SearchBrowseAboutContactDonate
Page Preview
Page 214
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન તીર્થ સર્વસંગ્રહ ૨૪૧. લખનો (કેડા નંબર : ૪ર૪૩-૪ર૬ર) લખમણ કિલ્લા” નામે ઓળખાતું નાનકડું ગામડું આગળ જતાં લખન નામથી પ્રસિદ્ધ થયું. સુજ-ઉદૌલા પછી અસફ-ઉદ-દૌલા ફેજાબાદમાં ગાદી પર આવ્યું ત્યારે તેની કૃપા લખનો ઉપર ઊતરી. જોતજોતામાં એ અવધદેશની રાજધાનીનું શહેર બની ગયું. આ શહેર ગમતી નદીના કિનારે વસેલું છે અને નવાબી સમયની કેટલીયે ઈમારતા રોની પ્રાચીન શિલ્પસમદ્ધિનો ખ્યાલ આપી રહી છે. એ કાળમાં કેટલાંયે જૈન મંદિરો જમીનદોસ્ત બન્યાં હશે અને. કેટલાંક તે એ ભૂમિ ઉપર લગભગ બસે–ત્રણ વર્ષોમાં પાછાં નવા સ્વરૂપે નિર્માણ થયાં હોય એવી અહીંના મંદિરની હકીકત સાંપડે છે. આજે અહીં ર૫૦ જૈન શ્રાવકેની વસ્તી છે. ૫ ધર્મશાળા અને ૨ ઉપાશ્રયે છે. ૨૦ જૈનમંદિરે છે તેની હકીકત. આ પ્રમાણે છે – ૧. ઠાકરગંજ દાદાવાડીમાં શ્રી આદિનાથ ભગવાનનું શિખરબંધી મંદિર લાલ ગુલાબચંદ ઝવેરીએ બંધાવ્યું છે. મૂળનાયક ઉપર સં. ૧૮૮૮ને લેખ છે, ૨. ઉપર્યુક્ત મહલ્લામાં શ્રી પાર્શ્વનાથ ભગવાનનું શિખરબંધી મંદિર શેઠ ઈદરચંદજી ખેમચંદજી ઝવેરીએ બંધાવેલું છે. ૩. ઉપર્યુક્ત મહલ્લામાં શ્રી શાંતિનાથ ભગવાનનું ધાબાબંધી મંદિર શ્રીસંઘે બંધાવેલું છે. ૪. ઉપર્યુક્ત મહોલ્લામાં શ્રી સીમંધરસ્વામીનું ધાબાબંધી મંદિર રાજા વછરાજજીએ બંધાવેલું છે. ૫. ઉપર્યુક્ત મહિલ્લામાં શ્રીવાસુપૂજ્ય સ્વામીનું શિખરબંધી મંદિર લાલા શિખરચંદજી બાબાજી કલકત્તાવાળાએ બંધાવેલું છે. ૬. ખુનઝુનઝરેડ ચૂડીવાળી ગલીમાં શ્રીઅરનાથ ભગવાનનું ઘર દેરાસર શેઠ ઇંદરચંદજી લમીચંદજીએ બંધાવેલું છે. ૭. શેઠ હીરાલાલ ચુનીલાલ ઝવેરીના મકાનમાં શ્રી આદિનાથ ભગવાનનું ઘર દેરાસર લાલા ગિરધારીલાલજી ઝવેરીએ. સં. ૧૯૩૦માં બંધાયું છે. આ મંદિરમાં એક પાનાની મૂર્તિ છે અને ભી તે પર પ્રાચીન ચિત્રો છે. ચડીવાળી ગલીમાં તપાના મંદિર તરીકે ઓળખાતું શ્રીપાપ્રભસ્વામીનું શિખરબંધી મંદિર શ્રીસંઘે બંધાવેલું છે.. આ મંદિરમાં સ્ફટિકની ૨ મતિઓ છે અને સં. ૧૬૭૧ની સાલને સેની કુંરપાલ શેઠને લેખ વિદ્યમાન છે. ૯. ચૂડીવાલી ગલીમાં શ્રીઆદિનાથ ભગવાનનું ધાબાબંધી મંદિર શ્રીલક્ષમીબાઈએ બંધાવેલું છે. મૂળનાયક ઉપર સં. ૧૯૮૬ ને લેખ છે. ૧૦. બેરલામાં શ્રી શાંતિનાથ ભગવાનનું શિખરબંધી મંદિર સં. ૧૯૦૦માં શ્રીસંઘે બંધાવેલું છે. મૂળનાયક ઉપર સં. ૧૯૮૨ને લેખ છે. આ મંદિરમાં એક સ્ફટિકની મૂર્તિ છે. ૧૧. બેરલામાં શ્રી મહાવીર સ્વામી ભગવાનનું શિખરબંધી મંદિર શ્રીસંઘે બંધાવેલું છે. મૂળનાયક ઉપર સં. ૧૨૪ ની સાલને લેખ છે. ૧૨. બેરતોલામાં શ્રી આદિનાથ ભગવાનનું શિખરબંધી મંદિર શેઠ ગુલાબચંદજી ઝવેરીએ બંધાવેલું છે. મૂળનાયક ઉપર સં. ૧૬૭૧ને લેખ છે. આ મંદિરમાં ૧ સ્ફટિકની અને ૨ નીલમની સ્મૃતિઓ છે ' ૧૩, રમતોલામાં શ્રી.....ભગવાનનું શિખરબંધી મંદિર શેઠ ગુલાબચંદજી ઝવેરીએ બંધાવેલું છે.
SR No.011536
Book TitleJain Tirth Sarva Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorAnandji Kalyanji Pedhi
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year1953
Total Pages513
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy