SearchBrowseAboutContactDonate
Page Preview
Page 166
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન તીર્થ સર્વસંગ્રહ ૨૧૨. અંબાલા (કોઠા નંબર : ૩૯૦૫) અંબાલા સીટી સ્ટેશનથી વા માઈલ દૂર અંબાલા શહેર છે. અહીં શ્વેતાંબર મૂર્તિપૂજક જૈનેની ૬૦૦ માણસોની વસ્તી છે. અહીં ઘણી જૈન સંસ્થાઓ છે. તે સંસ્થાઓના નામ સાથે સ્વ. પૂ. શ્રી આત્મારામજી મહારાજનું નામ જોડાયેલું છે. જેમ કે: ૧ શ્રી આત્માનંદ જૈન ભવન, ૨ શ્રીઆત્માનંદ જૈન પ્રાયમરી સ્કૂલ, ૩ શ્રીઆત્માનંદ જૈન ગર્લ્સ સ્કૂલ, ૪ શ્રી આત્માનંદ જેન વાચનાલય, ૫ શ્રીઆત્માનંદ જેન સભા, ૬ શ્રી આત્માનંદ જેન કેલેજ, ૭ શ્રી આત્માનંદ જૈન ધર્મશાળા વગેરે છે. આ ધર્મશાળા લાલા કંદનમલ જયસુખરામે સં. ૧૯૮ માં બંધાવી છે. બીજી જૈન ધર્મશાળા સં. ૧૯૫ માં લાલા ઉત્તમચંદ ચાંદમલે બંધાવી છે. ૨ ઉપાશ્રયે છે, તે પિકી ૧ શ્રાવિકા ઉપાશ્રય શ્રીમતી કેડીખાઈએ બંધાવ્યું છે. અહીં આવેલા “ભાવડેકા મહોલ્લામાં શ્રી ઋષભદેવ ભગવાનનું શિખરબંધી વિશાળ મંદિર છે. પંજાબ પ્રાંતભરમાં આ મંદિર મોટામાં મોટું છે. દેરાસરની ધાતુપ્રતિમાઓ પૈકી મોટા ભાગની પ્રતિમાઓ પંદરમા સૈકાના લેખવાળી છે. એક પ્રતિમા સં. ૧૧૮૩ ના પ્રાચીન લેખવાળી છે, તે લેખ આ પ્રકારે છે – સંવત્ ૧૨૮૨ વર્ષ સુરિ ? માિિસ્ટRI(2)વિI #ારિતા ” શ્રીઆત્માનંદ જૈન કોલેજ સ્ટેશનથી માઈલ દૂર તેલાવ લભુવાળા નામના સ્થળે આવેલી છે. ૨૧૩. કરાંચી [ સિદ્ધ) (કોઠા નંબર : ૩૯૭) સિંધ પ્રાંતની રાજધાનીનું આ કાંચી શહેર નવું વસેલું હોવાથી ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાયે જેના ભાઈઓ અહીં વ્યાપા આવીને વસ્યા છે. અહીં વેતાંબર મૂર્તિપૂજક જૈનેની ૧૫૦૦ માણસોની વસ્તી છે. અહીંને. શ્રીસંઘે મળીને સં. ૧૯૪૧ માં મૂળનાયક શ્રી પાર્શ્વનાથ ભગવાનનું શિખરબંધી મંદિર રણુછડ લાઈનમાં બંધાવ્યું છે. મંદિરની સાથે જ માટે જૈન ઉપાશ્રય અને ધર્મશાળા છે. તેમાં જ જૈન પાઠશાળા વગેરે ચાલુ હતી. આજે આ શહેર પાકીસ્તાનની રાજધાનીનું શહેર બન્યા પછી ત્યાંથી જેને ચાલ્યા ગયા છે. મહે-જો-દારે ? સિંધ પ્રાંતના લારખાના જિલ્લામાં લારખાનાથી દક્ષિણે ૨૫ માઈલ અને ડેકી સ્ટેશનથી ૮ માઈલ દૂર સિંધુ નદીના પશ્ચિમ કિનારે મહેન–જો–દાનું સ્થાન આવેલું છે. સિંધી ભાષામાં મહેનજો–દારે અર્થ “મરેલાઓની. ટેકરી” એ થાય છે. એ વિશે આખ્યાયિકા એવી છે કે- સિંધમાં દલુરાય નામે એક જુલમી રાજા થઈ ગયો. તેની પ્રા અને પિતાના સંબંધીઓ પણ તેનાથી ત્રાસી ગયાં હતાં. જાણે એ જુલમની પ્રતિશોધ માટે જ કુદરતે આ ભૂમિ ઉપર ભયંકર કેપ વરસાવ્યું. ભારે વૃષ્ટિ અને વીજળીઓ સાથે આ ભૂમિ ઉપર ધરતીકંપ થયો. તેમાં દલુરાયની રાજધાની અને તેની પાસેનાં કેટલાંયે નગરે દટાઈ ગયાં અને તેના સ્થાને નાની નાની ટેકરીઓ બની ગઈ આ આખ્યાયિકાને જેન અનુકૃતિઓમાં નોંધાયેલી એક કથાથી પ્રકારાન્તરે ટેકે મળે છે. એ કથા આ પ્રકારે છે: સિંધુ નદીની પાસે આવેલ સિધુ-સોવીર નામે ઓળખાતે દેશ હતું, જેમાં વિતભયપુરપત્તન નામે મોટું નગર હતું. તેમાં ઉદાયન નામે રાજ (ભગવાન મહાવીરના સમયે) રાજ્ય કરતે હતો. તે ચેટક રાજાની પુત્રી પ્રભાવતીને. પર હતો. એ રાજાને કેઈ વહાણના વેપારીએ ગોશીષચંદનથી બનાવેલી ભગવાન મહાવીરસ્વામીની જીવંતસ્વામી. પ્રતિમા આપી હતી. તે પ્રતિમાને ઉજ્જૈનનીના રાજા ચંડપ્રદ્યોતે દેવાનંદા નામની દાસી દ્વારા મેળવવા પ્રયત્ન કર્યો.
SR No.011536
Book TitleJain Tirth Sarva Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorAnandji Kalyanji Pedhi
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year1953
Total Pages513
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy