SearchBrowseAboutContactDonate
Page Preview
Page 189
Loading...
Download File
Download File
Page Text
________________ સિત્તાનવાલા ૩૩ મદુરા, યાને મલાઈ મદુરા શહેરની મધ્યમાં દક્ષિણ ભારતમાં સૌથી મોટું ગણાતું “મીનાક્ષી મંદિર આવેલું છે. મંદિરની ચારે દિશામાં ચાર મોટાં ઊંચાં ગોપુરમ આવેલાં છે. આ ગોપુરમને ફરતી દેવસૃષ્ટિનાં શિલ્પ પૈકી કેટલાંક શિલ્પ ઘણી -ઉચ્ચકોટિનાં છે. મદરા શહેરથી ૭ માઈલ દૂર યાને મલાઈ” નામે એક પર્વત છે. તામિલ ભાષામાં હાથીને “યાન” શબ્દથી ઓળખવામાં આવે છે. આ પર્વતને દૂરથી જોતાં બેઠેલા હાથી જે દેખાય છે તેથી કે તેને યાને મલાઈ નામે ઓળખે છે. પર્વતની તળેટીમાં નૃસિંહાવતારનું નવું જ બંધાવેલું મંદિર છે તેની નજીકમાં યાને મલાઈ પર્વતની ટેકરી ઉપર જવાને પગરસ્તો છે. આ પગરસ્તેથી ટેકરી ઉપર માત્ર ૧ ફલોંગ જઈએ એટલે ત્યાંના લેકેમાં “પાંચ પાંડેની ગુફા'ના નામથી ઓળખાતી એક પ્રાચીન જૈનગુફા આવે છે. આ ગુફામાં આવેલી જેનમૂર્તિને બદલે ઈ. સ. ૧૯૪૨ માં મહાદેવનું લિંગ નવું જ પધરાવવામાં આવ્યું છે પરંતુ ગુફાના પ્રવેશદ્વારની મોટી શિલાના બારસાખ ઉપર નીચે પ્રમાણેનાં આઠ “જેનશિલ્પ કેરી કાઢેલાં આજે પણ જોઈ શકાય છે. (૧) એક પદ્માસનસ્થ જિનપ્રતિમા છે, જેના મસ્તક ઉપર બે છગે ઉત્કીર્ણ છે. (૨) ઉપર્યુક્ત મૂર્તિની પાસે જ પદ્માસનસ્થ બીજી જિનપ્રતિમા છે. આ પ્રતિમાના મસ્તક ઉપર ત્રણ છત્ર છે અને મસ્તકની બંને બાજુએ એકેક ગંધર્વ આકાશમાંથી અવતરણ કરી રહ્યા હોય એમ દેખાય છે (૩) કાત્સર્ગસ્થ મુદ્રામાં ઊભેલા શ્રી પાર્શ્વનાથ ભગ-વાનના મસ્તક ઉપર ધરણેન્દ્ર વિકલી પાંચ ફણા સહિતની એક જિનપ્રતિમા છે આ પ્રતિમાના ઉપરના ભાગમાં જમણી બાજુએ બે હાથ ઊંચા કરીને વરસાદ વરસાવતા કમઠાસુરનું રૂપ દર્શાવ્યું છે. પ્રભુના જમણા પગના નીચેના ભાગમાં કમઠાસુરના ઉપદ્રવનું નિવારણ કરવા આવેલે ધરણેન્દ્ર પ્રભુને વંદન કરતે રજૂ કરેલ છે. પ્રભુન નીચેના ભાગની બાજુમાં મસ્તકે ફણસહિત અને હાથમાં છત્ર ધારણ કરીને ઊભેલી ધરણેન્દ્રની પટરાણી ઊભેલી છે. ધરની ડાબી બાજુએ નાને ત્રણ લીટીને બ્રાહ્મીલિપિમાં લેખ કતરેલ છે. આ લેખના ઉપરના ભાગમાં ઊડતા બે ગંધ પણ કતરેલા છે. (૪) કાર્યોત્સર્ગસ્થ ઊભી એક જિનપ્રતિમા છે. પ્રતિમાની બંને બાજુએ એકેક અસરાની આકૃતિ છે. અપ્સરા હાથમાં કંઈક પકડી રાખીને ઊભી છે. પ્રભુના પગની નીચે કમલનું ફૂલ કેરેલું છે, અને કમળ નીચે ખાનગીલિપિનો નાને લેખ છે. (૫) એક પદ્માસનસ્થ જિનપ્રતિમાં છે. આ પ્રતિમાના મસ્તકના ઉપરના ભાગમાં વા વ્ર છે અને મસ્તકની બંને બાજુએ એકેક ઊડતા ગંધર્વનું રૂપ આલેખ્યું છે. (૬) મસ્તક ઉપર ત્રણ છત્ર કોસી એક અધ પદ્માસનસ્થ જિનપ્રતિમા છે. (૭) સિહના વાહનવાળી સિહના ઉપર જ લલિતાસને બેઠેલી અને Sતાની ડાબી બાજુએ ઊભેલા એક નાના બાળકના મસ્તક ઉપર પિતાને ડાબે હાથ રાખીને બેઠેલી અંબિકાદેવીની અતિ કતરેલી છે. (૮) અર્ધ પદ્યાસનસ્થ એક જિનપ્રતિમા છે, જેની પલાંઠીથી પહેળાઈ ૧૨ ઈંચ અને ઊંચાઈ ૧૨ ઈંચની છે. આ પ્રતિમાની બંને બાજુએ પિતાના મસ્તક ઉપર ત્રણ છ કેરેલાં છે. પ્રતિમાની નીચે દશ લીટીને -બ્રાહ્મીલિપિમાં લેખ કેતલે છે. ઉપરનાં આઠે શિષે એક સાથે શિલા ઉપર ક્રમવાર કોતરેલાં છે. (૯) ઉપર્યુક્ત શિલાની ડાબી બાજુએ જરા ઉપરના ભાગમાં એક અર્ધ પદ્માસનસ્થ જિનમ્રતિ કતરેલી છે. મતિના મસ્તક ઉપર ત્રણ છત્રો છે અને મસ્તકની પાછળના ભાગમાં ભામંડલ પણ કેતરેલું છે. ભામંડલની બંને બાજુએ એકેક ગંધર્વ આકાશમાંથી અવતરણ કરતા બતાવ્યા છે. વળી, પ્રભુની નીચે સિંહાસનની આકૃતિ પણ કેલી છે. પ્રતિમાની ડાબી બાજુએ નવ લીટીને બ્રાહ્મીલિપિને લેખ છે. " આ શિલ્પાને સ્થાપત્યવિધાન તેમજ કેતરાયેલા લેખેની લિપિ લગભગ બીજા-ત્રીજા સંકાની હોવાનું જણાય છે. દક્ષિણ ભારતના જૈનધર્મના ઈતિહાસમાં નવું પ્રકરણ ઉમેરાય એવી આ લેખસામગ્રીને પ્રગટ કરવાની જરૂરત છે. સાંભળવા પ્રમાણે તે દક્ષિણ ભારતના એકે એક પર્વત ઉપર જો બારીક તપાસ કરવામાં આવે તે કંઈ ને કંઈ જેન શિલ્પ અથવા અવશેષે મળી આવવાને સંભવ છે.
SR No.011536
Book TitleJain Tirth Sarva Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorAnandji Kalyanji Pedhi
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year1953
Total Pages513
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy