SearchBrowseAboutContactDonate
Page Preview
Page 177
Loading...
Download File
Download File
Page Text
________________ નાશિક : નાશિક પાસેની જૈન ગુફાઓ: નાશિકથી પશ્ચિમ દિશામાં ૬ માઈલ દૂર જેની પ્રાચીન ચમારલેના નામક ગુફાઓ છે. આમાં ત્રીજી ગુફામાં રહેલા એક શિલાલેખમાં પ્રથમ “સિર’ શબ્દ આલેખે છે જે જૈનત્વનું સૂચન કરે છે અને તેમાં જ સગવાશિયામ શબ્દ કોતરેલ છે. સંભવતઃ આ શબ્દ આર્ય કાલક વિશે વાપરેલે અશુદ્ધ શબ્દ હશે. આપણે કાલકાયની કથાઓથી જાએ છીએ આર્ય કાલકસૂરિએ દક્ષિણમાં વિહાર કર્યો હતો. તેમણે પ્રતિષ્ઠાન (પૈઠણ)માં ચતુર્માસ કર્યું હતું અને નિમિત્તશાઅને અભ્યાસ પણ આ પ્રદેશમાં રહીને જ કર્યો હતો, આથી સંભવ છે કે, આર્ય કાલકસૂરિએ એ અભ્યાસ માટે કઈ ગુફાને આશ્રય લીધે હોય અને તેમનું નામ શિલાલેખસ્થ થયું હોય એવું અનુમાન છે. પાંડુના નામની અગિયારમી ગુફામાં નીલવર્ણ પદ્માસનસ્થ શ્રી આદીશ્વર ભગવાનની મૂર્તિ બિરાજમાન છે. આ મૂર્તિ ૨ ફીટ ૩ ઈંચ ઊંચી છે. અંજનેરીની ગુફાઓ: નાશિકથી ૧૪ માઈલ દૂર અંજનેરીમાં એક ઊંચી પહાડીમાં નાની નાની જૈન ગુફાઓ છે, જેમાં પાસનસ્થ જૈન મતિઓ છે. એક નાના દ્વાર ઉપર પણ જિનપ્રતિમાઓ કરેલી છે. અંદરની એક પડસાલ મંદિરરૂપે હોય એમ જણાય છે. બીજી નાની જેન ગફાના દ્વાર ઉપર શ્રી પાર્શ્વનાથની મૂર્તિ છે. આ પહાડી નીચે જૈન મંદિરોનાં અવશે પડેલાં છે. આમાંના એક મંદિરમાં શિલાલેખ પણ છે. ચાંદડની ગુફા નાશિકથી ઉત્તર તેમજ પૂર્વ દિશાએ ૩૦ માઈલના અંતરે અને લાસન સ્ટેશનેથી ઉત્તરમાં ૧૪ માઈલ દૂર ચાંદેડ નામનું ગામ છે. આ ગામ પહાડની તળેટીમાં વસેલું છે. ચાંદેડનું પ્રાચીન નામ ચંદાદિત્યપુરી હતું. યાદવવંશના રાજા દીર્ઘપન્નારે આ નગર વસાવ્યું હતું. યાદવવંશના રાજાઓને રાજકાળ ઈ. સ. ૮૦૧ થી ૧૦૭૩ સુધી હતે એમ ઈતિહાસથી જાણવા મળે છે. અહી આવેલા પહાડની ઊંચાઈ સમતલભૂમિથી ૪૦૦૦-૪૫૦૦ ફીટની છે. પહાડ પર રેણુકા દેવીનું મંદિર છે અને જૈન તીર્થકરોની મૂર્તિઓ કેરેલી જોવાય છે. મૂળનાયક શ્રીચંદ્રપ્રભસ્વામી હોવાનું જણાય છે ? અનકાઈ–૮નકાઈની ગુફાઓ : નાશિક જિલ્લામાં આવેલા યેવલા તાલુકામાં મનમાડ સ્ટેશનથી ૬ માઈલના અંતરે બે ઊંચા પર્વત છે. જેને . સ તકાઈના પહાડ કહે છે. ભાષામાં આને અંકઈ તંઈ પણ કહે છે. પર્વતની ઊંચાઈ ૩૧૮૨ કીટ છે. અનકઈ ગામથી ૧૦૦ વારના અંતરે છે. સત્તરમા સૈકામાં થયેલા વિદ્વાન કવિ મહોપાધ્યાય શ્રીમેઘવિજયજીએ મેઘદૂતસમસ્યા પૂર્તિરૂપે “મેઘદૂત સમસ્યા2. સામત વિનમિપત્ર પોતાના ગુરુ શ્રીવિજયપ્રભસૂરિને દીવબંદર કહ્યું હતું, તેમાં ઓરંગાબાદથી લઈને દીવબંદર ધીરા ભૌગોલિક અને પ્રાકૃતિક જ્ઞાનનો પરિચય તેમણે કરાવ્યું છે. તેમાં ૪૭માં લેકમાં તેઓ આ પર્વતનાં અદાદી-ટણી’ નામથી નિર્દેશ કરે છે, જેમાં પ્રાચીનકાળે શ્રી પાર્શ્વનાથ ભગવાને આ ભૂમિમાં વિહાર કર્યો હતો. તેથી તેમના ચરણથી પવિત્ર થયેલા આ સ્થળમાં તેમની સ્થાપનાનું સૂચન આ રીતે કર્યું છે: "गयौत्सुक्येऽष्यणकि-टणकीदुर्गयोः स्थेयमेव, पाचस्वामी स इह विहृतः पूर्वमुर्वीशसेव्यः । जानपे विपदि शरणं स्वर्गिलोकेऽमिवन्धमात्यादित्यं हुतवहमुखे संभृतं तद्धि तेजः ॥". ૧. જુઓઃ મારી સંપાદિત “કાલકકથાસંગ્રહ’ની પ્રસ્તાવના. ' Archaeological survey of India. vol. XVI, P. 48-51, Bombay-1897. .' ' ૪૯
SR No.011536
Book TitleJain Tirth Sarva Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorAnandji Kalyanji Pedhi
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year1953
Total Pages513
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy