SearchBrowseAboutContactDonate
Page Preview
Page 203
Loading...
Download File
Download File
Page Text
________________ ભાંદા ૪૦૭ .. "संस्थान शिरपुर अंतरिक्ष महाराज बापुसा नागोसा सावजी साकळे ओसवाल सितंबरी हस्ते पद्या बाइ, दुकान कलमनूरी सन १२८९ मिती चैत्र शुद १०॥" ફસલી સન ૧૨૯૮ એટલે વિ. સં. ૧૯૩૫ સમજ. આ ઉપરથી એમ કહી શકાય કે તાંબરાચાર્ય મલધારી શ્રી અભયદેવસૂરિએ પ્રતિષ્ઠિત અને શ્રીભાવવિજય ગણિએ પુનઃ પ્રતિષ્ઠિત કરેલા તીર્થમાં સં. ૧૯૩૫ માં વજદંડ પણ શ્વેતાંબર શ્રાવકે એ જ ચડાવ્યું હતું. આજે અહીં જૈન શ્રાવકોની વસ્તી નથી. માત્ર તીર્થસ્થાન અને એક જૈન ધર્મશાળા છે? ૨૩૯ ભાદક (કોઠા નંબર : ૧૮૩) મધ્યપ્રદેશના ચાંદા જિલ્લામાં વર્ષો જંકશનથી બલ્હાર શાહ અને મદ્રાસ જતી રેલ્વે લાઈન પર ચાંદાની પાસે જ ભાદક નામે સ્ટેશનનું ગામ છે. એનું પ્રાચીન નામ “ભદ્રાવતી’. ‘મહાભારત” અને જૈમિનિ “કથાસારમાં ભદ્રાવતીને ઉલ્લેખ આવે છે પરંતુ એમાં ઉલેખેલ ભદ્રાવતી આ હશે કે કેમ એ શેાધને વિષય છે; પરંતુ દોઢ-હડ પુરાણ “ગણેશ પુરાણ”માં “ભાનક-ભદ્રકાનગરીને ઉલ્લેખ છે તે નિર્વિવાદ રીતે આ સ્થળને પરિચાયક છે. કલિગ દેશના સૈન રાજવી ખારવેલ, જેને પત્તો એક માત્ર મળી આવેલા ઉદયગિરિના શિલાલેખના આધારે મળે છે, તેની રાણી આ ભદ્રાવતીની રાજપુત્રી હતી. સંભવ છે કે, ખારવેલે આ સ્થળે જૈન સંસ્કૃતિને મહિમા વધાર્યો હોય. પ્રસિદ્ધ ચીની યાત્રી હુએનત્સાંગે (ઈ. સ. ૬ર૯) આ નગરીને ઉલ્લેખ કર્યો નથી પરંતુ કલિંગથી કેસલમાં આવતાં તેણે આપેલા વર્ણન મુજબનું સ્થાન આ જ લાગે છે. આ પ્રમાણ સિવાય ભદ્રાવતીને પ્રાચીન ઈતિહાસ અંધારામાં છે. જેનેએ આ સ્થળમાં જૈન સંસ્કૃતિને પ્રચાર ક્યારે કર્યો એ જણવામાં નથી પરંતુ અવાંતર પ્રમાણેથી નક્કી થાય છે કે બોઢો પહેલાં જેનેએ આ પ્રદેશમાં પ્રવેશ કર્યો હતો. આ પ્રદેશમાં આવેલ અશોકનો કહેવાતો સ્તૂપ સમ્રાટ સંપ્રતિ હોવાનું કેટલાક વિદ્વાનનું મંતવ્ય છે. પોઢો પછી વૈદિકોએ પણ અહીં પગપેસારે કરે છે એનું અનુમાન અહીંના ચંડિકાના મંદિરના થાંભલા ઉપરના એક હિલેખથી થાય છે. તેમાં સંવે રૂરૂ પૈસા અને ચણિ એટલા અક્ષરે વાંચી શકાય છે. વળી, ગામમાં આવેલા ભદ્ર નાગના મંદિરની બહાર એક ખંડિત શિલાલેખ શાકે ૧૩૦૧ અથવા ૧૩૦૮ની સાલને છે, જેમાં આ નાગનારાયણ મંદિરને ઉદ્ધાર કર્યાની હકીકત છે. આ સિવાય તળાવ પાસેની ટેકરી ઉપરના એક મંદિરમાં સં. ૧૧૬૯ને લેખ વિદ્યમાન છે. અહીંની જમીનમાંથી મળી આવતી જૈન, બૌદ્ધ અને વૈદિક એમ ત્રણ પ્રકારની મૂર્તિઓ ઉપરથી આ નગરી સમયે સમયે ત્રણે સંસ્કૃતિઓનું કેંદ્રધામ રહી છે. મળી આવેલી સામગ્રી નાગપુર વગેરેના સંગ્રહસ્થાનમાં રાખવામાં આવી છે. આવી સંસ્કારધામ નગરી ઉપર કાળને ક્રૂર પંજો ફરી વળેલું જોવાય છે. આજે ખંડિયેરે અને જંગલમાં પલટાઈ ગયેલી આ નગરીએ લાંબા સમય સુધી પિતાના ઐશ્વર્યથી લેકેનું આકર્ષણ કયે રાખ્યું હતું એમ ઉપર્યુક્ત પુરાતાત્વિક સામગ્રી કહી રહી છે. ૧. વિલ હકીકત માટે જુઓ : મુનિરાજ શ્રીખવિજયજી મહારાજશ્રીની “શ્રી આત્માનંદ પ્રકાશમાં પ્રગટ થયેલી “શ્રીઅંતરિક્ષ પાર્શ્વનાથ તીર્થ' લેખમાળા : પુસ્તક : ૪૭, અંક : ૯ થી ૧૨, પુસ્તક : ૪૮ : અંક. ૧ થી ૯ ૨. આ દેશની રાજધાનીને ઘેરા ૮ માઈલ છે. આ દેશની ભૂમિ ફળદ્રુપ છે. શહેર અને ગામડાં નજીક નજીક છે. લે આબાદ છે. Gશા અને કાળા છે. રાજા ક્ષત્રિય છે. પણ ધમેં બૌદ્ધ છે. ઉદારતા માટે પ્રસિદ્ધ છે. અહીં ૧૦૦ બૌદ્ધ મઠો છે તેમાં ૧૦૦૦૦ મહાયાન Nશના બૌદ્ધ સાધુ રહે છે. શહેરની દક્ષિણે અશકે બંધાવેલો સ્તૂપ છે, જ્યાં બુદ્ધે અન્ય મતવાળાંઓને જીત્યા હતા અને જ્યાં પાછળથી blona 241412 44912 zi edi.--On Yuan-Chawang's Travels in India " Part 11.
SR No.011536
Book TitleJain Tirth Sarva Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorAnandji Kalyanji Pedhi
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year1953
Total Pages513
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy