SearchBrowseAboutContactDonate
Page Preview
Page 202
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન તીર્થ સર્વસંગ્રહ પૂજે પ્રભુને ઉખેવે અગર, તિન ઠામે વાસ્તે શ્રીનગર રાજા રાક કામિની, એલગ કરે સદા સ્વામિની. ૪૬ શ્રી શીતવિજયજીએ સં. ૧૭૪૬માં રચેલી તીર્થમાળામાં ઉપર્યુક્ત હકીકતની આ પ્રમાણે ટૂંકી નોંધ લીધી છે. “ અનકમ એલચરાયને રેગ, દરી ગયે તે જ સંગ; અંતરિક પ્રભુ પ્રગટયા જામ, સ્વામી મહિમા વ તા. આગે તો જાતે અસવાર, એવડા અંતર હુ સાર; એક દોરાનું અંતર આજ દિન દિન દીપીએ મહારાજ આ એલચપુરને રાજા તે બીજે કઈ નહિ પણ શ્રીપાલ નામે હતો, જેને આ મૂર્તિના કારણે કોઢ રોગ દૂર છે. તેણે શ્રીપુર વસાવીને એ મૂર્તિ માટે વિશાળ મંદિર બંધાવ્યું. સાહિત્યની કથા ઉપરથી જણાય છે કે, આ શ્રીપાલ સેપારક નગરના મહાસેન રાજાની પુત્રી તિલક્યુંદરીને પરણ્ય હતે. ઈતિહાસની માન્યતા પ્રમાણે એલચ નામને જૈન રાજા વિ. સં. ૧૧૧૫ માં એલચપુરની ગાદીએ આવ્યું હતું. પ્રતિમાના અદ્ધર રહેવાની બાબતમાં અગાઉ એક પાણિયારી બેડા સાથે જઈ શકે તેટલી અથવા એક ઘોડેસવાર નીકળી જાય તેટલી જગા પ્રતિમા અને ભૂમિતલ વચ્ચે હતી પણ ચૌદમા સૈકાની આસપાસ ભૂમિ અને પ્રતિમા વચ્ચેનું અંતર એક બંગલુછણું નીકળી જાય તેટલું રહ્યું જે આજે પણ જોઈ શકાય છે. વસ્તુતઃ પ્રતિમાના પાછલા ભાગમાં તાંબાની મેખ છે અને એ ભાગમાં પ્રતિમાના પાષાણને ભાગ જમીનને અડકે છે, જ્યારે બીજી બાજુને ભાગ તદ્દન અદ્ધર રહે છે. આ શ્યામ પ્રતિમા અર્ધપદ્માસનસ્થ અને પ્રાચીન છે. હાલમાં આ પ્રતિમા ભેંયરામાં પધરાવેલી છે. ભાદક, કુલ્પાક અને ગુડીવાડાની મૂળનાયક પ્રતિમાઓ સાથે આ મૂર્તિનું સ્થાપત્ય મળતું આવે છે. તે આવેલા બગીચામાંના જિનમંદિરમાં કરવામાં આવી હતી. એ કળાપ વિશાળ મંદિર આજે પણ વિદ્યમાન છે. આ મંદિરને શિલ્પશાસ્ત્રના અભ્યાસીઓ પણ એક હજાર વર્ષ જનું બતાવે છે. આ સ્થળ આજે પણ દર્શનીય છે. એ પછી આ મૂર્તિને અત્યારના સ્થાનમાં લાવવામાં આવી છે. શ્રીભાવવિજ્ય ગણિએ બનાવેલા “અંતરિક્ષ પાર્શ્વનાથ તેત્રમાં તેમણે જાતે અનુભવેલા આ મૂર્તિના ચમકારનું વર્ણન આપ્યું છે. એ વર્ણન મુજબ તેઓ આંખના રેગથી તદ્દન અંધ થયા હતા ત્યારે તેઓ સિરપુર આવ્યા અને ભગવાનના દર્શન માટે તેઓ ભાવપૂર્વક સ્તવના કરતાં દેખતા થયા. એ પ્રત્યક્ષ ફળના ઉપલક્ષમાં તેમણે આ મૂર્તિ વાળા નાના સ્થાનને બદલે વિશાળ મંદિર બંધાવ્યું અને એ નવા મંદિરમાં શ્રીઅંતરિક્ષ પાર્શ્વનાથ ભગવાનની સં. ૧૭૧પના ચિત્ર સુદિ ૬ના દિવસે પ્રતિષ્ઠા કરી. આ પ્રતિમાનું પ્રાચીન સ્થાન એક ભેંયરાના પેટા ભેંયરામાં હતું. તેમાં એક ઓટલા જેવી બેઠક ઉપર ભગવાનની અતિ પધરાવેલી હતી. તે અત્યારના મોટા ભેંયરામાં પ્રતિષ્ઠિત કરી તે પછી પ્રભુના સ્થાને માણિભદ્ર યક્ષની સ્થાપના કરેલી છે. એ બેઠકની ડાબી બાજુએ પ્રાચીન કાળના અધિષ્ઠાયક દેવની મૂર્તિ પણ બિરાજમાન છે, તે મૂતિને લેકે વિભ૮ ચચ તરીકે ઓળખે છે. એટલે આ નાના ભેંયરામાં આજે માણિભદ્રની ૨ મતિઓ વિદ્યમાન છે. બીજા માટે: ભય માં આ નાના ભેંયરામાંથી પણ જઈ શકાય છે તેમાં અંતરિક્ષ પાર્શ્વનાથ ભગવાન બિરાજમાન છે. વસ્તુતઃ નાનું અને મોટું ભંયરુ એક મંદિરનાં બે સ્થાને છે. - જૈનેતર સાહિત્યમાં પણ આ તીર્થસ્થાનને ઉલ્લેખ મળી આવે છે. મહાનુભાવ પંથના ચોદમી સદીના “મૃતિસ્થલ નામક મરાઠી ગ્રંથમાં વૃદ્ધાચાર વિભાગમાં અંતરિક્ષજીનો નામે લેખ આ પ્રકારે કર્યો છે : “નહિ તર રરનાથા છપુરારિ =”– “જાઓ તે ઉપર શ્રીપારસનાથના શ્રીપુર થઈને જજે.” આ ઉપરથી જણાય છે કે ચૌદમી સદીમાં આ તીર્થસ્થાનને મહિમા વ્યાપક બની ચૂક્યો હતે. પિલકરોના સમયમાં આ મંદિરના ઉપરના એકમાં રહેલે ધ્વજદંડ જે ચાંદીના પતરાંથી મલે છે તેમાં આ પ્રકારે લેખ કેતલે છે
SR No.011536
Book TitleJain Tirth Sarva Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorAnandji Kalyanji Pedhi
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year1953
Total Pages513
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy