SearchBrowseAboutContactDonate
Page Preview
Page 156
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૬૦ જૈન તીર્થ સર્વસંગ્રહ લાવવામાં આવેલી છે, તેના ઉપર મંત્રી કર્મચંદ્ર આ પાદુકા સ્થાપન કરાવ્યા સંબંધી લેખ આ પ્રકારે મળે છે – " श्रीमदकबरसाहिसुरत्राण संवत् ३९ वैशाख शुक्लपक्षीय तृतीयायां जिनकुशलमूरिपादुके मंत्रिकर्मचंदकारितेति [जंगमयुग]प्रधान ....રિમિઃ શ્રીવતર છે શ્રીમપુર 1 શ્રી | સંઘ રવાળમg II” v આ લેખ અહીંના સ્થાનિક જેન ઈતિહાસ માટે મહત્ત્વનું ગણાય. વળી, દેરાસરના ભંડારમાં સં. ૧૬૬૭ ના લેખવાળી શ્રી અજિતનાથ ભગવાનની પ્રતિમા વિદ્યમાન છે, જેમાં લાહેરને બદલે “લાહુર” શબ્દને ઉલ્લેખ કર્યો છે. લાહોરમાં તાંબર મૂર્તિપૂજક જૈનેનું આ માત્ર એક જ મંદિર છે છતાં કેઢામાં નં. ૩૮૬૭ પર લાહોરના સેંટ્રલ મ્યુઝિયમના જૈન વિભાગમાં જેન શિલ્પ–સ્થાપત્ય અને ત્રણ પ્રાચીન જિનપ્રતિમાઓ હોવાથી તેની નેધ લીધી છે. આ મ્યુઝિયમ લાહેર સટેશનથી ૧ માઈલ દૂર આવેલા અનારકલી બજારના નાકા ઉપર છે. તેમાં જેન શિલ્પ–સ્થાપત્ય આ પ્રકારે વિદ્યમાન છે: ૧. (૧) દેવે અને જૈન મંદિરના શિખરને ભાગ, ૨. (૫) એક જિનમૂર્તિ લાલ પથ્થરની બનેલી છે. મૂર્તિની બંને બાજુએ એકેક ચામરધર ઊભેલા છે. પલાંઠી નીચે મધ્યમાં આડું ધર્મચક છે. ધર્મચકની જમણી બાજુએ બે હાથવાળો યક્ષરાજ છે અને ડાબી બાજુએ મેળામાં બેસાડેલા બાળક સાથેની બે હાથવાળી અંબિકા દેવીની મૂર્તિ છે. જિનમૂર્તિના મસ્તકના પાછળના ભાગમાં ભામંડલની આકૃતિ કેરેલી છે. વળી, મસ્તકની બાજુમાં હાથી તથા ગઈ અને ઉપરના ભાગમાં ત્રણ રચના લગભગ આઠમા સૈકાની પ્રતીત થાય છે. ૩. (૯) હંસ થરવાળો જિનમંદિરના તેરણને એક ભાગ. ૪. (૧૦૯) મથુરાના કંકાલીટીલાના ખેદકામમાંથી નીકળેલા થાંભલા જેવી જ રચનાવાળો એક સ્તંભ. ૫. (૧૧૩) જેલમમાંથી મળી આવેલ જૈન મંદિરના સ્તંભ. ૬. (૧૧૪) મુખથી ખંડિત થયેલી ખારા પથ્થરની એક જિનમૂર્તિ. ૭. (૧૧૫) મસ્તક વિનાની એક પદ્માસનસ્થ જિનમૂર્તિ. આ પાષાણનાં જૈન શિ સિવાય પ્રાચીન બે ધાતુપ્રતિમાઓ છે, જેના નીચે કમશ: આ પ્રકારે લેખે ઉત્કીર્ણ છે – [१] " शं.(सं०) १३७५ वर्षे फागुण वदि ७ सोमे सा० धीणापुत्रेण सा० लाखेणि] श्रीपार्श्वनाथदेवविध कारापित(त) प्रतिg()વંદાજે શ્રી(g)માવરિીમ સા સ્ટોલ રાહુતઃ વીચિં ” २] "संवत् १४८६ वर्षे महाशुदि ११ शनौ उपके० डांगीगोत्रे सं० बोहिथभार्या सोभिणि पु० रेडा भा० रयणादे पितृधाल्हानिमित्तं श्रीशांतिनाथविवं का० प्र० मर्विगच्छे तपापक्षे श्रीपुण्यप्रभसूरिपट्टे श्रीजयसिंहसुरिभिः॥" કાંગડા ? લહેરથી ૧૭૦ માઈલ પૂર્વોત્તર દિશામાં કાંગડા નગર આવેલું છે. આ નગરના નામ ઉપરથી જ જિલ્લાનું નામ પણ કાંગડા પડેલું છે. અત્યારે કાંગડાની કચેરી જિલ્લાથી ૧૧ માઈલ દૂર આવેલા ધર્મશાળા નામના સ્થાનમાં છે. રાવી અને સતલજ નદીના મધ્યવર્તી વિગત પ્રદેશમાં કાંગડા નગર વસેલું હતું. એક સમયે પહાડી ભાગની રાજધાનીનું આ શહેર હતું. ભારતની પ્રાચીન શાસનપદ્ધતિ અને સંસ્કૃતિને આ નગર નમૂને હતું.
SR No.011536
Book TitleJain Tirth Sarva Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorAnandji Kalyanji Pedhi
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year1953
Total Pages513
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy