SearchBrowseAboutContactDonate
Page Preview
Page 155
Loading...
Download File
Download File
Page Text
________________ લાહેાર ૩૫૯ એક સમયના જૈનધર્મના તપસ્યાના મહેાત્સવથી એ એવા પ્રભાવિત ખની ગયા કે એ સમયના પ્રસિદ્ધ આચાર્ય શ્રીહીરવિજયસૂરિને ગુજરાતથી ખેલાવી સ. ૧૬૩૯ માં તેમની પાસેથી જૈનધર્માંના સિદ્ધાંતેાથી વાકેફ્ થયા; એટલું જ નહિ વિશ્વને હિતકારી એવા જૈનધર્મની ઝીણામાં ઝીણી વિગત જાણવાની તેની ઉત્કંઠા વધી ગઇ. રાજકાજમાં રચ્યાપચ્ચે રહેવા છતાં એ સમયથી જૈન સાધુએના પરિચયમાં તે રહેવા લાગ્યા. મત્રી કમ ચંદ્રની પ્રેરણાથી અકખરે ખરતરગચ્છોય. શ્રીજિનચંદ્રસૂરિને લાહેારમાં ખેલાવી સ. ૧૬૪૮ માં તેમને ઉપદેશ સાંભળ્યે. સ. ૧૬૪૯ માં શ્રીવિજયસેનસૂરિ અને ભાનુચંદ્ર ઉપાધ્યાય લાહેારમાં આવ્યા અને અકખરના દરખારમાં જૈનધર્મ ના વિશિષ્ટ સિદ્ધાંતે સંભળાવતા રહ્યા. ઉપાધ્યાય ભાનુચંદ્રના શિષ્ય ઉપાધ્યાય સિદ્ધિચંદ્રને તે જહાંગીર પેાતાના પરમમિત્ર તરીકે એળખાવતા હતા. સાયમ્' એટલા આઠે અક્ષરોના વાકય ઉપરથી આઠે આશ્ચર્ય મુગ્ધ બનાવી દીધા હતે. શ્રીસમયસુંદર ઉપાધ્યાયે સ. ૧૬૪૯માં નાના તે લાખ અર્થા કરી ખતાવી લાહેારમાં અકમરને પેાતાની વિદ્વત્તાથી આવા પ્રભાવશાળી પુરુષોના સમયમાં જૈનધર્માંની નોંધપાત્ર જે પ્રભાવના લાહારમાં થઇ તેના મૂળકારણ રૂપ એક મહાત્સવના પ્રસંગ શ્રીસિદ્ધિચંદ્ર ઉપાધ્યાયે ભાનુચરિત’માં આ રીતે વચ્ચે છે: અકબરના પુત્ર સલીમને ત્યાં મૂળ નક્ષત્રમાં એક પુત્રીના જન્મ થયા. ચેતિષીઓએ જણાવ્યું કે, આ પુત્રી પેાતાના માતા-પિતાને કષ્ટપ્રદ થશે એથી તેના કાઈ ઉપાય કરવા જોઈએ; ત્યારે અકખરે એ વિશે શ્રીભાનુચંદ્ર ઉપાધ્યાયની સલાહ લીધી. તેમણે કહ્યું:-અષ્ટેત્તર સ્નાત્રપૂજાથી મૂળ નક્ષત્રના પ્રભાવ દૂર થઈ જશે. ’ આ સાંભળી અકબરે રાજકમ ચારીઓને આજ્ઞા આપી કે, નવા બનાવેલા ઉપાશ્રયમાં જિનપૂજાની તૈયારી તાખડતાખ કરવામાં આવે. શ્રાવક થાનસિંહને પૂજાની સામગ્રી એકઠી કરવા માટે સૂચના આપવામાં આવી. તદ્દનુસાર ઉપાશ્રયની પાસે એક મેટા સમારોહ સાથે પૂજા કરવામાં આવી. એ પ્રસંગે મંત્રી કચદ્ર વગેરે હાજર હતા. સ્વયં અકબર પેાતાના સામતે અને કુમાર સલીમની સાથે વાજતે ગાજતે આ જિનપૂજામાં આવ્યે. સમ્રાટ અક્બરે જે મહાત્સવ કરાવ્યેા હોય એને જોવા માટે લેાકેાની મેદની કેટલી જામી હશે એની કલ્પના કરવી અશકય નથી. પૂજાની સમાપ્તિ થતાં શ્રાવક થાનસિંહ અને મંત્રી કચદ્રે અકબરને હાથી ઘેાડાની ભેટ આપી સત્કાર કર્યાં અને સલીમને એક બહુમૂલ્ય હાર અણુ ર્યો. અકખરે એ સ્નાત્રપૂજાનું પવિત્ર જળ પેાતાની આંખે લગાડયું. આ રીતે જૈનધમ ના મહિમા લાહેરમાં ગાજતા થયેા. હિંદ અને પાકીસ્તાનનાં ભાગલાં પડવાં તે અગાઉ અહીં શ્વેતાંખર મૂર્તિ પૂજક જૈનેાની ૭૫ માણુસાની વસ્તી હતી. ચંદ મીઠાખજારમાં આવેલા ભાવઢાંકા મહાલ્લામાં મૂળનાયક શ્રીસુવિધિનાથ ભગવાનનું દેરાસર શિખરબંધી છે. શ્રીકૃષ્ણદાસ કવિએ રચેલી ‘દ્રુજનસાલ બાવની છંદ’માં જણાવ્યું કે, “ લાહનૂરગઢ જિઝ પવર પ્રાસાદ કરાયણ શ્રીદુ નસાલસિહે લાહેરમાં જે માટું મ ંદિર કરાવ્યું, તે મ ંદિર આ હશે એમ જણાય છે. આખુંચે મ ંદિર શ્વેતાંબરાના કબજે હતું પરંતુ દિગંબરાની વિનતિથી શ્વેતાંખરેએ એ મંદિરમાં દ્વિગંબરાની ત્રણ મૂર્તિઓ સ્થાપન કરવા દીધી; જેના પિરણામે સને ૧૯૧૯ માં દેરાસરની વચ્ચેાવચ દીવાલ ચણી લઈને દિગંબર ભાઈઆને અડધું મંદિર સુપ્રત કરવામાં આવ્યું. અહીં દિગંબર જૈનેની ૨૫૦ માણુસેાની અને સ્થાનકવાસીઓની પણ ૨૦૦~૨૫૦ માણસાની વસ્તી છે. આ દેરાસરમાં દાદા જિનકુશળસૂરિની આરસની પાદુકાોડી છે. અગાઉ આ પાદુકાોડી મંત્રી ચન્દ્રે ભાવડા ગામમાં બહુ મેટી જમીન ખરીદ કરી, તેમાં સ્થાપન કરી હતી. તેમાં એક વાવડી પણ અંધાવી હતી. પચાશી—તેવું વર્ષ પહેલાં ત્યાંના જમીનદારા એ જમીન પચાવી બેઠા ત્યારે ત્યાંની ચરણપાદુકા ગુરુમાંગટ ગામમાં લાવવામાં આવી. એ પાદુકા જૂની ખની જતાં તેને લાહારના મંદિરમાં પધરાવવામાં આવી છે અને ગુરુમાંગટમાં નવી પાદુકા જોડી સ્થાપન કરવામાં આવી છે. આ સ્થળે પ્રત્યેક માસે મેળા ભરાય છે. લાહેારના જિનમંદિરમાં રહેલી શ્રીજિનકુશળસૂરિની ચરણપાદુકા ભાવડા અને તે પછી ગુરુમાંગટથી અહીં ૩. ‘ ભાનુચદ્રચરિત' અધ્યાયઃ ૨, શ્લાકઃ ૧૪૦-૧૬૨.
SR No.011536
Book TitleJain Tirth Sarva Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorAnandji Kalyanji Pedhi
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year1953
Total Pages513
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy