SearchBrowseAboutContactDonate
Page Preview
Page 232
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન તીર્થ સર્વસંગ્રહ હેતે તે સ્થળ આ ગંગા નદીના કાંઠે હતું. અહિંસાધર્મની આ અભૂતપૂર્વ ઘટનાનું કેઈ સ્મારક આપણું કમનસીબે બચ્યું નથી પરંતુ તેમના ચાર કલ્યાણકેનું એક માત્ર સ્મારક ચેક બજારથી લગભગ ૧ માઈલ દૂર આવેલા ભેલપુરમાં છે. [૧] ભેલપુરના મંદિરને અડધો ભાગ શ્વેતાંબરે અને અડધે ભાગ દિગંબરોના કબજામાં છે. ધર્મશાળાની વચ્ચે જ . ધાબાબંધી શ્વેતાંબર જૈન મંદિર આવેલું છે. ઊંચી બેઠકની છત્રીમાં મૂળનાયક શ્રી પાર્શ્વનાથ ભગવાનની મૂર્તિ બિરાજમાન છે અને બીજી પ્રતિમાઓ પણ છે. સાથે બગીચે અને દાદાજીની દેરી છે. આ મંદિર અને [૨] અંગ્રેજી કડીમાં આવેલું શ્રી પાર્શ્વનાથનું ઘર દેરાસર સિવાય અહીંનાં બાકીનાં મંદિર શિખરબંધી છે. [૩] સુતાલામાં શિખરબંધી શ્રીગેડી પાર્શ્વનાથનું છે. [૪–૭ નયાઘાટ ઉપર શ્રી પાર્શ્વનાથ, શ્રી આદિનાથ, શ્રીસુપાર્શ્વનાથ અને શ્રી આદિનાથ; એમ ચાર મંદિર છે. [૮] રામઘાટ ઉપર શ્રીચિંતામણિ પાર્શ્વનાથનું, ૯િ] બાલુકા ફરસમાં શ્રી આદિનાથનું, [૧] ઠકેરીબજારમાં શ્રીકેશરિયાજીનું, જેમાં સફટિકનાં બિંબ અને પાદુકાઓ છે, અને [૧૧] ભદૈની ઘાટ ઉપર શ્રીસપાર્શ્વનાથ ભગવાનનાં મંદિરો વિદ્યમાન છે. છેલ્લું સુંદર મંદિર વચ્છરાજ ઘાટના મથાળે ગંગાની સપાટીથી લગભગ ૨૫૦ ફીટ ઊંચે આવેલું છે, આગળ વિશાળ ચેક છે, તેમાં આરસની છત્રીમાં શ્રીસુપાર્શ્વનાથ ભગવાનનાં કલ્યાણકેનું સ્મરણ આપતી સ્થાપના કરેલી છે. તેમાં જિનબિંબ અને પગલાં વિરાજમાન છે. સુવર્ણ કળશોથી . સુશોભિત શિખર છે. અહીંનું વાતાવરણ ગમે તેવાનું મન હરી લે એવું છે. અહીં ૧૦૦ જેની વસ્તી છે, ૨ ધર્મશાળા, અને ૨ ઉપાશ્રયે વિદ્યમાન છે. ચંદ્રપુરી: કાશીથી ૧૪ માઈલ અને કાદીપુર સ્ટેશનથી ૨ માઈલ દૂર ચંદ્રપુરી નામનું ગામ છે. અહીંના લોકો આ ગામને ચંદ્રાવતી કે ચોટી નામે ઓળખે છે. ગંગાના કિનારે ઊંચી ભૂમિકા ઉપર આ ગામ વસ્યું છે. આ નાના ગામડાની મધ્યમાં પ્રથમ દિગંબર મંદિર આવે છે અને ત્યાંથી થોડું આગળ ચાલતાં એક ચાર વીઘા જેવડા વિશાળ ચોગાનમાં કિલ્લાથી ઘેરાયેલું, આઠમા તીર્થકર શ્રીચંદ્રપ્રભ જિનેશ્વરનાં ચાર કલ્યાણકાનું સૂચન કરતું નાનું છતાં મનેહર મંદિર, ઊભું છે. નજીકમાં જ ચરણપાદુકાની દેરી અગાઉ હતી પરંતુ ગંગામાં પૂર આવવાથી આ દેરી ધ્વસ્ત બની અને મંદિર. ખંડિયેર જેવું બની ગયું. આ મંદિરવાળા ટેકરાને લેકે “રાજાને ટીલ” કહે છે. હાલમાં જ તેનો ? અમદાવાદની શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી તરફથી થઈ રહ્યો છે. આ સ્થળથી જરા દૂર એક મેટી જેન શ્વેતાંબર ધર્મશાળા છે અને મંદિરની સામી બાજુએ દિગંબરી જે. ધર્મશાળા છે. ગામમાં જૈનનું એકે ઘર નથી. આ તીર્થને શ્રીજિનપ્રભસૂરિએ ઉલ્લેખ કરેલો છે. આથી ચૌદમી શતાબ્દીમાં આ તીર્થની યાદ જેને ભૂલ્યા. નહતા એમ સિદ્ધ થાય છે. અહી આસપાસમાં ઘણું ટીંબા ટેકરાઓ છે. એનું ખોદકામ કરવામાં આવે તે પુરાતત્ત્વની કેટલીયે વસ્તુઓ જડી. આવે એ સંભવ છે. સિંહપુરી (સારનાથ): ચંદ્રપુરીથી પાછા ફરતાં લગભગ ૯ માઈલ પર અને સારનાથ સ્ટેશનેથી બે માઈલ દૂર આ તીર્થધામ આવેલું છે. અહીંથી એક માઈલ દૂર હીરાપુર કે હીરાવન નામનું ગામ છે. સિંહપુરીમાં અગિયારમાં તીર્થકર શ્રેયાંસનાથ પ્રભુનાં. ચાર કલ્યાણક થયાં હતાં. સંભવતઃ આધુનિક સારનાથ એ પ્રાગઐતિહાસિક કાળના શ્રેયાંસનાથને જ અપભ્રંશ હોય. સારનાથ નામ વસ્તુતઃ ક્યારથી કેવી રીતે પ્રચલિત થયું એને નિર્ણય કરે કઠણ છે. શ્રીઅદીશચંદ્ર વંધોપાધ્યાય સારનાથ તીર્થને રહસ્યફેટ કરતાં કહે છે કે, “ભારતના કોઈ પણ તીર્થસ્થાનનું. મહત્ત્વ નિર્ધારિત કરવામાં આપણે જે સૌથી વધુ ભયંકર ભૂલો કરી છે એમાંની એક એ છે કે, આપણે બૌદ્ધધર્મને. અતિશયેતિપૂર્ણ મહત્તા આપી છે. અશેક અને અશાંત ચીની યાત્રીઓ અને તેનાં વિવરણના પ્રભાવથી બીજા ધર્મોને. એના પરથી અધિકાર જ જતો રહ્યો હોય એમ જણાય છે. મિગદાવ (સારનાથ)ના રક્ષિત મૃગઉદ્યાનની પ્રાચીનતા એથીયે. આગળ જઈ શકે એમ છે. આ તથ્ય તકની કસોટી પર કદી કસવામાં આવ્યું નથી.”
SR No.011536
Book TitleJain Tirth Sarva Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorAnandji Kalyanji Pedhi
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year1953
Total Pages513
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy