SearchBrowseAboutContactDonate
Page Preview
Page 188
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦ર જૈન તીર્થ સર્વસંગ્રહ આ ગુફામંદિરના ગર્ભદ્વારના અંદરના ભાગમાં ત્રણ અને ગર્ભદ્વારના બહારના અર્ધમંડપમાં બે મળીને કુલ પાંચ અધ પદ્માસનસ્થ, લાંછન વિનાની, સાતમા સૈકાની, ગુપ્તેન્દ્રિય જિનપ્રતિમાઓ છે. આ પાંચ પ્રતિમાઓ પૈકી ગર્ભદ્વારની અંદરની ત્રણે પ્રતિમાના મસ્તકના ઉપરના ભાગમાં ત્રણ છત્રની આકૃતિઓ કતરેલી છે. આ પાંચે જિનપ્રતિમાઓનાં માપ આ પ્રમાણે છે: ગર્ભદ્વારની ત્રણ પ્રતિમાઓ પૈકી ડાબા હાથથી પહેલી પ્રતિમાની પલાંઠીથી પહોળાઈ ૪૦ ઈંચ, શિખા સુધીની ઊંચાઈ ૩૬ ઈચ અને છત્રસહિત ઊંચાઈ ૪૭ ઈંચની છે. બીજી પ્રતિમાની પલાંઠીથી પહોળાઈ ૩૮ ઈચ, શિખા સુધીની ઊંચાઈ ૪૦ ઈંચ અને છત્રસહિત ઊંચાઈ ૪૫ ઈંચની છે. ત્રીજી પ્રતિમાની પલાંઠીથી પહેળાઈ ૩૭ ઇંચ, શિખા સુધીની ઊંચાઈ ૪૦ ઈંચ અને છત્રસહિતની ઊંચાઈ ૪૫ ઇંચની છે. ગર્ભદ્વારથી બહારના અર્ધમંડપની પ્રતિમાઓ પૈકી જમણા હાથના ગોખલામાં અર્ધ પદ્માસનસ્થ શ્રી પાર્શ્વનાથ ભગવાનના મસ્તક ઉપર નાગરાજની પાંચ ફણાઓ સહિતની જિનપ્રતિમા છે. તેની પલાંઠીથી પહોળાઈ ૩૭ ઈંચ. શિખા સુધીની ઊંચાઈ ૫૦ ઇંચ અને નાગરાજની ફણા સહિતની ઊંચાઈ ૩૭ ઈંચની છે. બીજી પ્રતિમા ડાબા હાથના ગોખલામાં છે. તેની પલાંઠીથી પહોળાઈ ૩૭ ઈંચ, શિખા સુધીની ઊંચાઈ ૪૯ અને મસ્તક ઉપરના દાંડા સહિતના છત્ર સાથેની ઊંચાઈ પ૩ ઇંચની છે. મંદિરની બહાર પાસેની એક શિલા ઉપર એક પાંડચ શિલાલેખ છે અને અધમંડપના જમણ સ્તંભ ઉપર પરાણી તામિલ ભાષામાં આઠમી નવમી શતાબ્દીને લેખ છે. આથી જણાય છે કે, બીજી શતાબ્દીથી લઈને ઠેઠ નવમી શતાબ્દી સુધી આ તીર્થની સારી નામના હતી. અન્નાલાલ : ઉપર્યુક્ત સિત્તાનવાસલ ગુફાથી પગરસ્તે ના માઈલ દૂર અન્નાવાસલ નામનું એક ગામડું છે. આ ગામ પડેટા શહેરથી મોટરરસ્તે ૧૫ માઈલ દૂર આવેલું છે. આ ગામની સીમમાં આવેલા નારિયેળીનાં ઝાડના બગીચામાં બે ખંડિત અર્ધપદ્માસનસ્થ જિનમૂતિઓ ખુલ્લી પડેલી છે. આ બંને મૂર્તિઓ પણ લગભગ સાતમા સૈકાની છે. તામિલ પ્રદેશમાં જેનમૂર્તિએને “જેનેવિગ્રહમ ના નામે ઓળખવામાં આવે છે. આ બંને જેન વિગ્રહમ-જેનમૂર્તિઓ પિકીની એક મૂર્તિને ગરદનને ઉપરનો ભાગ બિલકુલ નથી, પરંતુ બંને ખભા ઉપર કેશવાળી હેવાથી આ મૂર્તિ જેનેના પ્રથમ તીર્થકર શ્રીકષભદેવની હોવી જોઈએ. આ મૂર્તિની પાછળ સાંચીમાંના સ્તૂપના કઠેરા જેવી આકૃતિ તથા અશોકવૃક્ષની આકૃતિઓ કેરી કાઢેલી છે, જે આ મૂર્તિ અરિહંત ભગવાનની હવાનો પુરાવો આપે છે. આ મૂર્તિની પલાંઠીની પહોળાઈ ૨૩ ઇંચ, ગરદન સુધીની ઊંચાઈ ૨૩ ઈંચ ત્યારે અશોકવૃક્ષ સાથેની ઊંચાઈ ૬૭ ઇંચની છે. મૂતિના પાષાણમાં અજયની એવી છે કે, એની પાછળના ભાગમાં પૈસાથી જુદી જુદી જગાએ ખખડાવીએ તે જુદી જુદી જાતના સૂર સંભળાય છે. મૂતિના મસ્તક ઉપરના ભાગમાં કમળનો દંડ છે, બંને બાજુએ એકેક ચામરધર પુરૂષાકૃતિ છે, મસ્તકના ઉપરના ભાગમાં ત્રણ છત્ર છે, અને ત્રણ છત્રના ઉપરના ભાગમાં અશોકવૃક્ષની આકૃતિની રજૂઆત કરેલી છે. ઉપર્યુક્ત મૂર્તિની બાજુમાં જ બીજી મૂર્તિ પણ અશેકવૃક્ષ, ત્રણ છત્ર તથા બંને બાજુના બે ચામરધર સહિતની છે. આ મતિની પલાંઠીની પહોળાઈ ૧૬ ઇંચ, મસ્તક સુધીની ઊંચાઈ ૨૦ ઇંચ અને અશોકવૃક્ષ સાથેની ઊંચાઈ ૪૪ ઈંચની છે. આ મૂર્તિના સુખને ભાગ જરા ખંડિત થયેલ છે. આ બંને મૂર્તિઓ દર્શનીય અને ફેટે લેવાલાયક છે. આવી મૂર્તિઓ મૂર્તિવિધાન શાસ્ત્રની તુલનાત્મક દ્રષ્ટિએ પણ અભ્યસનીય છે. નામલય : અન્નાવાસલથી ૬ માઈલ દૂર નાર્થ મલય નામને પર્વત છે, જેનું પ્રાચીન નામ અનમલય હતું, પરંતુ પાછળથી તેના ઉપર હિંદુઓએ કબજે કરી લેતાં જેનગુફાઓમાં હિંદુ દેવે સ્થાપન કરી દીધા છે, તેથી તેનું નામ નાર્થમલય પાડ્યું છે.
SR No.011536
Book TitleJain Tirth Sarva Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorAnandji Kalyanji Pedhi
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year1953
Total Pages513
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy