SearchBrowseAboutContactDonate
Page Preview
Page 280
Loading...
Download File
Download File
Page Text
________________ -૪૮૪ જૈન તીર્થ સર્વસંગ્રહ બીજી એક તીર્થકર મૂર્તિ ઈ. સ. પૂર્વેની પદ્માસનસ્થ છે. તેમાં બંને બાજુએ થઈને ૨૩ તીર્થંકરની મૂર્તિઓ કેરેલી છે. પલાંઠી નીચે પગાસનમાં બંને બાજુએ રસિંહો અને વચ્ચે ધર્મચક છે. આ મૂર્તિને ડાબે હાથ ખંડિત છે. આ બધી મૂર્તિઓ હાલ લખનો મ્યુઝિયમમાં રાખવામાં આવેલી છે. શ્વેતાંબી: શ્રાવસ્તીથી પૂર્વોત્તરમાં તાંબી નગરી આવેલી હતી. બોદ્ધ સૂત્રથી જણાય છે. કે શ્રાવસ્તીધી કપિલવસ્તુ જતાં વચ્ચે તાંબિકા નગરી આવતી હતી. કેકય દેશની રાજધાનીનું આ નગર હતું. ભગવાન મહાવીરના સમયે અહીં પ્રદેશી નામે રાજા હતે. એ નાસ્તિક હતું પરંતુ પાર્શ્વનાથ સંતાનીય કેશીકુમાર શમણે તેને આસ્તિક બનાવી જેનધર્મને ઉપાસક બનાવ્યું હતું. ભગવાન મહાવીર જ્યારે શ્વેતાંબીમાં આવ્યા ત્યારે પ્રદેશીએ તેમની પૂજા કરી મહિમા વધાર્યો હતે. ૫. કલ્યાણવિજયજી જણાવે છે કે, આધુનિક ઉત્તર પશ્ચિમે બિહારના મોતીહારી શહેરથી પૂર્વમાં લગભગ ૩૫ માઈલ દૂર રહેલી સીતામઢી એ જ તાંબિકાને અપભ્રંશ છે. જેન અને બોદ્ધ લેખ અનુસાર દિશા પણ બંધબેસતી છે અને ઉત્તરમાં પહાડી પ્રદેશ પણ નિટમાં છે, જે કેકય દેશને અનાર્ય પ્રદેશ હતો.' ૨૫૯, ભાગલપુર (કોઠા નંબર:૪૩૪૬ ). . ભાગલપુર એ જ નામના જિ૯લાનું મોટું શહેર ગંગાકાંઠે આવેલું છે. સુભગંજ, નાથનગર, ચંપાનાળા અને મસરગંજ વગેરે ભાગે મળીને આ ભાગલપુર શહેર બનેલું છે. રેલ્વેનું જંકશન છે. અહીં ૬૦ જૈનાની વસ્તી છે. સ્ટેશન નજીક રા. બ. ધનપતસિંહજીએ મેટી ધર્મશાળા બંધાવેલી છે. તેની સાથે જ તેમણે શ્રીવાસુપૂજ્ય ભગ-વાનનું શિખરબંધી મંદિર વિ. સં. ૧૯૩૬માં કાંધાવ્યું છે. એ સંબંધી લેખ એમાં વિદ્યમાન છે. મૂળનાયકની ડાબી બાજુએ શ્રીમલ્લિનાથ અને જમણી બાજુએ શ્રીનમિનાથ ભગવાનની મૂર્તિઓ છે. મંદિરમાં પાષાણની કુલ ૬ અને ધાતની ૧ મૂર્તિ છે. એ સિવાય સ્ફટિકની અને સંગેઈસપની ૧ મૂર્તિ છે. શ્રીવાસુપૂજ્ય, શ્રીમલ્લિનાથ અને શ્રી નમિનાથ ભગવાનની ચરણપાદુકાઓ છે. ત્રણે પાદુકાઓ ઉપર લેખ છે. તેમાં શ્રીવાસુપૂજ્ય ભગવાનની પાદુકા શ્રીધનપતસિંહજીએ - સ્થાપન કર્યાને લેખ છે. જ્યારે મહિલનાથ અને નમિનાથની પાદુકાઓ શ્યામવર્ણી કસોટીના પથ્થરની પ્રાચીન છે. આ - બંને પાકાઓ મિથિલામાં ઉક્ત અને પ્રભુનાં ત્યાં થયેલાં કાણુકેની સ્મૃતિમાં સ્થાપન કરેલી હતી પરંતુ ત્યાં જૈન -વતી ન હોવાથી તીર્થને વિચછેદ થતાં આ બંને પાદુકાઓ ત્યાંથી લાવીને અહીં પધરાવવામાં આવી છે, તેના ઉપર - આ પ્રમાણે લેખ પણ છે, જે છદ્ધિાર સમયને જણાય છે – / "सम्बद् बाणर्षिनागेन्द्रे राधशुल्लादशी भृगौ। मछिनम्योः पदं जीर्णमुद्धृतं खरतरण [च ॥] श्रीजिनहर्षनिदेशी वा[चक] भाग्यधिरगणिः किल । मान्हुगोत्रस्य प्रणेन्दोवित्तमुद्दिश्य काप्यकृत ॥ २ ॥ युग्मम् ॥ सं० १८७५ मिति वैशाख १० शुक्रे मिथिलानगऱ्या श्रीमल्लिजिनन्यासः ॥' મંદિરની બહારની ઘૂમટીમાં શ્રીટ્યૂલિભદ્રસ્વામીની ચરણપાદુકાઓ પધરાવેલી છે. મિથિલાઃ . પ્રાચીન ગ્રંથિથી જણાય છે કે, ભગવાન મલ્લિનાથ અને ભગવાન નમિનાથની જન્મભૂમિ મિથિલા હતી. જનક રાજાની પુત્રી સતી સીતાનું આ જન્મસ્થળ હતું. એક સમયે વિદેહ દેશની રાજધાનીનું આ નગર હતું. જો કે ભગવાન મહાવીરના સમયે વિદેહની રાજધાની વિશાલી નગર હતું છતાં મિથિલા એક સમૃદ્ધ નગર હોય એ ખ્યાલ તત્કાલીન ૧. “ભગવાન મહાવીર,પૃ. ૩૯૧–૯ર. ૨. “ન લેખસંગ્રહ ” ભા. ૨ લેખાંકઃ ૧૬૪. 3. એજનઃ ભા. ૨, લેખાંકેઃ ૧પ
SR No.011536
Book TitleJain Tirth Sarva Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorAnandji Kalyanji Pedhi
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year1953
Total Pages513
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy