SearchBrowseAboutContactDonate
Page Preview
Page 233
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૩૭ આગવા ' સારનાથના ખેદકામમાંથી જે લેખ પ્રાપ્ત થયું છે તે જૈનધર્મ સંબંધે સૂચન આપે છે. "धर्माशोकनराधिपस्य समये श्रीधर्मचक्री जिनो, यादृक् तन्नयरक्षितः पुनरयं चक्रे ततोऽप्यद्भुतं । ___.. वी(वि ?)हारः स्थविरस्य तस्य च तया यत्नादयं कारितः, तस्मिन्नेव समर्पितश्च वसता वा चन्द्रचण्डद्युतिः ॥" ' બોદ્ધ સાહિત્યમાં ધર્મચકી વિશે કઈ ઉલ્લેખ નથી. છતાં કેટલાક વિદ્વાને આને બુદ્ધ તથાગત સમજે છે. વસ્તુતઃ ધર્મશાક એ સંપ્રતિનું બીજું નામ છે. આમાં ધશેકે બનાવેલા ધર્મના ધર્મચક્રી તીર્થકરના વિહારનું સ્પષ્ટ વર્ણન છે. આ બાતમીમાંથી એટલું ફલિત થાય છે કે સારનાથ (સિંહપુરી) ને મૃગદાવ ઉદ્યાનની પ્રાચીનતા જે નિર્ધારિત કરવામાં આવી છે તેના કરતાં આગળ જઈ શકે એ હકીક્ત જૈનોના સાહિત્યિક ઉલ્લેખ સાથે બંધબેસતી છે. પરંતુ સેનાએ પિતાના તીર્થોને ઈતિહાસ તરફ આજસુધી દુર્લક્ષ કર્યું છે. છેલ્લા દશ વર્ષમાં બૌદ્ધધમીઓએ લત પ્રાયઃ ગયેલા પોતાના ધર્મ માટે જે ધગશ બતાવી છે તેના સેમા ભાગ જેટલી ધગશ પણ ભારતના જેનેએ બતાવી તથી સારનાથની જેટલી પ્રસિદ્ધિ દેશ-પરદેશમાં છેલલા દશ વર્ષમાં થઈ છે તેટલી પ્રસિદ્ધિ જેનેના આ સિંહપુરી તીર્થ માટે થઈ શકી નથી એ શેચનીય બીના છે. આજે જૈનમંદિર નિર્જન સ્થાનમાં તદ્દન વિખુટું પડી ગયેલું જોવાય છે. રેલ્વે સડક સામેના કંપાઉંડમાં એક તરફ નાની શ્વેતાંબર ધર્મશાળા છે અને બીજી તરફ કેટવાળું શ્રીશ્રેયાંસનાથ ભગવાનનું દેવાલય છે. તેની સામે સમવસરણના આકારનું મંદિર છે, જે ભગવાનના કેવળજ્ઞાનનું સ્મરણ કરાવી રહ્યું છે. કેટના ચારે ખૂણામાં ઉપર નીચે ગળાકાર ચાર દેરીઓ બનેલી છે, જેમાં ભગવાનના જીવનપ્રસંગેનો ચિતાર અને ચરણપાદકાઓ છે. અગ્નિખૂણામાં અધિષ્ઠાયક દેવની દેરી છે. નિત્ય ખૂણામાં આવેલી દેરીમાં ભગવાનની માતા ચૌદ સ્વમ નિહાળતી હોય એ દેખાવ આપે છે. વાયવ્ય ખૂણાની દેરીમાં જન્મકલ્યાણુકની સ્થાપના છે અને ઈશાન ખૂણામાં દીક્ષા. કલ્યાણકની સ્થાપના કરેલી છે. તેમાં આરસના બનાવેલા એક અશોકવૃક્ષ નીચે ભગવાન દીક્ષા લઈ રહ્યા હોય એવું દ્રશ્ય આપ્યું છે અને નીચેની છત્રીમાં ચ્યવન કલ્યાણકની સ્થાપના બતાવી છે. વળી એક છત્રીમાં મેરુપર્વત ઉપરના જન્માભિષેકનું દશ્ય બતાવ્યું છે, જ્યારે બીજી છત્રીમાં ચરણપાદુકાઓ છે. એક છત્રીમાં કુશાલાજીની મૂર્તિ બિરાજમાન છે. શ્રીજિનપ્રભસૂરિએ આ સ્થાનનું સૂચન કેમ નહિ કર્યું હોય? સંભવ છે કે એ સમયે એ વિચ્છિન્ન થયું હોય અને પછીથી તેને જીર્ણોદ્ધાર થયે હેય. ગમે તે હોય પણ “ધર્મેક્ષા સંનિવેશ” સંબંધે તેમણે નિર્દેશ કર્યો છે અને ત્યાં ગગનચુંબી શિખરવાળું બેધિસત્ત્વનું આયતન હોવાનું તેઓ કહે છે. આજે જે “ધમેખતૂપ” કહેવાય છે તેને જ તેમણે Sચા સંનિવેશ’ કહ્યું છે. ધમેખને સંબંધ ધર્મચક સાથે હોવાનું આથી પુરવાર થાય છે. આ સ્તુપ ૯૦ ફીટ ઊંચે અને ૩૦૦ ટના ઘેરાવામાં છે.. - બૌદ્ધ સાહિત્યમાં ઈસિપત્તના નામે આ સ્થળને ઉલ્લેખ આવે છે. જેથી શતાબ્દીના ચીની યાત્રી ફાહિયાને આ સ્થળની નોંધ લીધી છે. છઠ્ઠી શતાબ્દીમાં હૂના નાયક મિહિરકુલે અહીં આક્રમણ કર્યું હતું, એમ કહેવાય છે. સાતમી શતાબ્દીના ચીની યાત્રી હુએનત્સાંગે અહીં ૩૦ બોદ્ધવિહારો જોયા હતા, જેમાં ઘેરવાદના અનુયાયી ૧૫૦૦ ભિક્ષુઓ રહેતા હતા. આ ઉપરાંત ૧૦૦ હિંદુમંદિરે હતાં. અગિયારમા સૈકામાં મહમ્મદ ગિઝનવીએ સારનાથ જીતી લીધું તે પછી કરતા રાજ ગોવિદચંદ્રની રાણી કુમારદેવી, જે બોદ્ધ હતી, તેણે અહીં ધમચક જિનવિહાર બંધાવ્યું હતું. પરંતુ સ. ૧૧૯૪માં શહાબુદ્દીન ઘેરીના સેનાપતિ કુતબુદ્દીને અહીંનાં દેવળીને નાશ કર્યો છતાં બે વિશાળ સ્તૂપ બચી રહ્યા હતા. આજે અહીં એક ભવ્ય બાંધણીવાળા વિહાર બાંધેલે વિદ્યમાન છે. ૨૪૭. આગરા (કઠા નંબર : ૯૪૨૯૮-૪૩૦૮) પરાણ કાળમાં જે ભૂમિને “અગ્રવન” કહેતા એ જ આ આગરા શહેર યમુનાના કાંઠે વસેલું છે. શિલાલેખમાં આને “ઉગ્રસેનપુર” “અર્ગલપુર” એ નામે ઉલ્લેખ્યું છે. ઈ. સ. પૂર્વે ૨૬૩ થી રર૩ સુધી આગરા પર સમ્રાટ અશોકને
SR No.011536
Book TitleJain Tirth Sarva Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorAnandji Kalyanji Pedhi
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year1953
Total Pages513
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy