SearchBrowseAboutContactDonate
Page Preview
Page 181
Loading...
Download File
Download File
Page Text
________________ કિલ્હાપુર ૩૮૫. હેમગિરિઃ પ્રાચીન તેમાં “ટે દે” એ ઉલ્લેખ થયેલ છે, એ હેમગિરિ કર્ણાટકમાં બેલારી જિલ્લામાં આવેલ છે. કિકિંધા પર્વતની શ્રેણિઓના એક શિખર પર શ્રી શાંતિનાથ ભગવાનનું તીર્થધામ હતું. તેની આસપાસ કેટ બાંધેલું હતું. આજે આ તીર્થ વિચ્છેદ પામ્યું છે. આ પ્રદેશમાં શોધ કરવામાં આવે તે ઘણાં પ્રાચીન શિલ્પ મળી આવવાની સંભાવના છે. ૨૨૪. કેલહાપુર (કઠા નંબર : ૪૪૮-૪૫૫) પૂનાથી હરિહર સુધી જતી રેલ્વે લાઈનમાં મીરજ જંકશન છે. ત્યાંથી નાની રેલવે લાઈનમાં કહાપુર સ્ટેશન છે. સ્ટેશનથી ૧ માઈલ દૂર કેલ્હાપુર શહેર આવેલું છે. અહીં પ્રાચીનકાળથી જેનેની વસ્તી હતી. તેમના સંસ્કાર વિશે “બે ગેઝેટીયરમાં ઉલ્લેખ કરે છે કે, અહીંના ખેડૂતે નેંધપાત્ર છે. તે માટે ભાગે જેન છે. તેમની ધાર્મિક શ્રદ્ધા મહારાષ્ટ્રના પ્રાચીનકાલીન જૈન સંસ્કારની સાબિતી આપે છે. તેઓ શાંતિપ્રિય અને ઉદ્યોગી છે. આ હકીક્તના પુરાવારૂપ અહીંનું મહાલક્ષ્મીનું પુરાતન મંદિર છે. આ મંદિરનું શિલ્પ–સ્થાપત્ય જેનમંદિરને મળતી આવે છે. એટલું જ નહિ આમાંથી મળી આવતા એક શિલાલેખથી જણાય છે કે, અસલ આ શ્રી નેમિનાથ “ભગવાનનું મંદિર હતું જેનું મહાલક્ષ્મીના મંદિરમાં પરિવર્તન કરવામાં આવેલું છે. વળી, શહેરમાં બે મઠે આવેલા છે; તેની આસપાસ ઘણી જૈન મૂર્તિઓ મળી આવે છે. અહીંનું અંબામાતાનું પ્રસિદ્ધ મંદિર અસલ જૈન શાસનદેવી પદ્માવતીનું હતું. તેમાંથી મળી આવતા બારમા સૈકાના શિલાલેખે એની સાબિતી આપે છે. અહીં શ્વેતાંબર મૂર્તિપૂજક જૈનેનાં ૧૧૫ ઘરમાં ૬૦૦ માણસોની વસ્તી છે. ૧ ઉપાશ્રય, ૧ લાયબ્રેરી અને ૬ જેન મંદિર વિદ્યમાન છે. ૧. લક્ષ્મીપુરીમાં મૂળનાયક શ્રી મુનિસુવ્રતસ્વામીનું એક નૂતન શિખરબંધી મંદિર ભવ્ય અને વિશાળ છે. મૂળ' 'નાયકની પલાંઠી નીચે સં. ૧૭ની સાલને લેખ છે. આમાં ૧ ચાંદીની મૂર્તિ પણ છે. ' ર. લક્ષ્મીપુરીમાં શેઠ ધાજી માસીંગને ત્યાં મૂળનાયક શ્રી મુનિસુવ્રતસ્વામીનું નાજુક ઘર દેરાસર છે, દેરાસરમાં એક માત્ર ચાંદીની મૂર્તિ છે. સં. ૧૯૯૫ માં શેઠ બાબુભાઈ માસીંગે બંધાવવાની શરૂઆત કરી હતી. કે હમીપરીમાં શેઠ જિતરાજજી હિંદુમલજીને ત્યાં મૂળનાયક શ્રી શાંતિનાથ ભગવાનનું નવીન ઢબનું સુંદર ઘર દેરાસર છે તેમાં ત ચાંદીની મૂર્તિ બિરાજમાન છે. સં. ૧૯૯૭માં શેઠ જિતરાજજી હિંદમલ રાઠોડે આ મંદિર બંધાવવાની શરૂઆત કરી હતી. ક, વિસનરેડ પર શેઠ તિલકચંદ લાલાજીને ત્યાં બીજે માળે મૂળનાયક શ્રી પાર્શ્વનાથ ભગવાનનું ઘર દેરાસર છે. આમાં ફક્ત ધાતુની ૧ પ્રતિમા છે. સં. ૧૯૯૫ માં શેઠ તિલકચંદજીએ આ મંદિર બંધાવવાની શરૂઆત કરી હતી. ૫. ગુજરી બજારમાં મૂળનાયક શ્રી શાંતિનાથ ભગવાનનું એક ઘર દેરાસર છે. આમાં ૧૨ ધાતુમૂતિઓ બિરાજમાન છે. 1. Bombay Gazetteer. (1908) Vol. II, P. 51 ૨. જુઓઃ “બુદ્ધિપ્રકાશ' સને ૧૯૪૬ એપ્રિલ-જૂનો અંક ૨ માં “મહાલક્ષ્મીનું મંદિર' શીર્ષક લેખ | :: , , ,
SR No.011536
Book TitleJain Tirth Sarva Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorAnandji Kalyanji Pedhi
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year1953
Total Pages513
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy