SearchBrowseAboutContactDonate
Page Preview
Page 205
Loading...
Download File
Download File
Page Text
________________ ઉત્તરપ્રદેશ અને બિહાર-બંગાળની મંદિરાવલી જેનેના પ્રાચીન આગમગ્રંથમાં ઉત્તરપ્રદેશ અને બિહાર-બંગાળના પ્રદેશોને આર્યદેશોમાં ગણવામાં આવ્યા છે અને મોટા ભાગના તીર્થકરના જન્મ આદિ કલ્યાણકો આ પ્રદેશના અયોધ્યા, અષ્ટાપદ, પ્રયાગ, શ્રાવસ્તી, કૌશાંબી, -બનારસ, કાદી, દિલપુર, ચંપાપુરી, કંપિલપુર, નપુરી, હસ્તિનાપુર, સમેતશિખર, મિથિલા, રાજગૃહ, શૌરીપુર, ક્ષત્રિયકુંડ, જુવાલુકા, પાવાપુરી વગેરે સ્થાનમાં થયેલાં હોવાથી તે સ્થળે જૈન તીર્થ તરીકે પ્રસિદ્ધિ પામ્યાં છે. વળી, જે સ્થાને તીર્થકરોના ચરણસ્પર્શથી પવિત્ર થયાં હોય એ પણ તીર્થની ખ્યાતિને વર્યા છે પરંતુ સમય જતાં થયેલી રાજ્યક્રાંતિ, ધર્મકાંતિ અને દુલિંક્ષના કારણે જેનેએ કરેલા સ્થળાંતરના પરિણામે એ તીર્થો પૈકીના પ્રયાગ, શ્રાવસ્તી, કૌશાંબી, લલિપુર, મિથિલા આદિ તીર્થોને વિચ્છેદ થયે જ્યારે અષ્ટાપદ જેવાં તીર્થો વિસારે પડ્યાં છે. આ હકીકત આ પ્રદેશમાં જેનધર્મની પુરાકાલીન સ્થિતિનું સ્મરણ કરાવી આપે છે. હજારીબાગ જિલ્લામાં આવેલ સમેતશિખર પહાડ. જેને શાબ્દિક વ્યક્તિની દષ્ટિએ તમ્ + + ત = સારી રીતે આવેલા, એટલે નિર્વાણુને એગ્ય સ્થળ સમજીને આવેલા એ અર્થ લગાવી શકાય, તેને જેન અનુકૃતિઓથી સમર્થન મળે છે. ચોવીશ તીર્થકરે પછી વીશ તીર્થકરેએ આ પહાડ ઉપર નિર્વાણ પ્રાપ્ત કર્યું હતું જેના કારણે આ પહાડનું “સમેતશિખર” એવું નામ પ્રાચીન કાળથી પ્રસિદ્ધિમાં આવેલું છે. કોઈ સ્થળે સમેતશિખરને “સમાધિશિખર પણ કહ્યું છે. એ નામમાં પણ સમાધિને ચેાગ્ય સ્થાન એવા અર્થમાં પણ ઉપર્યુક્ત હકીકતને જ નિદેશ છે. વળી, જેના વશમાં તીર્થકર શ્રી પાર્શ્વનાથ પ્રભુ, જેમણે વીશ તીર્થકરે પિકી છેલ્લે નિર્વાણ આ સ્થળે પ્રાપ્ત કર્યું તેથી આ સમેતશિખર પારસનાથ પહાડ”ના નામે પણ ઓળખાય છે. આ તે જૈન ગ્રંથ અનુસાર વાત થઈ, પરંતુ આપણે બીજા ગ્રંથનાં પ્રમાણે તરફ ધ્યાન આપીએ તે ઉપર્યુક્ત -હકીકત સ્પષ્ટ થશે. વૈદિક કાળમાં કીકટ-મગધનું સ્થાન હેય ગણાતું હતું. બ્રાહ્મણના “સંહિતા ગ્રંથમાં આ દેશ અને તેના નિવાસીઓની નિંદા કરવામાં આવી છે. તીર્થયાત્રાના કારણે સિવાય તેમાં પ્રવેશવાને એ ગ્રંથમાં નિષેધ કરેલ છે. ત્યાં વધુ વખત રહેનારને પ્રાયશ્ચિત્ત લેવાનું પણ ફરમાવવામાં આવ્યું છે. મગધને “ત્રાત્ય-દેશ” કહી અનાર્ય દેશ તરીકે ઓળખાવ્યો છે. બસે વર્ષ પહેલાંના એક જૈન કવિએ તેમની આ પ્રાચીન માન્યતાનું ચિત્ર રજૂ કરતાં જણાવ્યું છે: કાશવાસી કાગ મૂઠ મુગતિ લહઈ મગધિ મૂઓ નર પર હુઈ એ. –કાગડે પણ કાશીમાં મરે તે મુક્તિ પામે પરંતુ માણસ જે મગધમાં મરે તે ગધેડે થાય. 1. તીર્થકરોની પાંચ ઘટનાઓને જેને કલ્યાણક તરીકે ઓળખાવે છે. દરેક તીર્થંકરનાં અવન, જન્મ, દીક્ષા, કેવળજ્ઞાન અને એમ પાંચ-પાંચ કલ્યાણકના હિસાબે અયોધ્યામાં ૧૯, પ્રયાગમાં ૧, અષ્ટાપદમાં ૧, શ્રાવસ્તીમાં ૪, કૌશાંબીમાં ૪, બનારસભટેની )માં ૪-૧ભલુપુરમાં જનચંદ્રપુરી)માં ૪-નસિંહપુરી)માં ૪, કાકંદીમાં ૪, શક્િલપુરમાં ૪, ચંપાપુરીમાં ૫, કપિલપરમાં 9 રાપરીમાં ૪, હસ્તિનાપુરમાં ૧૨, મિથિલામાં ૮, રાહમાં ૪, શૌરીપુરમાં ૨, ક્ષત્રિયકુંડમાં ૩, સજુવાલુકામાં ૧, પાવાપુરીમાં ૧ અને સમેતશિખરમાં ૨૦ મળીને ૧૧૭ કલ્યાણુકા અને ૩ સૌરાષ્ટ્રના ગિરનારમાં મળાને ૨૪ તીર્થકરોનાં ૫ કલ્યાણક ગણતાં આ રીતે કુલ ૧૨૦ કલ્યાણ થાય.
SR No.011536
Book TitleJain Tirth Sarva Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorAnandji Kalyanji Pedhi
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year1953
Total Pages513
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy