્લચેનુ પ્રાચીન વેતાંબર મદિર તથા એક બીજું ખંડિયેર મંદિર વગેરે દર્શનીય છે અડીથી શ્રી કેશરીયાજીની યાત્રાએ જવા માટેની સીધી મેટર જાય છે આ સિવાય વડાવલી અને અહમદનગરના હિમ્મતનગર) સુંદર જૈન મંદિરો પણ દર્શનીય છે હિમ્મતનગરને કિલલે બાદશાહે અહમદશાહે ૧૪ર૭-૨૮ માં બધાવેલ છે. ઈડર ટેકની રાજધાનીનું શહેર છે તેમજ ઇડરથી દશ માઈલ દૂર પિસીનાજી છે તે પણ દર્શનીય તીર્થ છે. ઇડરને પ્રાચીન રાજયશ ઈડરશાં સાતમા સૈકામાં હર્ષવર્તન રાજા હ. તેનું રાજ્ય તે નાનું હતું, પરંતુ અત્યારના ઈડરનરેશ પિતાને સિસોદીયા કહેવડાવે છે. મૂલમાં આ રાજ્યની સ્થાપના ઈ. સ. ના છ સકાની મધ્યમાં વલભીપુરના શિલાદિત્ય રાજાના વંશજ ગુહાદિત્યે કરી હતી તેના વંશજો ગેહલેટ કહેવાયા અને તેમણે પાછળથી મેવાડમાં ગાદી સ્થાપી સિીિયા નામ ધારણું કર્યું જે આજ સુધી સીસોદિયા તરીકે પ્રસિદ્ધ છે. વર્તમાન ગાદીની રથાપના બાપા રાવલના હાથથી ચિત્તોડમાં થઈ હતી ઈડરગઢ ગુજરાતના પ્રસિધ્ય ગહેમાને એક કહેવાય છે અને એક સમયે આ ગઢ અભેદ્ય જેવગણને હશે માટે જ ગુજરાતમાં ગવાય છે કે “ઈડર ગઢ જીયા હે માણારાજ” તેમજ “. અમે ઈડરીયો ગઢ જીયા રે આનદ ભલા” હોંશથી ગાય છે. ઈડરગઢની વ્યવસ્થા માટે તાંબર સંઘ તરફથી શ્રી શેઠ આણંદજી મંગળજીની પેઢી(ઈડરની સ્થાપના કરવામાં આવી છે. આ પેઢી તીર્થની પૂરેપૂરી દેખરેખ રાખે છે. ઈડરગઢ ઉપરની વેતાંબર જૈન ધર્મશાળાની જમીન ઈડરસ્ટેટના મહારાજા હિમ્મતસિંહજીએ ૧૯૭૩ ન જેક શુ. ૧૧ ઈ. સ. ૧-૬-૧૯૧૭ ના શુક્રવારે ભેટ આપેલી છે જેનું જાહેરનામું ઈડરગઢના બાવન જિનાલયના જીર્ણોદ્ધારના રિપોર્ટના પૃ. ૫૪-૫૫ માં પ્રગટ થએલ છે. તીર્થ ખાસ યાત્રા કરવા લાયક છે.
SR No.011537
Book TitleJain Tirtho no Itihas
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1949
Total Pages651
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy