SearchBrowseAboutContactDonate
Page Preview
Page 165
Loading...
Download File
Download File
Page Text
________________ માલેર કેટડા ૩૬૯ ૧. દાલબજારમાં મૂળનાયક શ્રી પાર્શ્વનાથ ભગવાનનું શિખરબંધી મંદિર સં. ૧૫૦ માં શ્રીસંઘે બંધાવેલું છે. ચડા બજારમાં મૂળનાયક શ્રીસપાર્શ્વનાથ ભગવાનનું શિખરબંધી મંદિર સં. ૧૯૧૬ માં પૂજ્ય મહેતાબ ઋષિએ બંધાવ્યું છે. આ મંદિરમાં સં. ૧૨૮૩ ની સાલની એક પ્રાચીન ધાતુપ્રતિમા છે. અહીંના વેતાંબર જેમાં ઓશવાલ ભાઈએ પણ છે અને મૂળ અગ્રવાલ દિગંબર જૈન ભાઈઓને સ્વ. શ્રી આત્મારામજી મહારાજે ઉપદેશ આપીને બનાવેલા શ્વેતાંબર જેને પણ છે. . ૨૧૧. માલેર કોટડા (ઠા નંબર:૩૮૯૩૯૦૦) માલેર કેટડા સ્ટેશનથી ૧ માઈલ દૂર ગામ આવેલું છે. અહીં શ્વેતાંબર મૂર્તિપૂજક જેની ૨૦૦ માણસની -વસ્તી છે. ૧ ઉપાશ્રય અને બીજો ઉપાશ્રય લાલા બિંદુમલજીએ બંધાવ્યું છે. તેમના જ તરફથી ચાલતી આત્માનંદ જેનસ્કુલ મતીબજારમાં આવેલી છે અને થોડી હસ્તલિખિત પોથીઓને ભંડાર પણ છે. વળી, ૧ આત્માનંદ જેન હાઈસ્કુલ પણ છે. અહીં સદર બજાર અને ચેક બજારમાં અનુક્રમે મૂળનાયક શ્રી પાર્શ્વનાથ ભગવાન અને શ્રીવિમલનાથ ભગવાનનાં મંદિર શિખરબંધી છે. શ્રી પાર્શ્વનાથ ભગવાનના મંદિરમાં સં. ૧૧૬૧ ની એક પ્રાચીન ધાતુપ્રતિમા છે. તેના ઉપર આ પ્રકારે લેખ છે – "सं[0] ११६१ [वर्षे] पौरपाटास्य भांडागारिकदेल्हासुत सांतु जिगपाल प्रणमंति नित्यं ॥" નાભા : નાભા રેલવે સ્ટેશનથી ૧ માઈલ દૂર શહેર આવેલું છે. નાભ રાજ્યની રાજધાનીનું આ શહેર છે. અહીં તાંબર અતિપક જૈનની ૫૦ માણસોની વસ્તી હોવા છતાં અને જૈન મંદિર વિદ્યમાન છતાં દેરાસરની પ્રતિમાઓને કે પુજતું નથી. દેરાસર બંધ જ રહે છે, તેથી તેની નંધ કોઠામાં લેવામાં આવી નથી. સદર બજારમાં આવેલા સનાતન ધર્મસભાની નજીકમાં એક મકાન છે, તેમાં જેન દેરાસર છે. સ્વ. લાલા કાશીરામે આ દેરાસર તયાર કરાવેલું છે. દેરાસરમાં પાષાણની ૧ અને ધાતુની ૨ પ્રતિમાઓ છે. આ પ્રતિમાઓ પૈકી ધાતપ્રતિમાઓ પાછળ આ પ્રકારે ક્રમશઃ લેખો વિદ્યમાન છે – (૨) “સં. ૧૯૨૭ વર્ષે વૈo go ૨૦ |" (२) "॥ संवत् १५४९ ब० ज्येष्ठ वदि ५ बुध दि० श्रीओपवालज्ञातीय। 4 । खेडीयागोत्रे सा० संसारचंद्र भ(भा०) भोली 'पु० सा० श्रीवंत सा० हीरा सा० वीरासहितेन श्रीआदिनाथविवं का० आत्मपुन्या(ण्या)) प्र० श्री उ० गच्छभ० श्रीदेवगुप्तसूरिभिः ॥" આ દેરાસરની નીચેની દુકાનની માલિકી માટે સ્વ. લાલા કાશીરામની વિધવા પત્ની અને શ્રીસાદીરામ વચ્ચે કોર્ટમાં કેસ ચાલે અને ચૂકાદા પ્રમાણે એ મકાન તેમની વિધવાની મિલકતમાં ગણવામાં આવ્યું છે, પરંતુ તેમને કઈ વારસ ન હોવાથી એ મકાનને કાજે રાજ્ય લઈ લે એ પહેલાં જેનેએ લક્ષ આપવાની જરૂર છે. પતિયાલા: પતિયાલામાં ધાબાબંધી જેન દેરાસર છે પરંતુ તદ્ધ અપૂજ હાલતમાં હોવાથી તેની નોંધ લેવામાં આવી નથી. પતિયાલાના એક યતિજી પાસે ધાતુપ્રતિમાઓ હોવાનું સાંભળ્યું છે.
SR No.011536
Book TitleJain Tirth Sarva Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorAnandji Kalyanji Pedhi
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year1953
Total Pages513
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy