SearchBrowseAboutContactDonate
Page Preview
Page 296
Loading...
Download File
Download File
Page Text
________________ પિ૦૦ જૈન તીર્થ સર્વસંગ્રહ પથ્થરના એક સ્તંભને શિરોભાગ હાથ લાગ્યું, જેના ઉપર અક્ષરે ખેદેલા હતા. એ અક્ષરે પ્રાચીન બંગાળી લિપિમાં સંસ્કૃત ભાષામાં હતા. એ લેખને વિદ્વાનોએ આ પ્રકારે વાંચી બતાવ્યું છે – " रत्नत्रयी प्रमोदेना(न) सत्त्वानां हितकाम्यया । श्रीदशबलगर्भग स्तूपोयं कारितो बरः ॥" : શ્રીદશબિલ નામના મનુષ્ય ત્રણ રત્નની તુષ્ટિ વડે સમગ્ર પ્રાણીઓના હિત માટે આ મોટો સ્તુપ કરાવ્યું. એ પછી પહાડપુરના સ્તૂપનું ખોદકામ કરતાં ડે. રાખલદાસ બેનરજીએ ઘણી નવી હકીકતે પ્રકાશમાં મૂકી હતી. મૂળ સ્તૂપની ઉત્તરમાં એક મેટે તંભવાળે કેઠે મળ્યો, જેમાંથી એક સુંદર અને કળામય કૂબેર યક્ષની મૂર્તિ મળી આવી. વળી, એક શિલાલેખવાળ તંભ મળી આવ્યું પરંતુ એ શિલાલેખને પૂરે પાઠ પ્રગટ થયે નથી. છતાં જેન માર્શલે આ શિલાલેખ કનોજને પ્રતિહારવંશીય પ્રથમ મહેન્દ્રપાલદેવના સમયનો હેવાનું જાહેર કર્યું છે, જેને રાજકાળ ઈ. સ. ૮૯૦ મનાય છે. આથી પહાડપુરને આ બોદ્ધ-તૂપ, જે સોમપુરીય મહાવિહાર નામે ખ્યાતિ પામ્યું હતું તેને રચનાકાળ ઈ. સ. ની –૮ મી શતાબ્દી લેવાનું નક્કી કરી શકાય. એ પછી આ પહાડપુર સૂપના મધ્ય ભાગમાંથી એક તામ્રપત્ર મળી આવ્યું છે. શ્રીયુત કાશીનાથ દીક્ષિતે એ તાશ્રશાસનને પાઠોદ્ધાર કરી, તે ગુપ્ત સં. ૧૫૯ એટલે ઈ. સ. ૪૭૮નું હોવાનું જાહેર કર્યું. એ તામ્રશાસનમાં જણાવ્યું છે તેને અર્થ આ છે–“વટગેહલી ગામના એક બ્રાહ્મણ દંપતીએ નિર્ચથવિહાર (જેન મંદિર)ની પૂજાની સામગ્રી અને નિર્વાહ માટે અમુક ભૂમિદાન કર્યું.” આ અને બીજી સામગ્રી, ઉપરથી એમ માનવાને કારણ છે કે, પ્રથમ જૈનોએ આ સ્થાન ઉપર જેનવિહાર-જૈન મંદિર બંધાવ્યું અને તે પછી એ જ સ્થળે બૌદ્ધોએ પિતાને તૃપ ખડે કર્યો અને તે પછી બ્રાહ્મણોએ આ સ્થાન ઉપર પિતાનું મંદિર બંધાવ્યું હોવાનું મળી આવેલી મૂર્તિઓ ઉપરથી જણાય છે." ૨૭૦. ગાલપાડા (ઠા નંબર : ૯૪) આસામ પ્રાંતમાં આવેલું ગવાલપાડા નામનું પ્રસિદ્ધ શહેર બ્રહ્મપુત્રા નદીના કિનારે વસેલું છે. અગાઉ આ ગવાલપાડા જિલ્લાના નામે ઓળખાતું હતું. અત્યારે ધબડી જિલ્લામાં આ શહેર આવેલું છે. ગડી અને ગૌહત્તીથી સ્ટીમર અથવા મેટર દ્વારા અર્ધી આવી શકાય છે. બારાઈગાંવ સ્ટેશનથી ૩૨ માઈલ દૂર આ શહેર વસેલું છે. * વ્યાપારનું મુખ્ય કેંદ્ર હોવાથી કેટલાક જૈને લગભગ ૧૫૦ વર્ષથી અહીં આવીને વસી ગયા છે. પ્રસિદ્ધ સાહિત્યપ્રેમી શેઠ અગરચંદજી નાહટાની દુકાન લગભગ ૧૦૦ વર્ષથી અહીં ચાલુ છે, અગાઉ અહીં જેની સારી વસ્તી હતી ત્યારે સરકારી હુકમથી અહીંની મહાજન પટ્ટીમાં કેઈ ગોવધ કરી શકતું નહિ. તેમજ માંસ-માછલી લઈને પણ જઈ શકાતું નહિ. એ હુકમને ભંગ કરનાર કાયદેસર. શિક્ષાપાત્ર ગણતે. આ હકીકતે અહીંના સરકારી કાગળમાંથી જાણવા મળે છે. .. .. , , , , , , , આજે અહીં ૧૫ જેની વસ્તી છે અને ૧ ઘૂમટબધી શ્રી પાર્શ્વનાથ ભગવાનનું મંદિર છે. સને ૧૮૮૬ની એક થી જJય છે કે, આ મંદિરમાં મૂળનાયક શ્રીચંદ્રપ્રભ ભગવાન હતા. તે પછી શ્રી પાર્શ્વનાથ ભગવાનની મૂર્તિ સ્થાપન કરવામાં આવી. મંદિરમાં ૧ પાષાણ મૂર્તિ અને ૫ ધાતુમૂર્તિઓ વિદ્યમાન છે. 1. વિરતાર માટે જુઓઃ “ભારતવર્ષ', વર્ષ: ૨૧, ખંડ ૨, અંકઃ ૩, ઑગસ્ટ, પૃ. ૧૫૦ કાશ્ણુ, ૧૩૪૦, પૃ. ૩૯૯-૪૦માં શ્રીક્ષિતીરાચંદ્ર સરકારને લેખ,. મોર્ડન રિલ્સ, ઇ. સ. ૧૯૩૫. . . . : : : : : : : : : : ..
SR No.011536
Book TitleJain Tirth Sarva Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorAnandji Kalyanji Pedhi
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year1953
Total Pages513
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy