SearchBrowseAboutContactDonate
Page Preview
Page 261
Loading...
Download File
Download File
Page Text
________________ ઈતિહાસ ] : ૨૦૯ : ઇડરગઢ ઉપાધ્યાય શ્રી વિનયવિજયજીએ ઈન્દુતરૂપી કાવ્ય પત્ર શ્રી વિજયપ્રભસૂરિજી ઉપર લખેલ તેમાં ઈડરને ઉલ્લેખ ઇલાદુગે કર્યો છે. આવી રીતે ઈડર-ઈલામાં અનેક આચાર્યોની જન્મભૂમિરૂપ અને પ્રાચીન શ્વેતાંબર જૈન તીર્થ છે. (વિશેષ માટે જૂઓ ને યુગ, ૧૯૮૨ માગશરને અંક, ઈડરનો સંક્ષિપ્ત ઇતિહાસ પૃ.૧૪૨ થી ૧૫૧) વર્તમાન ઇડર ઈડર અત્યારે સારી આબાદીવાળું શહેર છે. જો કે અત્યારે રાજધાનીનું શહેર હિમ્મતનગર થવાથી ગામની રોનક અને આબાદીમાં થોડે ફરક પડ છે છતાંયે પ્રાચીન રાજધાની જરૂર નજરે જોવાલાયક છે. જેની વસ્તી સારી છે. વિશાલ ત્રણ માળને ભવ્ય ઉપાશ્રય છે. બીજા પણ નાના નાના ઉપાશ્રયે છે. ગામમાં સુંદર પાંચ જિનમંદિર છે. શીતલનાથજી, રીષભદેવજી, ચિતામણિજી અને બે ગોડીજીપાર્શ્વનાથજીનાં છે. ઈડર આવવા માટે અમદાવાદથી પ્રાંતીજ-ખેડબ્રહ્મા રેલવે લાઈન જાય છે. એમાં ઈડર રેલ્વે સ્ટેશન છે. ગામથી સ્ટેશન થોડું દૂર છે. શહેરમાં જવા માટે વાહન મળે છે. શહેરમાં યાત્રિકે માટે શ્વેતાંબર જન ધર્મશાળા છે. ત્યાં બધી સગવડ મળે છે. શહેરથી ઈડરગઢ-ડુંગર માઈલ દૂર છે. રસ્તામાં જતાં રાજમહેલ વગેરે આવે છે. તલાટી પાસે પહોંચતાં ડુંગર બહુ જ ભવ્ય અને રળીયામણે દેખાય છે. ડુંગર ચઢાવ લગભગ એક માઈલને છે. વચ્ચે એક સુંદર રાજમહેલ આવે છે. આગળ જતાં વિસામાનું સ્થાન - ૧. ઇડર પ્રાંતીજ અને તેની આજુબાજુમા વેતાંબરીય હુબડ જેની વસ્તી પણ સારી છે. તેઓ વાગઢની ગાદીના શ્રીપૂજ્યને માને છે. ઇડરમા વેતાંબર હબડાની વસ્તી સારી છે અને તેમના મંદિરમાં જગદગુરુ શ્રી હરવિજયસૂરીશ્વરજી અને તેમના શિષ્યવર્ગની પ્રતિષ્ઠિત સુદર દર્શનીય જિનમૂર્તિઓ પણ સારી સંખ્યામાં છે. ૨. ઈરિગઢની તળેટીમાં પણ પહેલાં શ્રી પાર્શ્વનાથજીનું મંદિર હતું. પછી આગળ જતાં “ખમણુસહી'નું સુદર જૈન મંદિર આવતું હતું. ત્યાર પછી આગળ ઉપર જતા ગુરૂશ્વર પરમાતપાસક મહારાજા કુમારપાલે બંધાવેલથી ઋષભદેવજીનું ભવ્ય મંદિર આવતું હતું. આ મંદિરનું નામ “રાજવિહાર (રાજાએ બંધાવેલુ હોવાથી) કહેવાતું. અને ત્યાંથી (રાજમદિરની પાસે જ) બાગળ ની ઇશ્વરે સુંદર જિનમંદિર બંધાવી વિ. સં. ૧૫૭૩ માં શ્રી અજિતનાથ પ્રભુની મૂર્તિની પ્રતિષ્ઠા આ. શ્રી લક્ષ્મીસાગરસુરીશ્વરજી પાસે કરાવી હતી. આ વખતે ઈડરમાં ત્રણને આચાર્ય પદવી, છને વાચક પદવી અને આઠને પ્રવતિની પદ અપાયો હતાં. આજે આ મંદિરો મુસલમાનોના હુમલાથી નષ્ટ થઈ ગયાં છે. માત્ર ઈતિહાસના સુવર્ણ પાનામામાં તેની તૈધ રહી છે. २७
SR No.011537
Book TitleJain Tirtho no Itihas
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1949
Total Pages651
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy