SearchBrowseAboutContactDonate
Page Preview
Page 182
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪૬ જૈન તીર્થ સર્વસંગ્રહ ૬. શરાફ બજારમાં મૂળનાયક શ્રીધર્મનાથ ભગવાનનું એક ઘર દેરાસર છે. આમાં ફક્ત ૨ ધાતુમૂર્તિ બિરાજમાન છે. સં. ૧૯૮૩ માં શેઠ ચેલાજી વન્નાજીએ આ દેરાસર બંધાવેલું છે. • કેલ્હાપુરથી ૫ માઈલ દૂર તીખાને પહાડ છે. ત્યાં એક મોટી જૈન ગુફા છે. અસલ અહીં એક જેનવિદ્યાલય હતું. ખાદ્રાપુરમાં શ્રીષભદેવનું મંદિર છે. અહીંનું કામેશ્વરનું મંદિર અગાઉ જૈનમંદિર હતું; એવાં ચિહ્નો એમાંથી જોવા મળે છે. અલટા ગામના પહાડ પર આજે જે શિવજીનું મંદિર કહેવાય છે તે અસલમાં જૈનમંદિર હતું. આ સિવાય હેરલા, સાવગ્રામ, બકાની, વડગામ, બીડ વગેરે સ્થળે પ્રાચીન કાળનાં જૈન અવશે જોવામાં આવે છે. ત્રિગલવાડીનું ગુફામંદિર : ઈગતપુરી જિલ્લામાં ઈગતપુરીથી ૬ માઈલ અને મુંબઈથી ૮૫ માઈલ દૂર એક પહાડી કિલ્લા ઉપર બ્રિગલવાડી નામનું ગામ છે. આ પહાડી નીચે એક જૈન ગુફા ખંડિત અવસ્થામાં છે. આ ગુફામાં બે ઓરડાઓ છે. આગળને એરડે ૩૫ ફીટને છે. ગુફાકારની સામેની છતના મધ્યભાગમાં ગળાકારે પાંચ માનવાકૃતિઓ કતરેલી છે, અને બારણા ઉપર મંગળમૂર્તિ તીર્થકર દેવની પ્રતિમા જોવાય છે. ગુફામાં પબાસન ઉપર ત્રણ જિનમૂર્તિએ કરેલી છે. અંદરના બીજા ઓરડામાં ભીંત પાસેના ભાગમાં એક પુરુષાકાર જિનભૂતિ જણાઈ આવે છે. આ મર્તિની છાતીના ભાગ અને મસ્તક ખંડિત થયાં છે. જ્યારે પગ તેમજ આસનના અવશે બચી રહ્યા. છે. આસનના મધ્યભાગમાં વૃષભનું ચિહ્ન જોવાય છે, એથી આ મૂર્તિ રાષભદેવની હવાનું સ્પષ્ટ થાય છે. ગુફાના ઉત્તર ભાગના ખૂણાની ભીંત ઉપર ખંડિત શિલાલેખ છે, જેમાં સં. ૧૨૬૬ ની સાલ વાંચી શકાય છે. ગુફાના બચી ગયેલા. ભાગ ઉપરથી જાણી શકાય છે કે, પુરાતન કાળમાં આખીચે ગુફા સુંદર અને કળામય હતી. ૨૨૫. હુબલી (ઠા નંબર : ૪૦૬૦-૪૦૬૧) પૂનાથી હરિહર સુધી રેલવે લાઈનમાં હુબલી જંકશન સ્ટેશન છે. સટેશનથી ૧ માઈલ દૂર શહેર આવેલું છે. અહીં તાંબર મૂર્તિપૂજક જૈનેનાં ૧૦૦ ઘરે છે. ૧ વિશાળ ઉપાશ્રય, ૧ ધર્મશાળા, ૧ લાયબ્રેરી અને ૨ જૈન મંદિરો છે. ૧. કંચગાર ગલીમાં મૂળનાયક શ્રી શાંતિનાથ ભગવાનનું શિખરબંધી મંદિર ભવ્ય અને વિશાળ છે. મૂળનાયકની પલાંઠી નીચે સં. ૧૬૯ ની સાલનો લેખ છે. ૨. ઉપર્યુક્ત મંદિરની નજીકમાં મૂળનાયક શ્રી અજિતનાથ ભગવાનનું શિખરબંધી મંદિર છે. મૂળનાયકની પલાંઠીમાં સ. ૧૯૦૩ને લેખ છે. મંદિરમાં ચાંદીની મૂર્તિ એ પણ છે. :: ૨૨૬. ગદગ (કોઠા નંબર :-૪૦૬૬–૪૦૬૯) - પુનાથી હરિહર સુધી જતી રે લાઈનમાં હુબલી જંકશન છે. ત્યાંથી એક નાની રેલ્વે લાઈન ગદગ સુધી જાય છે. ગદગ સ્ટેશનથી ૧ માઈલ દૂર શહેર આવેલું છે. અહીં ૭૦૦ જેનેની વસ્તી છે. ૧ ઉપાશ્રય અને ૪ જૈનમંદિર છે. 2. Archaeological survey of India, Vol. XVI P. 48, 49, 57, Bombay 1897.
SR No.011536
Book TitleJain Tirth Sarva Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorAnandji Kalyanji Pedhi
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year1953
Total Pages513
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy