SearchBrowseAboutContactDonate
Page Preview
Page 178
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮૨ જૈન તીર્થ સર્વસંગ્રહ અનકાઈમાં જેની સાત ગુફાઓ છે. આ સાત પૈકી ચાર ગુફાઓ સંબંધે આપણને જાણવા મળે છે. બાકીની ગુફાઓ ધ્વસ્ત થયેલી છે. ગુફાઓ નાની હોવા છતાં તેનું શિલ્પકામ અતિસુંદર છે. ઘણું શિલ્પકામ ખંડિત થયેલું છે. (૧) પહેલી ગુફા બે માળની છે. નીચલા માળના આગળના ભાગને બે સ્તંભ ટેકવી રહ્યા છે. બંને સ્તની નીચે એકેક દ્વારપાલની આકૃતિ છે. પરસાલની અંદરને ચેરસ ખંડ શિલ્પકામથી સુંદર બનાવે છે, તેમાં આવેલા ચાર ખંભામાં ચાર હાથવાળી નાની કળામય આકૃતિઓ છે. આ ખંડના ઉપરના માળમાં પણ પરસાલ છે. તેમાં બે સાદા તંભે અને અંદરને ખંડ તદ્દન સાદે બનાવેલ છે. (૨) બીજી ગુફા પણ બે માળની છે, જે પહેલી ગુફાને મળતી આવે છે. પડસાલો ઓરડા જેવી છે. નીચેના માળની પડસાલ ૨૬૪૧ર ફીટ લાંબી-પહેલી છે. તેના બંને છેડે બે મોટી આકૃતિઓ છે. જમણી તરફની હાથી ઉપર બેઠેલી પુરુષની આકૃતિને ઈંદ્ર તરીકે ઓળખાવવામાં આવી છે, જે વસ્તુત: યક્ષની મૂર્તિ હોવી જોઈએ. તેની પાસે અંબિકાની મૂર્તિ છે. તેને રંગ વગેરે લગાડીને વિકૃત બનાવી દીધી છે. અંદરને ખંડ ૨૫ ફીટ સમરસ છે, તેમાં ૧૩ ફીટ સમરસનું મંદિર છે. મંદિરમાં તીર્થકરની નાની મૂર્તિઓ બિરાજમાન છે. વચ્ચે અર્ધ કેરેલી મૂર્તિ ઊંચા આસન ઉપર વિરાજમાન છે. તેની આસપાસ પ્રદક્ષિણાપથ છે. નીચેના આગળના ખંડમાં જમણી બાજુએ આવેલી નિસરણી દ્વારા ઉપર જવાય છે. કેટલાંક બાકેરાંમાંથી પ્રકાશ મળી રહે છે. ઉપર બારણામાંથી એક સાંકડા ઝરૂખામાં જવાય છે. ઝરૂખાના બંને છેડે સિંહની આકૃતિઓ કરેલી છે. અંદરના ખંડ ૪૬ ફીટ લાંબ–પહાળે છે. જો કે ચાર સ્તંભે સાથે સમચોરસ ૨૦ ફીટને ખંડ બનાવવાની જગા રાખેલી જણાય છે. આ ખંડમાં સ્મૃતિ માટે આગળ જ બેઠક બનાવી રાખેલી છે. (૩) ત્રીજી ગુફા પણ બે માળની છે. આગળને ઓરડો આશરે રપ૪૯ ફીટ લબેપહોળો છે. એક તરફ આવેલી હસ્તિઆરૂઢ ઈંદ્ર તરીકે ઓળખાવેલી આકૃતિ યક્ષની હશે એમ જણાય છે. આ મૂર્તિ ખંડિત થયેલી છે, તેને હાથી ઓળખી શકાતું નથી જ્યારે બીજી તરફ અંબિકા દેવીની આકૃતિ વિદ્યમાન છે. તેની પાસે કઈ પ્રાણી ઉપર આરૂઢ થયેલી હાથમાં લાકડી સાથેની આકૃતિ છે. બીજી આકૃતિ દાઢીવાળી છે. તેના હાથમાં છત્ર છે. પાછળ આમ્રવૃક્ષ કરેલું છે. એ વૃક્ષના પાંદડાંના છ વિભાગ દર્શાવ્યા છે. આમાં ચામરધર અને ગંધર્વોનાં સ્વરૂપે પણ કેરેલાં છે, ખંડની ચારે બાજુએ ચાર હાથવાળા પુરુષની ઠીંગણી આકૃતિઓ છે. વચ્ચે શિલ્પ–કેરણીયુક્ત કીર્તિમુખવાળું તારણ છે. એક સાદા દ્વારાનો બીજો ખંડ છે. બીજો ખંડ ૨૧૪૨૫ ફીટ લાંબો-પહોળો છે. છતને ચાર સ્તંભે ટેકવી રહ્યા છે. મધ્ય ગેરસમાં આલેખેલું કમળ ઘણું જ સુંદર છે. તેને ચાર પાંખડીઓની હાર છે. બહારની બીજી હારમાં સોળ પાંખડીઓ છે. તેમાં મોટે ભાગે સ્ત્રીઓની આકૃતિઓ હોય એમ જણાય છે. ત્રીજી હારમાં ચોવીસ પાંખડીઓ છે. તેમાં વાહન ઉપર વિરાજમાન દેવીઓ પિતાની સહચરીઓ સાથે બતાવી છે. એક અષ્ટકેણવાળા ભાગમાં આખું કમળ દર્શાવ્યું છે. તેની બહાર એક ખૂણામાં એક પગે ઊભેલી એક આકૃતિ છે. બીજા દરેક ખૂણામાં ત્રણ-ત્રણ આકૃતિઓ છે, જેમાં મોટી આકૃતિ વચ્ચે નાચતી હોય અને બે આકૃતિએ તેની પરિચર્યા કરતી હોય એવું આલેખન કર્યું છે. પાછલી દીવાલમાં દરેક બાજુએ જિનેશ્વર ભગવાનની પુરુષાકૃતિ મૂતિઓ બિરાજમાન કરેલી છે. તેમના બંને છેડે ભક્તનાં સ્વરૂપ આલેખ્યાં છે. નીચે સિંહ, હાથી અને ધર્મચક કેરેલું છે. તેની નીચે હરણનું લાંછન બતાવેલું હોવાથી આ મતિ શ્રીશાંતિનાથ ભગવાનની હોય એમ જણાય છે. ભગવાનની છાતીમાં શ્રીવત્સનું ચિહ્ન છે. આ મૂર્તિના મસ્તકના અને પડખે વિદ્યાધરની આકૃતિઓ છે. તેના ઉપર બે હાથીઓ દર્શાવ્યા છે. હાથીની સૂંઢ નાની આકૃતિ તરફ વળેલી છે. હાથીઓ ઉપર ચાર પુરુષ અને સ્ત્રીઓનાં રૂપે દર્શાવ્યાં છે. તેના ઉપરના ભાગમાં કીર્તિ મુખવાળું અને છ વર્તુલે યુક્ત એક તેરણ વિદ્યમાન છે, આ તારણ ઉપર ઊંચી કમાનની નીચે સાત આકૃતિઓ બતાવી છે. - એક શ્રી પાર્શ્વનાથની મૂર્તિ છે જે ઉપર્યુક્ત મૂર્તિ કરતાં નાની છે. શ્રી પાર્શ્વનાથની મૂર્તિના મસ્તકે પાંચ નાગેન્દ્ર ફણાઓ દર્શાવી છે અને તેની પાછળ અર્ધ ગોળાકાર છત્ર બતાવ્યું છે. જમણી બાજુએ એક ભક્ત બેઠેલો 1. Gazetteer of the Bombay Presidensy, 1883, Vol. XVI, P. 423-424.; Archaeological survey of western India. 1883, Vol. VI, P. 51,59.
SR No.011536
Book TitleJain Tirth Sarva Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorAnandji Kalyanji Pedhi
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year1953
Total Pages513
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy